SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વ ૧૦ મુ. ७७ જીતવાને કાણુ સમર્થ છે ? કારણ કે માયા રહિત પુરૂષોમાં માયા વિજય મેળવે છે; પરંતુ જો એ માયાવી મારા હૃદયના સંશય જાણીને તેને છેદી નાંખે તો હું પણુ ઈંદ્રભૂતિની જેમ શિષ્યા સહિત તેના શિષ્ય થા.” આવું વિચારી અગ્નિભૂતિ પાંચસા શિષ્યા સહિત સમવસરણમાં ગયા અને જિનેશ્વરની પાસે બેઠો. તેને જોતાંજ પ્રભુ મેલ્યા કે−હે ગૌતમગોત્રી અગ્નિભૂતિ ! તારા હૃદયમાં એવા સંશય છે કે, કમ છે કે નહિ ? અને જો ક હાય તા તે પ્રત્યક્ષાદિ પ્રમાણને અગમ્ય છતાં મૂત્તિમાનૢ છે, એવા કમને અમૂર્ત્તિ માન્ જીવ શી રીતે ખાંધી શકે ? અમૂત્તિ માન્ જીવને મૂત્તિ વાળા કમ થી ઉપઘાત અને અનુગ્રહ શી રીતે થાય ? આવા તારા હૃદયમાં જે સ'શય છે, તે વૃથા છે. કારણ કે અતિશય જ્ઞાની પુરૂષાને કર્મ પ્રત્યક્ષ જ જણાય છે અને તારા જેવા છદ્મસ્થ પુરૂષોને જીવની વિચિત્રતા જોવાથી અનુમાનવડે કર્મ જણાય છે. કર્મની વિચિત્રતાથી જ પ્રાણીઓને સુખ દુઃખ વિગેરે વિચિત્ર ભાવા પ્રાપ્ત થયા કરે છે, તેથી કમ છે. એવા તું નિશ્ચય રાખ, કેટલાક જીવ રાજા થાય છે અને કેટલાક હાથી, અશ્વ અને રથના વાહનપણાને પામે છે. તેમ જ કેટલાક તેની પાસે ઉપાનહ વગર પગે ચાલનારા થાય છે. કોઈક હજારો પ્રાણીના ઉદર ભરનારા મહત્વિક પુરૂષા થાય છે અને કોઇ ભિક્ષા માગીને પણ પોતાનુ ઉદર ભરી શકતા નથી. દેશ કાળ એક સરખા છતાં એક વ્યાપારીને ઘણા લાભ થાય છે અને બીજાની મૂળ મુડીના પણ નાશ થાય છે. આવા કાર્યાનું કારણ તે કર્મ છે; કેમકે કારણ વિના કાય ની વિચિત્રતા થતી નથી. મૂત્તિ માન્ કના અમૂર્તિમાન્ જીવની સાથે જે સંગમ છે તે પણ આકાશ અને ઘડાની જેમ ખરાખર મળતા છે. વળી વિવિધ જાતિના મદ્યથી અને ઔષધાથી અભૂત્ત એવા જીવને પણ ઉપઘાત અને અનુગ્રહ થાય છે, તે પ્રમાણે કર્મોવડે જીવને ઉપઘાત અને અનુગ્રહ થાય છે તે પણ નિર્દેષ છે.” આ પ્રમાણે પ્રભુએ તેના સંશય છેદી નાખ્યા, એટલે અગ્નિભૂતિએ ઈર્ષા છેાડી દઈ ને પાંચસ શિષ્યાની સાથે પ્રભુ પાસે દીક્ષા લીધી. અગ્નિભૂતિએ પણ દીક્ષા લીધી, તે વાત સાંભળી વાયુભૂતિએ વિચાયું કે, “જેણે મારા બંને ભાઇઓને જીતી લીધા તે ખરેખરા સર્વજ્ઞ જ હાવા જોઈ એ, માટે તે ભગવંતની પાસે જઇ તેમને વંદના કરીને મારૂં પાપ ધેાઈ નાંખું, તેમજ હું પશુ મારા સંશય છેઢાવી નાંખું'.” આ પ્રમાણે વિચાર કરી વાયુભૂતિ પ્રભુની પાસે આબ્યા અને પ્રણામ કરી બેઠા. તેને જોઈને પ્રભુ માલ્યા કે, “હે વાયુભૂતિ ! તને જીવ અને શરીર વિષે માટો ભ્રમ છે. પ્રત્યક્ષાદિ પ્રમાણવડે ગ્રહણ થતા ન હેાવાથી જીવ શરીરથી જુદા લાગતા નથી, તેથી જળમાં પરપાટાની જેમ જીવ શરીરમાંથી જ ઉત્પન્ન થઈને શરીરમાં જ મૂર્છા પામે છે. આવા તારા આશય છે, પણ તે મિથ્યા છે. કારણ કે સર્વ પ્રાણીઆને એ જીવ દેશથી તા પ્રત્યક્ષ છે, કારણ કે તેના ઇચ્છા વિગેરે ગુણા પ્રત્યક્ષ હોવાથી જીવ સ્વસ'વિદ્દ છે; એટલે કે તેના પેાતાને જ અનુભવ થાય છે. તે જીવ દેહ અને ઇંદ્રિયાથી જુદો છે અને ઇન્દ્રિયા જયારે નાશ પામે છે ત્યારે પણ તે ઈન્દ્રિયાએ પ્રથમ ભાગવેલા અને સભારે છે.” આવી પ્રભુની વાણીથી પોતાના સંશય છેાતાં વાયુભૂતિએ સ'સારથી વિમુખ થઈ પાંચસો શિષ્યાની સાથે દીક્ષા લીધી. પછી વ્યકતે સ્પષ્ટતાથી વિચાર્યું' કે, ‘ખરેખર એ સજ્ઞ ભગવાન જ છે કે જેણે ત્રણ વેદની જેમ ઇંદ્રભૂતિ વિગેરે ત્રણેને જીતી લીધા છે. એ ભગવંત મારા સંશય પણ જરૂર છેદી નાખશે, અને પછી હું પણ તેમના શિષ્ય થઇશ.' આવા વિચાર કરી વ્યક્ત પ્રભુ પાસે આવ્યા. તેને જોઈ પ્રભુ માલ્યા−હુ વ્યક્ત! તારા ચિત્તમાં એવા સંશય છે કે,
SR No.032707
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy