SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ ૫ મો પૃથ્વી આદિ પંચ ભૂત છે જ નહીં, તેની જે આ પ્રતીતિ થાય છે, તે ભ્રમથી જલચંદ્રવત્ છે. આ બધું શુન્ય જ છે-આ તારો દઢ આશય છે. પણ તે મિથ્યા છે, કારણ કે જો સવ શૂન્યતાનો પક્ષ લઈએ, તે પછી ભુવનમાં વિખ્યાત થયેલા સ્વપ્ન, અસ્વપ્ન, ગંધર્વપુર વિગેરે ભેદ થવા જ ઘટે નહીં.” આ પ્રમાણે સાંભળી વ્યક્તિને સંશય છેદાઈ ગયે, તેથી તેણે વ્યક્ત વાસના બતાવીને પાંચસે શિષ્યની સાથે પ્રભુ પાસે દીક્ષા લીધી. આ ખબર સાંભળીને ઉપાધ્યાય સુધર્મા પણ પિતાનો સંશય છેદવાની ઈચ્છાથી કાલેકનું સ્વરૂપ જોવામાં સૂર્ય જેવા શ્રી વિરપ્રભુ પાસે આવ્યો. તેને જે પ્રભુએ કહ્યું, “હે સુધર્મા ! તારી બુદ્ધિમાં એ વિચાર વ છે કે, આ જીવ જેવો આ ભવમાં છે, તે જ પરભવમાં થાય છે, કેમકે સંસારમાં કારણને મળતું જ કાર્ય થાય છે. શાળિબીજ વાવતાં તેમાંથી કાંઈ વાંકુર થતા નથી. પણ આ તારે વિચાર છે અને અઘટિત છે; કેમકે આ સંસારમાં જે મનુષ્ય મૃદુતા અને સરલતાદિકવડે માનુષી આયુષ્ય બાંધે છે તે ફરીને પણ મનુષ્ય થાય છે, પણ જે માયા વિગેરે રચતે અહીં પશુરૂપે રહે છે, તે મનુષ્ય આગામી ભવે પશુ થાય છે. તેથી જીવની પૃથફ પૃથફ ગતિમાં ઉત્પત્તિ કર્મને આધીન છે અને તેથી જ પ્રાણીઓનું વિવિધપણું દેખાય છે. વળી “કારણને મળતું જ કાર્ય થાય છે? એમ કહેવું તે પણ અસંગત છે. કારણ કે શૃંગ વિગેરેમાંથી શર પ્રમુખ ઉગી નીકળે છે.” આવી પ્રભુની વાણી સાંભળી સુધર્માએ પાંચસે શિષ્ય સહિત પ્રભુના ચરણકમળમાં દીક્ષા લીધી. પછી પિતાને સંશય છેદવાને મંડિક પ્રભુની પાસે આવ્યું. તેને પ્રભુએ કહ્યું કે, તને બંધ અને મોક્ષ વિષે સંશય છે, પણ બંધ અને મોક્ષ આત્માને થાય છે એ વાત પ્રસિદ્ધ છે. મિથ્યાત્વાદિવડે કરેલે કર્મને જે સંબંધ, તે બંધ કહેવાય છે. તે બંધને લીધે પ્રાણી દોરી સાથે બંધાયા હોય તેમ નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવતારૂપ ચાર ગતિમાં પરિભ્રમણ કરતે છતે પરમ દારૂણ દુ:ખને અનુભવ કરે છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર પ્રમુખ હેતુથી જે કમને વિગ તે મોક્ષ કહેવાય છે, તે પ્રાણીને અનંત સુખ આપે છે. જો કે જીવ અને કર્મને પરસ્પર સંયોગ અનાદિ સિદ્ધ છે, પણ અગ્નિથી સુવર્ણ અને પાષાણ જુદા પડી જાય છે તેમ જ્ઞાનાદિકથી જીવ અને કર્મનો વિયોગ થઈ જાય છે.” આવા પ્રભુનાં વચનથી જેને સંશય છેદાઈ ગયું છે એવા તે મંડિકે સાડાત્રણસે શિષ્યની સાથે વ્રત ગ્રહણ કર્યું. પછી મૌર્યપુત્ર પિતાને સંદેહ છેદવાને માટે પ્રભુ પાસે આવ્યો. પ્રભુ બોલ્યા-“મૌર્યપુત્ર! તને દેવતાઓને વિષે સદેહ છે, પણ તે મિથ્યા છે. જે, આ સમવસરણમાં પોતાની મેળે આવેલા ઇંદ્રાદિક દેવતાઓ પ્રત્યક્ષ છે, શેષ કાળમાં સંગીતકાર્યાદિની વ્યગ્રતાથી અને મનુષ્ય લોકના દુસહ ગંધથી તેઓ અહીં આવતા નથી પણ તેથી કાંઈ તેમને અભાવ સમજે નહીં. તેઓ અહંતના જન્મઅભિષેક વિગેરે અનેક પ્રસંગે આ પૃથ્વી પર આવે છે. તેનું કારણ શ્રીમત્ અરિહંતને અતિ શ્રેષ્ઠ પ્રભાવ છે.” આ પ્રમાણેની ભગવંતની વાણીથી મૌર્યપુત્ર પણ તત્કાળ પ્રતિબંધ પાયે અને પિતાના ૩૫૦ શિષ્ય સહીત તેણે દીક્ષા લીધી. પછી અકંપિત પણ પ્રભુ પાસે આવ્યા. પ્રભુએ કહ્યું કે “નજરે દેખાતા ન હોવાથી નારકી નથી એમ તારી બુદ્ધિ છે, પણ નારકી જીવે છે, પરંતુ અત્યંત પરવશપણાથી તેઓ અહીં આવવાને સમર્થ નથી. તેમજ તારી જેવા મનુષ્યો ત્યાં જવાને સમર્થ નથી. નારકી જી તારી જેવાને પ્રત્યક્ષ ઉપલભ્ય નથી. છદ્મસ્થ જીને તે યુક્તિગમ્ય છે અને જે ક્ષાયિક
SR No.032707
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy