SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ સગ ૪ થા પણ વારંવાર તેવાજ વિલાપ કર્યા. તેએના એવા વિલાપથી પણ જયારે પ્રભુનું મન લિપ્ત થયુ... નહીં, ત્યારે તે દુરાચારીએ એક છાવણી ( માણસેાથી વસેલી ) વિષુવી, તેમાંથી એક રસાયાને ભાત રાંધવાનો વિચાર થયા; તેને ચુલાને માટે પાષાણુ મળ્યા નહીં એટલે તેણે પ્રભુના બે ચરણને ચુલા રૂપ કરીને તેના પર ભાતનું ભાજન મૂકયુ અને એ પગની વચ્ચે તત્કાળ અગ્નિ પ્રજ્વલિત કર્યાં. અનુક્રમે તે અગ્નિ તેણે એટલેા બધા વધારી દીધા કે પ તપર દાવાનલની જેમ પ્રભુના ચરણમૂળ તે અગ્નિથી તપાયમાન થયા. તથાપિ અગ્નિમાં મૂકેલા સુવર્ણ ની જેમ તેમની શેાભા હીન થઈ નહીં. (ઉલટી વૃદ્ધિ પામી.) પછી તે નિષ્ફળ થયેલા અધમ દેવે એક ભયંકર પકવણુ (ચંડાળ) વિષુવ્યેો. તેણે આવીને પ્રભુના કડમાં, એ કાનમાં, એ ભુજામાં અને જંઘા ઉપર ક્ષુદ્ર પક્ષીઓનાં પાંજરા લટકાવ્યાં. તે પક્ષીએ એ ચાંચ તથા નખના પ્રહારો એટલા બધા કર્યા કે જેથી પ્રભુનુ` બધું શરીર તે પાંજરાએની જેવુ સેંકડો છિદ્રોવાળુ થઈ ગયું. તેમાં પણ પાકેલા પાંદડાની જેમ તે પકવણુ જ્યારે અસારતાને પામ્યા ત્યારે તે દુષ્ટ મહા ઉત્પાત કરનાર પ્રચંડ પવન ઉત્પન્ન કર્યા, મેોટા વૃક્ષોને તૃણુની જેમ આકાશમાં ઉછાળતો અને દિશાઓમાં પથરા અને કાંકરાઓને ફેંકતો તે પવન ચોતરફ પુષ્કળ રજ ઉડાડવા લાગ્યા. ધમણની જેમ અંતરીક્ષ અને ભૂમિને સર્વ તરફથી પૂરી દેતા તે પવને પ્રભુને ઉપાડી ઉપાડીને નીચે પછાડવા. તેવા ઉગ્ર પવનથી પણ જયારે તેનું ધાર્યું ... થયુ નહીં, ત્યારે દેવતામાં કલ`કરૂપ તે દુષ્ટે તત્કાળ વટાળીઓ વાયુ વિકા. પવ તોને પણ ભમાડવાને પરિપૂર્ણ પરાક્રમવાળા તે વટાળીઆએ ચક્રેપર રહેલા માટીના પિ'ડની જેમ પ્રભુને ભમાડયા. સમુદ્રમાંહેના આવની જેમ તે વટાળીઆએ પ્રભુને ઘણું ભમાડયા છતાં પણ એક તાનમાં રહેલા પ્રભુએ કિચિત્ પણ ધ્યાન છેાડયું નહીં, પછી તે સંગમને વિચાર થયા કે, ‘અહા ! આ વા જેવા કઠીન મનવાળા મુનિને મેં ઘણી રીતે હેરાન કર્યા, તો પણ તે જરા પણ ક્ષાભ પામ્યા નહિ, પણ હવે આવા ભગ્ન વાચાવાળા થઇને હુ ઇંદ્રની સભામાં કેમ જાઉ' ? માટે હવે તો તેના પ્રાણના નાશ કરવાથીજ તેનું ધ્યાન નાશ પામશે, તે સિવાય બીજે ઉપાય નથી.' આવેા વિચાર કરીને તે અધમ દેવે એક કાળચક્ર ઉત્પન્ન કર્યું. હજાર ભાર લાહથી ઘડેલુ' તે કાળચક્ર કૈલાસ પર્વતને જેમ રાવણે ઉપાડયેા હતો તેમ તે દેવે ઉપાડયું. પછી જાણે પૃથ્વીના સંપુટ કરવા માટે બીજો તેટલા પ્રમાણવાળા પુટ હોય તેવુ તે કાળચક્ર તેણે જોરવડે પ્રભુની ઉપર નાખ્યું. ઉછળતી જવાળાઓથી સર્વ દિશાઓને વિકરાળ કરતું તે ચક્ર સમુદ્રમાં વડવાનળની જેમ પ્રભુ ઉપર પડયુ. કુલપ°તોને પણ ચૂર્ણ કરવામાં સમ એવા એ ચક્રના પ્રહારથી પ્રભુ જાનુ સુધી પૃથ્વીમાં મગ્ન થઈ ગયા. આ પ્રમાણે થયા છતાં પણ ભગવત તેને મિષ્ટ દૃષ્ટિએ જોતા હતા તેથી જરૂર તે વિશ્વને તારવાને ઈચ્છનારા છે અને અમે સહસારના કારણે છીએ. જ્યારે આવા કાળચક્રથી પણ એ પંચત્વને પામ્યા નહી ત્યારે તો જરૂર તે અસ્રોને અગેાચર છે, તેથી હવે બીજો ઉપાય શે! રહ્યા ? હવે તો તે અનુકૂળ ઉપસગે^થી કઈ રીતે ક્ષેાભ પામે તેમ કરવું જોઇએ; આવી બુદ્ધિથી તે દેવ વિમાનમાં બેસી પ્રભુ આગળ આવીને ખેલ્યા કે હે મહર્ષિ ! તમારા ઉગ્ર તપથી, સત્વથી, પરાક્રમથી, પ્રાણની પણ ઉપેક્ષા કરવાથી અને આરસેલા કાર્યોના નિર્વાહ કરવાની ટેકથી હું તમારી ઉપર સ`તુષ્ટ થયા છું; માટે હવે આવા શરીરને કલેશ કરનારા તપથી સર્યું; તમારે જે જોઇએ તે માગી લ્યા. હું તમને શું આપું ? તમે જરા પણ શંકા રાખશે નહીં, કહેા તો જયનિત્યાં ઈચ્છામાત્ર કરવ થી બધા મનેારથ પૂરાય છે તેવા સ્વર્ગમાં આજ દેહથી તમને લઈ જાઉ' ? અથવા કહેા તો અનાદિ ભવથી સરૂઢ થયેલા સ^ કમેૌથી મુક્ત કરી એકાંત પરમાનદ્વવાળા મોક્ષમાં તમને લઈ જાઉં ? અથવા કહો તો બધા મ'ડલા ચુ
SR No.032707
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy