SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ જગતના ઇતિહાસનું રેખાદર્શન તત્વજ્ઞાન ડહોળતા હતા ખરા. પરંતુ જે તેમને માટે સારું હતું તે આમ જનતાને માટે સારું યા સલામતીભર્યું નહોતું. પછીના કાળમાં થઈ ગયેલા મેકિયાલી નામના એક પ્રખ્યાત ઈટાલીવાસીએ રાજકારણ ઉપર એક પુસ્તક લખ્યું છે. તેનું કહેવું છે કે, ધર્મ એ સરકારને માટે જરૂરી વસ્તુ છે અને પિતાને તે જૂઠ લાગતો હોય તે પણ ધર્મને ટેકે આપવાની તેની ફરજ છે. ધર્મને બુરખો પહેરીને આગળ ધપતા સામ્રાજ્યવાદનાં અસંખ્ય ઉદાહરણે આધુનિક કાળમાં પણ મળી આવે છે. એથી કરીને, “ધર્મ એ જનતાને માટે અફીણના ઘેન સમાન છે.” એવું કાર્લ માકર્સે લખ્યું એમાં કશું આશ્ચર્ય પામવા જેવું નથી. ઈશુ યહૂદી હતે. યદી લેકે એ એક અજબ અને અતિશય ખંતીલી પ્રજા હતી અને આજે પણ છે. ડેવિડ અને સેલે મનના સમયમાં તેમના ટૂંકા ગેરકાળ પછી તેમની વસમી દશા શરૂ થઈ એમનું એ ગેરવે પણ બહુ નાના પાયા ઉપરનું હતું પરંતુ તેની કલ્પના કરી કરીને તેમણે તેને મેટું સ્વરૂપ આપ્યું. તે એટલે સુધી કે, એ કાળ તેમને માટે ભૂતકાળને સુવર્ણયુગ બની ગયે. વળી તેમની એવી પણ માન્યતા હતી કે અમુક નિયત સમયે તેમને એ સુવર્ણયુગ ફરીથી શરૂ થશે અને ત્યારે યહૂદીઓ મહાન અને બળવાન પ્રજા બનશે. તેઓ આખા રેમન સામ્રાજ્યમાં અને બીજે બધે પણ ફેલાયા. આમ છતાંયે, પિતાના ગૌરવના દિવસે પાછા આવવાના છે અને પિતાને એક પેગમ્બર આવીને એ સુવર્ણયુગ ફરીથી શરૂ કરશે એ શ્રદ્ધા ઉપર અચળ રહીને તેમણે પિતાની જાતિની એક્તા ટકાવી રાખી. વતન, ઘરબાર કે આશ્રય વિનાના અને પારવગરની કનડગત, સતામણી અને અત્યાચાર વેઠીને તથા ઘણી વાર તે મેતના શિકાર થવા છતાંયે ૨૦૦૦ વરસ સુધી યહૂદી લેકેએ પિતાનું નિરાળું વ્યક્તિત્વ ટકાવી રાખ્યું અને એક પ્રજા તરીકે કાયમ રહ્યા એ ઇતિહાસની એક અદ્ભુત ઘટના છે. યદદી લેકે પિતાના પગમ્બરના આગમનની રાહ જોતા હતા અને સંભવ છે કે ઈશુ ઉપર તેમણે કંઈક મદાર બાંધી હોય. પરંતુ એ બાબતમાં તેઓ તરત જ નાસીપાસ થયા. ઈશ તે પ્રચલિત પરિસ્થિતિ અને સમાજવ્યવસ્થા સામે બળ ઉઠાવવાની તેમની સમજમાં ન ઊતરે એવી ભાષા બોલતે હતે. ખાસ કરીને તે શ્રીમંત તથા જેમણે ધર્મને માત્ર અમુક વ્રત પાળવાની અને કર્મકાંડની વસ્તુ બનાવી મૂક્યો હતા તેવા દંભી અને પાખંડી લેકિને વિરોધ કરતે હતે. ધનદેલત
SR No.032708
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages690
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy