SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ જગતના ઈતિહાસનું રેખાદર્શન આશ્ચર્યકારક રેખાચિત્ર તથા તેણે અહીંયાં સાંભળેલી કૌતુકભરી વાત અને બુદ્ધ ભગવાન તથા બોધિસોની અનેક ચમત્કારી કથાઓ એ પુસ્તકમાં છે. તેમાંની પિતાના પેટની ફરતે ત્રાંબાનું બખતર બાંધીને ફરતા એક દેઢ ડાહ્યાની” મજાની વાત મેં તને આગળ ઉપર કહી છે. તેણે ઘણાં વરસ હિંદમાં ગાળ્યાં હતાં. ખાસ કરીને પાટલીપુત્રની નજીક આવેલી નાલંદાની મહાન વિદ્યાપીઠમાં તે ઘણો વખત રહ્યો હતો. નાલંદામાં વિદ્યાપીઠ તેમજ મઠ બને હતાં અને ત્યાં આગળ લગભગ દશ હજાર વિદ્યાર્થીઓ અને ભિક્ષુઓ રહેતા હતા એમ કહેવાય છે. તે બૌદ્ધ વિદ્યાનું મોટું કેન્દ્ર હતું અને બ્રાહ્મણ વિદ્યાના કેન્દ્ર બનારસનું તે હરીફ ગણાતું હતું. મેં તને એક વખત કહ્યું હતું કે હિંદુસ્તાન પ્રાચીન કાળમાં ઇન્દુ-દેશ એટલે કે ચંદ્રની ભૂમિ તરીકે ઓળખાતો હતો ! હ્યુએનત્સાંગે પણ આ વિષે પિતાના પુસ્તકમાં ઉલ્લેખ કર્યો છે અને હિંદનું એ નામ કેટલું બધું ઉચિત છે તેનું સમર્થન કર્યું છે. વળી ચીની ભાષામાં પણ ચંદ્રને “ઈનતુ” કહે છે. આથી તારી ઈચ્છામાં આવે તે તું ચીની નામ પણ ધારણ કરી શકે ! ૬ર૯ની સાલમાં હ્યુએનસાંગ હિંદુસ્તાનમાં આવ્યું હતું. ચીનમાંથી તે હિંદને પ્રવાસે નીકળ્યો ત્યારે તેની ઉંમર ૨૬ વરસની હતી. જૂના ચીની લખાણમાં જણાવવામાં આવ્યું છે કે તે કદમાં ઊંચે અને દેખાવડે હતે. “તેને વર્ણ નાજુક અને તેની આંખો ચમકદાર હતી. તેના હાવભાવ ગંભીર અને ભવ્ય હતા અને તેનાં અંગોમાંથી જાણે મેહકતા અને ઓજસ ઝરતાં હતાં. . . . . પૃથ્વીને વીંટળાઈ વળતા મહાસાગર જે તે ભવ્ય હતો અને પાણીમાં ઊગતા કમળ જેવો તે સૌમ્ય અને પ્રતિભાશાળી હતો.” ચીનના સમ્રાટે પરવાનગી ન આપી હોવા છતાં બૈદ્ધ ભિક્ષઓ પહેરે તે ભગવે ઝભો પહેરીને તે પોતાના લાંબા પ્રવાસે નીકળી પડ્યો. જેમતેમ કરીને તેણે ગેબીનું રણ વટાવ્યું અને તેને એક છેડે આવેલા તુરકાનના રાજ્યમાં તે માંડ માંડ જીવતે પહોંચે. રણપ્રદેશનું આ નાનકડું રાજ્ય સંસ્કૃતિના અજબ વીરડી સમાન હતું. આજે તે એ નષ્ટ થઈ ગયું છે અને ઇતિહાસ સંશોધકે તથા પુરાતત્ત્વવેત્તાઓ પ્રાચીન અવશેષ શેધવા માટે ત્યાં ખોદકામ કરે છે. પરંતુ સાતમી * ઈન્દિરાનું વહાલનું નામ ઇન્દુ છે.
SR No.032708
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages690
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy