SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૭ ઈશુ અને ખ્રિસ્તી ધર્મ કે વૈભવ-કીર્તિની આશા આપવાને બદલે અસ્પષ્ટ અને કાલ્પનિક દેવી રાજ્યને ખાતર પોતાની પાસે જે કંઈ હોય તેને સુધ્ધાં ત્યાગ કરવાનો તે લોકોને ઉપદેશ આપતો હતો. તે વાર્તા, દષ્ટાંત અને રૂપક દ્વારા ઉપદેશ આપતા હતા એ ખરું પરંતુ એ સ્પષ્ટ છે કે તે જન્મથી જ બળવાર હતું અને મેજૂદ પરિસ્થિતિ સાંખી શકતા ન હતા. તેને તે બદલવા માગતું હતું. પરંતુ યહૂદી લેકેને એ વાત મંજૂર નહોતી. એથી ઘણાખરા યહૂદીઓ તેની સામે થયા અને તેમણે તેને પકડીને રોમન સત્તાધીશને હવાલે કર્યો. ધર્મની બાબતમાં રેમન લેકે અસહિષ્ણુ નહતા. કેમકે મન સામ્રાજ્યમાં બધા ધર્મોને સરખી છૂટ આપવામાં આવતી હતી, અને કદી કોઈ માણસ કોઈ પણ દેવની નિંદા કે અપમાન કરતા તે તેને શિક્ષા કરવામાં નહોતી આવતી. ટાઈબેરિયસ નામને રેમને એક સમ્રાટ તે એમ જ કહે કે, “જે દેવનું અપમાન થતું હોય તે તેઓ જાતે જ એનું જે કંઈ કરવું હોય તે ભલે કરતા'. એટલે જેની આગળ ઈશુને ખડો કરવામાં આવ્યું હતું તે રોમન સૂબા પાયલટે એ પ્રશ્નની ધાર્મિક બાજુની તે કાશી પરવા કરી ન હોત. પરંતુ ઈશુને રાજકીય બળવાખોર ગણવામાં આવ્યું. અને યદદી લે કે તેને સામાજિક ક્રાંતિકાર લેખતા હતા. એથી કરીને રાજકીય અને સામાજિક બળવાખોર તરીકે તેના ઉપર કામ ચલાવવામાં આવ્યું અને તેને સજા કરવામાં આવી તથા ગેલગથા આગળ તેને ક્રસ ઉપર ચઢાવવામાં આવ્યો. એની વેદનાની ઘડીએ એના નિકટના શિષ્યએ પણ એનો ત્યાગ કર્યો અને તેને ઇનકાર પણ કર્યો. તેમની આ બેવફાઈથી ઈશુની વેદના લગભગ અસહ્ય થઈ ગઈ અને મરતી વખતે દિલને હચમચાવી મૂકે એવા અતિશય કરણ ઉગારે તેણે કાલ્યા : હે ઈશ્વર! હે પ્રભુ ! તેં મારો ત્યાગ કેમ કર્યો ?” ઈશુ તદ્દન જુવાન હતા. મરતી વખતે તેની ઉંમર ત્રીશ વરસથી માંડ વધારે હશે. બાઈબલના નવા કરારમાં સુંદર ભાષામાં લખાયેલી એના મરણની કરુણ કથા વાંચતાં આપણું હૈયું દ્રવે છે. પાછળના વખતમાં ખ્રિસ્તી ધર્મને ફેલાવો થવાને કારણે કરોડો લેકે ઈશુના નામને પૂજવા લાગ્યા. જો કે તેને ઉપદેશ પિતાના જીવનમાં ઉતારવાની તેમણે ભાગ્યે જ દરકાર રાખી છે. પરંતુ આપણે યાદ રાખવું જોઈએ કે એને ક્રસ ઉપર ચડાવવામાં આવ્યું ત્યારે ઈશુનું નામ પેલેસ્ટાઈનની બહાર બહુ જાણીતું નહોતું. રોમના લેકે તે એને વિષે કશું જ
SR No.032708
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages690
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy