SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૧૦ મું ૧૯૯ નગરીના રોધથી બહુજ દુ:ખી થઈ ગયા છીએ, તો હવે આમાંથી અમારે છુટકારે ક્યારે થશે ? જે આપ જાણતા હે તો બતાવે.” મુનિ બેલ્યા કે-“હે લેકે ! હું તે સારી રીતે જાણું છું. સાંભળે, જ્યાં સુધી આ નગરીમાં પેલો સ્તૂપ છે, ત્યાં સુધી નગરીનો રોધ મટશે નહીં, અને જ્યારે એ સ્તૂપ ભાંગી જશે ત્યારે સમુદ્રની વેલાની જેમ શત્રુનું સૈન્ય અકરમાત્ પાછું ખસી જશે. એટલે તે વાતની તમને ખાત્રી પણ થશે. હું ધારું છું કે-એ સ્તૂપ ઉખેડવાથી તમારી કુશળતા થાઓ; કારણ કે એ તેની પ્રતિષ્ઠા મહા નઠારા લગ્નમાં થઈ છે, તે જ તમને મુંઝવે છે. આ પ્રમાણે તે ધૂર્ત મુનિએ આપેલી બુદ્ધિથી ઠગાયેલા લોકેએ એ સ્તૂપને ભાંગવા માંડ્યા. સર્વ જન. દુ:ખથી પીડિત થતાં પ્રાયઃ અકૃત્ય હેય તે પણ કરે છે.” જ્યારે લે કે એ તે સ્તૂપ ભાંગવા માંડે ત્યારે માગધિકાપતિ મુનિએ કણિક પાસે જઈને તેને બે કેશ સુધી પાછો હઠા. તેથી લોકોએ કુળવાળુકે કહેલી વાતની પ્રતીતિ આવતાં કોપાયમાન થયેલાની જેમ કઠેરપણે તે સ્તૂપને કુર્મશિલા સુદ્ધાં ઉન્મેલન કરી દીધું. પછી કૃણિકે બાર વર્ષને અંતે બૈશાલીપુરીને ભગ્ન કરી નાખી; કારણ કે એ તૂપના પ્રભાવથી જ તે નગરીનો ભંગ થઈ શકતો નહોતો શૈશાળીનો ભંગ થવાથી ચંપા અને વૈશાળીના પતિ વચ્ચે થતું યુદ્ધ વિરામ પામ્યું. આ અવસર્પિણીમાં આવું મહાયુદ્ધ કયારે પણ થયું નથી. પછી ચંપાપતિએ શૈશાળી પતિને કહેવરાવ્યું કે- આર્ય ચેટક ! તમે પૂજ્ય છે, તેથી કહે. હું તમારું શું પ્રિય કરું ?” ચેટકે ખેદ પામી તેના ઉત્તરમાં કહેવરાવ્યું કે- હે રાજન ! તું વિજયના ઉત્સવમાં ઉત્સુક છું, તથાપિ જરા વિલંબથી નગરીમાં પ્રવેશ કરજે.” તે આવીને ચેટકનું વચન કહ્યું, એટલે બુદ્ધિ ક્ષીણ થયેલા ચેટકરાજાએ આમાં શું માગ્યું. એમ કહી કૃણિકે તે વચન સ્વીકાર્યું. સત્યકિ નામે એક ખેચર જે સુષ્ટાને પુત્ર અને ચેટકરાજાને ભાણેજ થતો હતો, તે તે સમયે ત્યાં આવ્યો. તેણે ચિત્તમાં વિચાર્યું કે, મારા માતામહની પ્રજાને શત્રુઓ લંટી લે છે. તે મારાથી શી રીતે જોઈ શકાય, માટે હ તેને કોઈ બીજે ઠેકાણે લઈ જઉ.” આ વિચાર કરીને તે આખી નગરીના લોકોને વિદ્યાના પ્રભાવે ઉપાડી પુષ્પમાળાની જેમ જાળવતો છતો નીલવાન પર્વત ઉપર લઈ ગયો. પછી ચેટકરાજાએ મૃત્યુની લહમી હોય તેવી લેઢાની પુતળીને ગળે બાંધી અનશન કરીને ઉંડા જળમાં પડતું મૂક્યું. તેમને ડુબી જતા જોઈ ધરણે તેને સાધમ જાણીને પિતાના ભુવનમાં લઈ ગયે. “આયુષ્ય પૂરું થયા વગર મૃત્યુ થતું નથી.” ધરણે પ્રશંસા કરતા અને ધર્મધ્યાનમાં તત્પર એવા મોટા મનવાળા ચેટકરાજા પૂર્વે રણમાં રહેલા હતા તેમ મૃત્યુથી નિર્ભય થઈને ત્યાં રહ્યા. તે ચતુરે અહંન, સિદ્ધ, સાધુ અને ધર્મ કે જે ચારે મંગળરૂપ અને લોકોત્તમ છે તેમનું સ્મરણ કર્યું. તે આ પ્રમાણે-“જીવ અજીવ વિગેરે તના ઉપદેશક, પરમેશ્વર, બધિદાયક અને સ્વયં બુદ્ધ એવા અહંતનું મારે શરણ હે ધ્યાનરૂપ અગ્નિથી કર્મોને દગ્ધ કરનાર, તેજરૂપ, અનધર અને અનંત કેવળજ્ઞાનવાળા ભગવંતનું મારે શરણ છે. નિરીહ, નિરહંકાર, નિર્મમ, સમાન ચિત્તવાળા, મહાવ્રતને ઘરનારા અને ધીર સાધુઓનું મારે શરણ છે. અહિંસા સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ યમવાળા કેવળી પ્રરૂપિત ઉત્કૃષ્ટ ધર્મનું મારે શરણ હે. મેં સેંકડો જન્મમાં પ્રાણીઓના જે કાંઈ મન વચન કાયાએ અપરાધ કર્યા હોય તેને હું મન વચન કાયાથી નિંદું , દ્વાદશ પ્રકારનો ગૃહીધર્મ પાળતાં મને જે કાંઈ અતિચાર લાગ્યા હોય તે સર્વને હું સિરાવું છું. કેધ, માન, માયા અને લેભથી પરાભવ પામેલા મેં જે કાંઈ અહિંસાદિ પાપકર્મ કર્યું હોય તેને ધિક્કાર છે, અર્થાત્ તેનો હું મિચ્છામિ દુકકડ દઉં છું.” આવી રીતે આરાધના કરી નમસ્કાર મંત્રના સમરણમાં
SR No.032707
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy