SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૧૦ મું ૫૭. ધીશ રાજાએ પોતાના મુગટથી જેના શાસનનું પાલન કરે તેવી સમૃદ્ધિવાળા સામ્રાજ્યને આ લેકમાં જ આપું?” આવી રીતે વચનથી ભાવતાં પણ પ્રભુનું મન જરા પણ ક્ષોભ પામ્યું નહીં અને કાંઈ પ્રત્યુત્તર મળે નહીં, એટલે તેણે આ પ્રમાણે વિચાર્યું કે, “આ મુનિએ મારી બધી શક્તિને પ્રભાવ નિષ્ફળ કર્યો છે, પણ હજુ એક કામદેવનું અમેઘ શાસન બાકી રહેલું છે, કારણ કે કામદેવના અસ્રરૂપ રમણીઓના કટાક્ષમાં આવેલા મોટા પુરૂષો પણ પોતાના પુરૂષવ્રતને લોપ કરતા જોવામાં આવેલા છે.' આ નિશ્ચય કરી તે દેવતાએ દેવાંગનાઓને આજ્ઞા કરી અને તેમના વિભ્રમમાં સહાય કરનાર છએ ઋતુઓને પ્રગટ કરી. મત્ત કોકિલાના મધુર કુજિતથી પ્રસ્તાવના કરતી કામનાટકની નટીરૂપ વસંતલક્ષમી શોભી ઉઠી. કદંબના વિકસિત પુષ્પરજથી દિગ્વધુને માટે સૈપ્રી દાસીની જેમ મુખવાસ સજજ કરતી ગ્રીષ્મઋતુની લક્ષ્મી વિસ્તાર પામી. કેતકીના પુષ્પના મિષથી જાણે કામદેવના રાજ્યાભિષેકમાં સર્વ અંગે મંગળિક તિલક કરતી હોય તેવી વર્ષાઋતુ પ્રગટ થઈ. નવી નીલ કમળના મિષથી હજારે નેત્રવાળી થઈ પિતાની ઉત્તમ સંપત્તિનેજ જેતી હોય એવી શરદઋતુ પ્રકાશી નીકળી. ત અક્ષર જેવી નવીન ડોલરની કળીઓથી કામદેવની જયપ્રશસ્તિને લખતી હોય તેવી હેમંતલક્ષ્મી ખીલી નીકળી. ડેલર અને સિંદુવારના પુષ્પથી હેમંત અને વસંતઋતુને ગણિકાની જેમ સાથે નભાવતી શિશિરલક્ષમી વૃદ્ધિ પામી. એવી રીતે ક્ષણમાં સર્વ ઋતુઓ સાથે પ્રગટ થયા પછી તરતજ કામદેવની સેના જેવી દેવાંગનાઓ પ્રગટ થઈ. ભગવંતની આગળ આવી તે રમ્ય અંગવાળી ૨મણીએ એ કામદેવના વિજયી મંત્રાઅ જેવું સંગીત શરૂ કર્યું. કોઈ શુદ્ધ ચિત્ત લય સાથે ગાંધારગામથી અનેક રાગની જાતિઓને ગાવા લાગી, કઈ પ્રવીણ દેવાંગના ક્રમ અને ઉ&મથી વ્યંજન અને ધાતુઓને સ્પષ્ટ પ્રગટ કરતી મધુર વીણા વગાડવા લાગી. કેઈ ફૂટ, નકાર અને ધંકાર એ ત્રણ પ્રકારના મેઘ જેવા નિ કરતી ત્રિવિધ મૃદંગને વગાડવા લાગી; કઈ આકાશ તથા પૃથ્વીમાં ઉછળતી, વિવિધ હાવભાવ અને નવનવા દૃષ્ટિભાવ કરતી નાચવા લાગી; દઢ અંગહાર અને અભિનયથી કંચુકીને તેડતી અને શિથિલ કેશપાશને બાંધતી કેઈ પિતાની ભુજાના મૂળને બતાવતી હતી; કઈ દંડપાદ વિગેરે અભિનયના મિષથી પિતાના ગરૂચંદન જેવા ગીર સાથળના મૂળને વારંવાર બતાવતી હતી, કઈ શિથિળ થયેલા અવશ્વની ગ્રંથાને દઢ કરવાની લીલાથી પિતાના વાપી જેવા નાભિમંડળને બતાવતી હતી, કોઈ ઇભદંત નામના હસ્તાભિનયનો મિષ કરી વારંવાર ગાઢાલિંગનની સંજ્ઞાને કરતી હતી, કેઈ નીવીને દઢ કરવાના છળથી ઉત્તરીય વસ્ત્રને ચળાવી પોતાના નિતબિંબબને દેખાડતી હતી; કઈ વિશાળલોચના દેવી અંગભંગના બહાનાથી પુષ્ટ અને ઉન્નત સ્તનવાળા પોતાના વક્ષસ્થળને ચિરકાળ સુધી દર્શાવતી હતી. “અરે ભદ્ર! જે તમે ખરેખર વીતરાગ છે તે શું તમે કોઈ વસ્તુ પર રાગ નથી વિસ્તારતા? જે તમે શરીર ઉપર પણ નિરપેક્ષ છે તો તે અમને શા માટે અર્પણ નથી કરતા? જે દયાળુ છે તો અકસ્માત્ ઉત્કૃષ્ટ ધનુષ્ય લઈને અમારી પર ઉઠેલા આ વિષમાયુધ કામદેવથી અમારી રક્ષા કેમ કરતા નથી? પ્રેમના લાલચુ છતાં પણ જે કદિ કૌતુકથી અમારી ઉપેક્ષા કરતા હો તો તે કૌતુક ક્ષણવાર કરવું ઘટિત છે, અમારા મરણુત સુધી કરવું યોગ્ય નથી. હે સ્વામિનું ! હવે કઠિણતા છોડી દે, અને અમારા મનોરથ પૂરા કરો. પ્રાર્થનાથી વિમુખ થાઓ નહી.” આ પ્રમાણે કઈ કઈ સ્ત્રી વારંવાર કહેવા લાગી. આવી રીતે દેવાંગનાઓના ગીત, વાદ્ય, નૃત્ય, અંગવિકાર અને ચાહું (ખુશામતનાં) વચનથી પ્રભુ જરા પણ ક્ષોભ પામ્યા નહીં. આ પ્રમાણે તે એક રાત્રિમાં કાયોત્સર્ગે રહેલા પ્રભુની ઉપર તે અધમ દેવ સંગમે વિશ મેટા ઉપસર્ગો કર્યા. પ્રાતઃકાળે તેણે વિચાર્યું કે, “અહો ! આ મહાશય મર્યાદાથી
SR No.032707
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy