SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ४२ સર્ગ ૩ જે ત્યારે તમારે તત્કાળ ઘરનું દ્વાર ફેરવી નાખવું, કેમકે કદી પાછળથી તે જાણે તો પણ કોપથી તમારા ઘરને બાળી શકે નહીં.” સંતાનના અર્થવાળી તે સ્ત્રીએ ગોશાળ ભિક્ષા કરવા ગયો તે દિવસે જ બાળક આવેલ હોવાથી પૂર્વોક્ત રીતે ક્ષીર બનાવી, અને જ્યારે ગશાળે તેને ઘેર આવ્યા ત્યારે તેણીએ ભક્તિથી તે પાયસાન તેને આપ્યું. ગોશાળો તે જમીને પ્રભુની પાસે આવ્યો અને તે વાર્તા કહી બતાવી. સિદ્ધાર્થ ક્ષીર સબંધી જે મૂળ વાર્તા હતી તે કહી બતાવી, એટલે તત્કાળ ગોશાળે મુખમાં આંગળી નાંખીને વમન કર્યું. તેમાં બાળકના નખ વિગેરે ઝીણા અવયવે જોઈને તેને ઘણે ક્રોધ ચઢયે; તેથી તે પેલી સ્ત્રીનું ગૃહ શોધવા નીકળ્યો; પણ તેણીએ ગૃહનું દ્વાર ફેરવી નાખેલું હોવાથી ગવાળની જેમ ગોશાળે તેના ઘરને ઓળખી શકે નહીં. પછી ગોશાળે છે કે, જે મારા ગુરૂનું તપતેજ હોય તે આ બધે પ્રદેશ બળી જાઓ. સાન્નિધ્ય રહેલા વ્યંતરે એ વિચાર્યું કે, “પ્રભુનું માહાસ્ય અન્યથા ન થાઓ.” એમ વિચારી તેઓ એ તે બધે પ્રદેશ બાળી નાખે. ત્યાંથી વિહાર કરી પ્રભુ હરિ નામના ગામે ગયા, ત્યાં ગામની બહાર રહેલા હરિ વૃક્ષની નીચે પ્રતિમા ધરીને રહ્યા. તે વખતે પત્રની છાયારૂપ છત્રવાળી તેજ વૃક્ષની નીચે શ્રાવસ્તી નગરીએ જતો કઈ માટે સાથે ઉતર્યો. વાઘથી ભય પામેલાંની જેમ તે સાથે ટાઢથી ભય પામીને ત્યાં રાત્રે અગ્નિને પ્રજ્વલિત કર્યો. પછી પ્રાત:કાળે ઉઠીને સાથે ચાલતે થયે; પણ પ્રમાદથી તે અગ્નિને બુઝાવ્યું નહીં. તેથી તે અગ્નિ વ્યાધિની જેમ પ્રસરતે પ્રસરત સમુદ્રમાં વડવાનલની જેમ મહાવીર પ્રભુની પાસે આવ્યા. તે વખતે “ભગવન! આ અગ્નિ નજીક આવ્યો માટે અહીંથી નાશી જાઓ.” એમ બેલતે ગોશાળ તરત કાકપક્ષીની જેમ બીજે નાશી ગયો. પ્રભુએ તેનું વચન સાંભળ્યું હતું પણ કર્મરૂપ ઈધનને બાળવાને માટે ધ્યાનરૂપ અગ્નિની જેમ તે અગ્નિને પણ માનતા ત્યાં સ્થિર થઈને ઊભા રહ્યા. ' હેમંતના તુષાર (ઝાકળ)થી કમળના બે કેશની જેમ તે અગ્નિથી પ્રભુના ચરણ શ્યામ થઈ ગયા. અગ્નિ શાંત થયા પછી પ્રભુ ગોશાળા સહિત લાંગલ નામના ગામે ગયા. ત્યાં વાસુદેવના મંદિરમાં પ્રતિમા ધરીને રહ્યા. તે ગામના બાળકો ત્યાં કીડા કરતા હતા, તેઓને ગોશાળ પ્રેતની જેમ વિકૃતરૂપ કરીને ચિતરફથી બીવરાવવા લાગ્યું. તેના ભયથી કોઈના વસ્ત્રો પડી ગયા, કેદની નાસિકાઓ કુટી, કેઇ ચાલતા ચાલતા પડી ગયા. તેવી રીતે સર્વ બાળક ગામ તરફ નાશી ગયા; એટલે તે બાળકના પિતા ત્યાં આવ્યા, અને ગોશાળાને વિકૃત રૂપધારી જોઈને “અરે અમારા બાળકોને કેમ બીવરાવે છે? ” એમ કહી તેઓ તેને પુષ્કળ માર મારવા લાગ્યા. તે વખતે ગામના વૃદ્ધા ત્યાં આવ્યા, તેઓ પ્રભુને જોઈને બોલ્યા કે–“અરે ! મુર્ખ ! એને છોડી દે, એ તે આ દેવાર્યનિ સેવક છે એમ જણાય છે. તેઓ એ વૃદ્ધાના કહેવાથી તેને છોડી મૂક્યો, એટલે ગશાળે પ્રભુને કહ્યું હા , એ તે આ દેવાયને સેવક હોય કે “સ્વામી! અન્ય જન મને મારે છે, તે પણ તમે અદ્યાપિ મારી ઉપેક્ષા કેમ કરે છે ? તમે તે વજની જેવા નિષ્ઠુર જણાઓ છે !' સિદ્ધાર્થે કહ્યું કે, “તું જે માર ખાય છે, તે વ્યાધિની જેમ અંગમાંથી ઉઠેલા તારા સ્વભાવથી જ ખાય છે. પછી કાર્યોત્સર્ગ પારી ત્યાંથી વિહાર કરીને પ્રભુ આવર્ત નામના ગામે આવ્યા. ત્યાં બળદેવના મંદિરમાં પ્રતિમા ધરીને રહ્યા. ગોશાળા ત્યાં પણ પ્રથમની જેમ ગામના બાળકોને બીવરાવવા લાગ્યો. તે બાળકના પિતાએ ત્યાં આવીને દુર્મદ સાંઢીઆની જેમ તેને કુટી નાખ્યું. તેમના ગયા પછી ફરીવાર પણ તે બાળકને બીવડાવવા લાગ્યા. “પ્રાણીઓથી પ્રાણાંત સુધી પણ પ્રકૃતિ છોડાતી નથી.” કાધ પામી તે બાળકના પિતાએ ત્યાં આવી પરસ્પર કહેવા લાગ્યા કે,
SR No.032707
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy