SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ ૫ મો શ્રી મહાવીર સ્વામીને કેવલજ્ઞાન અને ચતુર્વિધ સંઘની સ્થાપના. જભક ગામની બહાર જુવાલિકા નદીના ઉત્તર તટ ઉપર સામાક નામના કોઈ ગૃહસ્થનું ક્ષેત્ર હતું. ત્યાં કોઈ ગુપ્ત-અસ્પષ્ટ રહેલા ચૈત્યની નજીક શાળતરૂની નીચે પ્રભુ છ તપ કરીને ઉત્કટિક આસને રહી આતાપના કરંવા લાગ્યા. ત્યાં વિજય મુહૂ શુકલધ્યાનમાં વર્તતા અને ક્ષપકશ્રેણી પર આરૂઢ થયેલા પ્રભુના ચાર ઘાતિ કર્મ જીણું દેરીની જેમ તત્કાળ તૂટી ગયા. તેથી વૈશાખ માસની શુકલ દશમીએ ચંદ્ર હસ્તોત્તરા નક્ષત્રમાં આવ્યું છતે દિવસને ચોથે પહોરે પ્રભુને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. ઈદ્રો આસનકંપથી પ્રભુના કેવલજ્ઞાનને જાણીને દેવતાઓની સાથે હર્ષ પામતા ત્યાં આવ્યા. તે અવસરે કઈ દેવતા કુદવા લાગ્યા, કેઈ નાચવા લાગ્યા, કેઈ હસવા લાગ્યા, કઈ ગાવા લાગ્યા, કેઈ સિંહની જેમ ગર્જના કરવા લાગ્યા, કેઈ અધની જેમ હેકારવ કરવા લાગ્યા, કેઈ હસ્તીની જેમ નાદ કરવા લાગ્યા. કઈ રથની જેમ ચીત્કાર કરવા લાગ્યા અને કેઈ સર્ષની જેમ ફેંફાડા મારવા લાગ્યા, પ્રભુના કેવલજ્ઞાનથી હર્ષ પામેલા ચારે નિકાયના દેવતાઓ બીજી પણ વિવિધ ચેષ્ટાઓ કરવા લાગ્યા. પછી દેવતાઓએ ત્રણ કિલ્લાવાળું અને પ્રત્યેક કિલે ચાર ચાર દ્વારવાળું સમોસરણ રચ્યું. “અહીં (રત્ન સિંહાસન પર બેસીને દેશના દેવી વિગેરે) સર્વવિરતિને યોગ્ય નથી.” એવું જાણતાં છતાં પણ પ્રભુએ પિતાનો ક૫ જાણીને તે સમવસરણમાં બેસી દેશના આપી. તેમના તીર્થમાં હાથીના વાહનવાળે, કૃષ્ણવણી, વામ ભુજામાં બીરૂ અને દક્ષિણ ભુજામાં નકુલને ધારણ કરતો, માતંગ નામે યક્ષ અને સિંહના આસનવાળી, નીલવણું, બે વામ ભુજામાં બીજેરૂ અને વીણા તથા બે દક્ષિણ ભુજામાં પુસ્તક અને અભયને ધારણ કરતી સિદ્ધાયિકા નામે દેવી-એ બંને નિત્ય પ્રભુની પાસે રહેનારા શાસનદેવતા થયા. તે સમયે ત્યાં ઉપકારને યેગ્ય એવા લોકોના બીલકુલ અભાવથી પરોપકારમાં તત્પર અને જેમનું પ્રેમબંધન ક્ષીણ થયેલું છે એવા પ્રભુએ ત્યાંથી વિહાર કર્યો. પછી મારે તીર્થકર નામ ગેત્ર નામનું મોટું કર્મ જે દવાનું છે તે ભવ્ય જતુને પ્રતિબોધ દેવાવડે અનુભવવું એગ્ય છે” એમ વિચારીને અસંખ્ય કેટી દેવતાઓથી પરવરેલા, અને દેવતાઓએ સંચાર કરેલા સુવર્ણકમળ ઉપર ચરણ મૂકતા પ્રભુ દિવસની જેમ દેવતાના ઉદ્યોતથી રાત્રે પણ પ્રકાશ કરતા છતા બાર યેજનના વિસ્તારવાળી, ભવ્ય પ્રાણીઓથી અલંકત અને યજ્ઞને માટે મળેલા પ્રબોધને લાયક ગૌતમાદિક ઘણું શિષ્યોએ સેવેલી અપાપા નામની નગરીમાં આવ્યા. તે પુરીની નજીક મહાસેનવન નામના ઉદ્યાનમાં દેવતાઓએ એક સુંદર સમવસરણ રચ્યું. પછી જેમને સર્વ અતિશય પ્રાપ્ત થયા છે એવા અને સુર અસુરોથી સ્તવાતા એવા પ્રભુએ પૂર્વ દ્વારવડે તે સમવસરણમાં પ્રવેશ કર્યો. બત્રીશ ધનુષ ઊંચા રત્નના પ્રતિરછંદ જેવા ચૈત્યવૃક્ષને ત્રણ પ્રદક્ષિણા કરી, “તીર્થાય નમઃ” - ૧. તીર્થંકરની દેશના નિષ્ફળ થાય નહીં છતાં વીર પ્રભુની પ્રથમ દેશના કેઈએ પણ વિરતિભાવ ગ્રહણ ન કરવાથી નિષ્ફળ ગઈ એ આશ્ચર્ય સમજવું. ૧૦ :
SR No.032707
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy