SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૧૦ મું ૨૧૩ મારે સર્યુંકેમકે મુનિઓને મમતાળુમાં પણ મમત્વ રાખવું યુક્ત નથી.” આ પ્રમાણે શુભ ધ્યાન પરાયણ થતાં ગૌતમ મુનિ ક્ષપકશ્રેણીને પ્રાપ્ત થયા..તેથી તત્કાળ ઘાતિ કર્મને ક્ષય થતાં તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. પછી બાર વર્ષ સુધી પૃથ્વી પર વિહાર કરી, અને ભવ્ય પ્રાણીઓને પ્રતિબોધ આપી કેવળજ્ઞાનરૂપ અચળ સમૃદ્ધિથી પ્રભુની જેમ દેવતાઓ વડે પૂજાતા ગૌતમ મુનિ પ્રાંતે રાજગૃહી નગરીએ આવ્યા. ત્યાં એક માસનું અનશન કરી, ભોપગ્રહી કમે ખપામી, અક્ષય સુખવાળા મોક્ષપદને પ્રાપ્ત થયા. ગૌતમસ્વામી મોક્ષે ગયા પછી પાંચમાં ગણધર સુધર્માસ્વામીએ પંચમ જ્ઞાનને પ્રાપ્ત કરી ઘણા કાળ પર્યત પૃથ્વી ઉપર વિચારીને લોકેને ધર્મદેશના આપી. પ્રાંતે તેઓ પણ રાજગૃહી નગરીએ પધાર્યા અને પિતાના નિર્દોષ સંઘને જે બૂસ્વામીને સ્વાધીન કરી દીધું. પછી સુધર્મા ગણધર પણ તે જ નગરમાં અશેષર્મા (અષ્ટ) કર્મોને ખપાવી શું ધ્યાન ધ્યાતા છતા અતિ સુખવાળા સ્થાનને પ્રાપ્ત થયા. ત્યારપછી ચરમ કેવળી શ્રી જ બૂસ્વાએ પણ શ્રી વીર ભગવંતના શાસનમાં અગ્રમણી થઈને ઘણા વર્ષો સુધી ભવ્ય જિનેને ધર્મ સંબંધી ઉપદેશ કર્યો અને પ્રાંતે મોક્ષે ગયા. - કર્તા કહે છે કે–“લયમાં પણ સાત્વિક પુરૂષમાં પરમ શ્રેષ્ઠ એવા અને જેમણે સર્વ પાપને નાશ કર્યો છે એવા શ્રી મહાવીર જિનેશ્વરનું પૂર્વ જન્મથી માંડીને મોક્ષ પ્રાપ્તિ પર્યત સમસ્ત ચરિત્ર કહેવાને કણ સમર્થ થાય? તથાપિ પ્રવચનરૂપ સમુદ્રમાંથી લવ માત્ર ગ્રહણ કરીને મેં સ્વપર ઉપકારની ઈચ્છા વડે અહીં કિંચિત્ કીર્તાના કરી છે.” 989 888888888888888888888888888888888888 B इत्याचार्य श्री हेमचंद्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्ये दशमपर्वणि महावीरनिर्वाण-गौतम. सुधर्माजबूमोक्ष કામનાનો નામ , ત્રાડ સ છે. āg232353588 8888888888888888888888 BRI. समाप्तमिदं दशम पर्व.
SR No.032707
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy