SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ સગ ૩ જે બુદ્ધિથી આચાર્યને ગળેથી પકડીને શ્વાસ વગરના કરી દીધા, પણ તેઓ શુભ ધ્યાનથી ચલિત થયા નહીં. તે વેદનાને સહન કરતાં તેમને તત્કાળ અવધિજ્ઞાન ઉત્પન્ન થયું, અને મૃત્યુ પામી દેવલોકે ગયા. તે સ્થાનની નજીકમાં રહેલા વ્યંતરેએ પ્રાતઃકાળના પવનની જેમ તેમની ઉપર પુષ્પ વર્ષાવીને તેમને મહિમા કર્યો. અહીં ગોશાળાએ આકાશમાં વિજળીની પેઠે પ્રકાશતી દેવશ્રેણીને જોઈને પ્રભુને પૂછયું કે, “સ્વામી ! શું આ તમારા શત્રુઓને ઉપાશ્રય સળગી ઉઠ્યો? આ આકાશમાં જણાતા અત્યંત ઉદ્યોતથી મને એવું અનુમાન થાય છે. સિદ્ધાર્થે કહ્યું કે, “અરે એમ કહે નહીં, આ તે તે સૂરિ શુભ ધ્યાનથી સ્વર્ગે ગયા; કેમકે “શુભ ધ્યાન કામધેનુની જેમ સર્વ મનોરથ પૂરનારું છે. તેમને મહિમા કરવાને આ તેજોમય દેવતાઓ આવે છે, જેથી તારા જેવા અલ્પ બુદ્ધિવાળા માણસને અગ્નિની બ્રાંતિ ઉત્પન્ન થઈ.” કૌતુકથી તે જોવાને માટે ગોશાળ સત્વર ત્યાં ગયે; એટલામાં તે દેવતાઓ પિતાને સ્થાને ચાલ્યા ગયા, કેમકે એવા દુષ્ટને દેવ દર્શન ક્યાંથી હોય?” પણ ત્યાં પુષ્પ અને સુગંધી જળની વૃષ્ટિ જોઈને તે હર્ષ પામ્યો. પછી તેમના શિષ્યો જે ઉપાશ્રયમાં સુતા હતા, તેઓની પાસે જઈને તેણે આ પ્રમાણે કહ્યું કે, “અરે મુંડાઓ ! તમે દુષ્ટ શિષ્ય છો; કારણ કે દિવસે ઈચ્છા પ્રમાણે ભેજન કરીને આખી રાત્રિ અજગરની જેમ સુઈ રહો છો. તમે પણ જાણતા નથી કે, તમારા સૂરિ મૃત્યુ પામી ગયા. અહો ! ઉત્તમ કુળમાં જન્મ લેનારા તમારા જેવાને ગુરૂને વિષે પણ આટલે પ્રતિબંધ નથી?” પછી તે શિખે બેઠા થયા અને “આ પિશા ચની જેમ કેણ બોલે છે?” એમ ચિંતવન કરવા લાગ્યા. પછી તેઓ ઉપાશ્રયની બહાર આવ્યા. ત્યાં આચાર્યને મરણ પામેલા જાણી તેઓ કુલીન પુત્રની જેમ અત્યંત ખેદ પામીને ઘણીવાર સુધી પિતાના આત્માની નિંદા કરવા લાગ્યા. ગોશાળો પણ તેમને તિરસ્કાર કરી સ્વેચ્છાથી જેમ તેમ બેલત પ્રભુ પાસે આવ્યો. પ્રભુ ત્યાંથી વિહાર કરીને રાક ગામે આવ્યા. ત્યાં પરચક્રના ભયથી ચેરને શોધનારા આરક્ષક પુરૂએ ગોશાળા સહિત પ્રભુને કાસગે રહેલા જોયા. તેમને પૂછયું કે “તમે કોણ છો ?” પરંતુ મૌનપણાના અભિગ્રહવાળા પ્રભુ કાંઈ પણ બોલ્યા નહીં. મુનિઓ બધિર જેવાજ હોય છે. ઉત્તર ન મળવાથી તેમણે ધાર્યું કે, “જરૂર આ કોઈ હેરૂ છે, તેથી મૌન ધરીને રહેલ છે. આમ ધારીને તે ફર બુદ્ધિવાળા પુરુષએ ગોશાળા સહિત પ્રભુને પકડવા અને બંનેને ડાકિણીની જેમ બાંધીને કૂવામાં નાખ્યા અને વારંવાર ઘડાની જેમ ઉચા નીચા કરવા લાગ્યા. તે અવસરે સોમા અને જયતિ નામે ઉત્પલ નિમિત્તિઓની બે બહેને કે જેઓ પાર્શ્વનાથ પ્રભુની શિષ્યા (ઉત્તમ સાધ્વીઓ) થઈ હતી, તેઓ તે ગામમાં આવેલી હતી. તેમણે લોકોની પાસેથી સાંભળ્યું કે, “અમુક સ્વરૂપવાળા કોઈ બે પુરૂષને આરક્ષક લે કે કુવામાં રાખી ઉંચા નીચા કરીને પાણીમાં નાખવા કાઢવાવડે પડે છે. તે સાંભળી તેઓએ વિચાર્યું કે, “રેખે એ ચરમ તીર્થકર શ્રી મહાવીર સ્વામી હોય!” આવું ધારીને તેઓ તત્કાળ ત્યાં આવી, તે ત્યાં પ્રભુને તેવી સ્થિતિમાં જોયા. એટલે તેમણે આરક્ષકોને કહ્યું કે, “અરે મૂર્ખ ! તમે શું મરવાને ઈચ્છો છો? તમે શું આ સિદ્ધાર્થ રાજાના પુત્ર મહાવીર પ્રભુ છે એમ નથી જાણતા ? સા વીનાં આવાં વચન સાંભળીને તેઓએ ભય પામીને પ્રભુને મૂકી દીધા અને વારંવાર ખમાવવા લાગ્યા. પરંતુ “મહાન પુરૂષે કે૫ કરતા જ નથી, તેઓ તે પિતાને આત્મા રખે મલીન ન થાય એવી શંકાથી ક્ષમા જ કરે છે.”
SR No.032707
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy