SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ સગ ૪ શો તો શરીરમાં પણ નિરપેક્ષ પ્રભુ ત્યાંથી ચાલ્યા ગયા. બહાર ઉદ્યાનમાં આવીને શુભ ધ્યાનમાં પરાયણ થયા. પછી સિદ્ધાર્થ અને ખરક વૈદ્ય ઔષધ વિગેરે લઈને ત્વરાથી ઉદ્યાનમાં આવ્યા. પછી પ્રભુને એક તેલની કુંડીમાં બેસાર્યા, તેમના શરીરને તેલનું અત્યંગન કર્યું, અને બળવાન ચંપી કરનારા માણસની પાસે મર્દન કરાવ્યું. તે બળીષ્ટ પુરૂષોએ પ્રભુના શરીરના તમામ સાંધા શિથિલ કરી નાંખ્યા. પછી તેમણે બે સાણસી લઈ પ્રભુના બંને કાનમાંથી બંને ખીલા એક સાથે બેંગ્યા; એટલે રૂધિર સહિત તે બંને ખીલા જાણે પ્રત્યક્ષ અવશેષ વેદનીય કર્મ નીકળી જતું હોય તેમ નીકળી પડયા. તે ખીલા ખેંચતી વખતે પ્રભુને એવી વેદના થઈ કે તે વખતે હાથી હણાયેલા પર્વતની જેમ પ્રભુએ મોટી ભયંકર ચીસ પાડી. પ્રભુના માહામ્યવડેજ તે ચીસના નાદથી પૃથ્વી કુટી ગઈ નહીં. “અહંત પ્રભુ વિપત્તિમાં પણ બીજાને ઉપદ્રવકારી થતા નથી.” પછી સંરોહિણી ઔષધિથી પ્રભુના કાનને તત્કાળ રૂઝવી, ખમાવી તેમજ નમીને સિદ્ધાર્થ અને ખરક વૈદ્ય પોતાને ઘેર ગયા. તે શુભાશય પુરૂષે પ્રભુને વેદના કરતાં છતાં પણ દેવસંબંધી લક્ષ્મીને ભોગવનારા થયા. પેલે દુરાશય ગોવાળ પ્રભુને વેદના કરી મરણ પામીને સાતમી નરકના દુઃખને પાત્ર થશે. પ્રભુના ભૈરવ (ભયંકર) નાદથી તે ઉદ્યાન મહાભૈરવ નામથી પ્રખ્યાત થયું, અને ત્યાં લોકેએ એક દેવાલય કરાવ્યું. આ પ્રમાણે શ્રી વીરપ્રભુને જે જે ઉપસર્ગો થયા, તેમાં જઘન્ય ઉપસર્ગોમાં કટપૂતનાએ જે શીતનો ઉપદ્રવ કર્યો તે, ઉત્કૃષ્ટ, મધ્યમ ઉપસર્ગોમાં સંગમે જે કાળચક્ર મૂકયું તે, ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટ ઉપસર્ગોમાં કાનમાંથી ખીલાને ઉદ્ધાર કર્યો તે ઉત્કૃષ્ટ, એવી રીતે પ્રભુને ઉપસર્ગોનો પ્રારંભ પણ ગોવાળથી થયો અને પૂર્ણતા પણ ગવાળથી થઈ; અર્થાત્ આ ખીલાને ઉપસર્ગ છેલ્લો થયા. - પ્રભુને તપસ્યામાં એક છમાસિક, નવ ચતુર્માસક્ષપણુ, છ દ્વિમાસિક, બાર માસિક, તેર અદ્ધમાસિક, એક ષમાસિક, બે ત્રિમાસિક, બે દઢમાસિક, બે અઢીમાસિક, ત્રણ ભદ્રાદિક પ્રતિમાઓ, કૌશાંબી નગરીમાં છ માસમાં પાંચ દિવસ ઓછા સુધી અભિગ્રહ ધારણ (ઉપવાસ), બાર અષ્ટમભક્ત, છેલ્લી રાત્રે કાર્યોત્સર્ગ યુક્ત એક રાત્રિની બાર પ્રતિમાઓ, અને બસ એગણત્રીશ છએટલી થઈ અને ત્રણસે ને ઓગણપચાસ પારણુ થયા. આ પ્રમાણે વ્રત લીધું તે દિવસથી માંડીને સાડાબાર વર્ષ અને એક પખવાડીઆમાં તપસ્યાઓ થઈ. તેમણે નિત્યભક્ત કે ચતુર્થભક્ત (એક ઉપવાસ) કરેલ જ નથી. એવી રીતે જળરહિત સર્વ તપસ્યા કરતા, ઉપસર્ગોને જીતતા અને છસ્થપણે વિચરતા શ્રી વીરપ્રભુ સજુવાલિકા નામની મોટી નદીવાળી જભક નામના ગામ પાસે આવ્યા. g8888888888888888888888888888888888@ ॥ इत्याचार्य श्री हेमचंद्र विरचिते त्रिषष्टि शलाका पुरुष चरिते महाकाव्ये दशमपर्वणि श्री महावीर द्वितीय साग्रषडवार्षिक જીવવિહાર વો નામ ચતુર્થ સ A8% 888888888888888888888888888888888 ૧. ભદ્ર,મહાભદ્ર, સર્વતોભદ્ર - બે, ચાર ને દશ દિવસની.
SR No.032707
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy