SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ હર્ષવર્ધન અને હ્યુએનત્સાંગ ૨૧૩ સદીમાં યુએનત્સાંગ ત્યાં થઈને પસાર થયે ત્યારે તુફાન જીવન અને ઉચ્ચ કોટીની સંસ્કૃતિથી તરવરત પ્રદેશ હતો. એ સંસ્કૃતિમાં હિંદ, ઈરાન, ચીન અને કંઈક અંશે યુરેપની સંસ્કૃતિનું મિશ્રણ હતું. ત્યાં બૈદ્ધ ધર્મ ખૂબ પ્રચાર પામ્યું હતું અને સંસ્કૃત ભાષા મારફતે હિંદુસ્તાનની અસર પણ સારા પ્રમાણમાં થઈ હતી, પરંતુ જીવનની રહેણીકરણી તે તેણે મોટે ભાગે ચીન અને ઈરાન પાસેથી ગ્રહણ કરી હતી. સામાન્ય રીતે આપણે માનવા પ્રેરાઈએ તેમ ત્યાંના લોકોની ભાષા મંગોલિયન નહોતી પણ યુરોપની કેલ્ટિક ભાષાઓને ઘણી રીતે મળતી આવતી ભારતીય યુરોપિયન શાખાની ભાષા હતી. પરંતુ સૌથી આશ્ચર્ય કારક વસ્તુ તે એ છે કે ત્યાંનાં ભીંતચિત્ર યુરોપની ઢબનાં છે. તેમનાં દેવદેવીઓ અને બુદ્ધ ભગવાન તથા બોધિસનાં આ ચિત્રે અત્યંત સુંદર છે. તેમની દેવીઓને હિંદી ઢબને પિશાક પહેરાવવામાં આવ્યો છે અને તેમના માથા ઉપરનો શણગાર ગ્રીક ઢબને છે. ફ્રેંચ સમાલોચક ગ્રાઉઝે એ વિષે કહે છે કે “તેમાં હિંદની સુકુમારતા, ગ્રીસની ભાવવાહિતા અને ચીનના લાલિત્યને મનોહારી સુમેળ સધાય છે.' તુરફાન તે આજે પણ મેજૂદ છે અને નકશામાં તું તે જોઈ શકે છે. પણ આજે એનું કશું મહત્ત્વ રહ્યું નથી. છેક સાતમા સૈકામાં દૂર દૂરના પ્રદેશમાંથી નીકળીને સંસ્કૃતિના સમૃદ્ધ પ્રવાહો અહીં સુધી વહ્યા, તે બધાને સંગમ થયું અને પરિણામે તેમાંથી સંવાદી સમન્વય પેદા થયો એ કેટલું બધું અદ્ભુત છે! તુરફાનથી યાત્રી હ્યુએનત્સાંગ કૂચા પહોંચ્યું. તે વખતે મધ્ય એશિયાનું એ બીજું મહત્ત્વનું કેન્દ્ર હતું. તેની સભ્યતા સમૃદ્ધ અને તેજસ્વી હતી અને તે પિતાના ગવૈયાઓ અને લાવણ્યવતી સ્ત્રીઓ માટે મશહૂર હતું. તેની કળા તથા ધર્મ હિંદુસ્તાનમાંથી આવ્યાં હતાં. ઈરાને એ દેશની સંસ્કૃતિ અને વાણિજ્યમાં ફાળો આપે હતું. અને તેની ભાષા સંસ્કૃત, જૂની ફારસી, લેટિન અને કેલ્ટિકને મળતી આવતી હતી. અદ્ભુત મિશ્રણનું બીજું એક ઉદાહરણ એ પછી તેણે તુક લોકના પ્રદેશમાં થઈને પિતાને પ્રવાસ આગળ ચલાવ્યો. ત્યાં બાદ્ધધર્મી રાજા મહાન ખાન મધ્ય એશિયાના મેટા ભાગ ઉપર અમલ ચલાવતા હતા. ત્યાંથી તે સમરકંદ ગયે. તે સમયે પણ એ શહેર પ્રાચીન ગણાતું હતું અને લગભગ હજાર વરસ પૂર્વે ત્યાં થઈને પસાર થયેલા સિકંદરનાં સંસ્મરણોની તે યાદ આપતું
SR No.032708
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages690
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy