SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૩ પર્વ ૧૦ મું એવું નામ પાડયું. પાંચ ધાત્રીઓએ પહેરેલા હારને પૃથ્વી પર લટાવતા છતા પ્રભુને વારંવાર પ્રણામ કર્યો. પાલન કરો તો તે પુત્ર અનુક્રમે મોટો થયો. કાંઈક ઉણા આઠ વર્ષનો છે ત્યારે તેના પિતાએ નિશાળે મૂકીને તેને બધી કળાએ ભણાવી, અનુક્રમે યુવતિજનને વલ્લભ એ શાલિભદ્ર યૌવન વયને પ્રાપ્ત થતાં નવીન પ્રઘનની જેવા સમાન વયના મિત્રોની સાથે રમવા લાગ્યું. તે નગરના શ્રેષ્ઠીઓએ પિતાની બત્રીશ કન્યાઓ શાલિભદ્રને આપવાને માટે ગભદ્ર શેઠને વિજ્ઞપ્તિ કરી. ગભદ્રશેઠે હર્ષ પામી તેને સ્વીકાર કર્યો અને સર્વ લક્ષણસંપૂર્ણ બત્રીશ કન્યાઓ શાલિભદ્રને પરણાવી. પછી વિમાનની જેવા રમણિય પિતાના મંદિરમાં સ્ત્રીઓની સાથે શાલિભદ્ર વિલાસ કરવા લાગ્યા. તે એવા આનંદમાં મગ્ન થતો હતો કે રાત્રિ કે દિવસને પણ જાણતો નહોતા. માતાપિતા તેને ભેગસામગ્રી પૂરી પાડતા બેતા અન્યદો ગેભદ્ર શેઠે શ્રી વીરપ્રભુની પાસે દીક્ષા લીધી, અને વિધિપૂર્વક અનશન કરીને તે દેવલે કે ગયા. ત્યાંથી અવધિજ્ઞાનવડે પોતાના પુત્ર શાલિભદ્રને જોઈ તેના પુણ્યથી વશ થઈને તે પુત્રવાત્સલ્યમાં તત્પર થયા અને કલ્પવૃક્ષની જેમ સ્ત્રી સહિત તેને પ્રતિદિન દિવ્ય વસ્ત્ર અને નેપથ્ય વિગેરે પૂરવા લાગ્યા. અહીં પુરૂષને લાયક જે જે કાર્ય હોય તે ભદ્રા કરતી હતી અને શાલિભદ્ર તો પૂર્વદાનના પ્રભાવથી કેવળ ભેગોને જ ભોગવતો હતો. અન્યદા કોઈ પરદેશી વ્યાપારી રત્નકંબળ લઈને શ્રેણિકરાજાની પાસે વેચવા આવ્યા, પરંતુ તેની કિંમત બહુ વિશેષ હોવાથી શ્રેણિકે તે ખરીદ્યા નહીં, એટલે તેઓ ફરતા ફરતા શાલિભદ્રને ઘેર ગયા. ત્યાં ભદ્રાએ મેં માથું મૂલ્ય આપીને તે સર્વે ખરીદી લીધા. એવામાં ચેલુણાએ તેજ દિવસે શ્રેણિકને કહ્યું કે, “મારે યે ... એક રત્નકંબળ લાવી આપે.” એટલે શ્રેણિકે એક રત્નકંબળ ખરીદવાને માટે તે વ્યાપારીને બોલાવ્યા. તેઓએ કહ્યું કે, રત્નકંબળે તે ભદ્રાએ ખરીદી લીધા છે.” પછી શ્રેણિક રાજાએ એક ચતુર પુરુષને મૂલ્યાં આપીને રત્નકંબલ લેવા સારૂ ભદ્રાની પાસે મોકલ્યોતેને આવીને રત્નકંબળ માગ્યું, એટલે ભદ્રા બેલી કે, “શાલિભદ્રની સ્ત્રીઓને પગ લુવાને માટે તે રત્નકંબળના કડક કરીને મેં આપી દીધા છે, તેથી જે જીર્ણરત્નકંબલોથી કાર્ય હોય તે રાજા શ્રેણિકને પૂછીને આ અને લઈ જાઓ.” ચતુર પુરૂષે એ વૃત્તાંત રાજાને કહ્યો, તે સાંભળી ચેલણ રાણી બોલી કે “જુઓ ! તમારામાં ને એ વણિકમાં પીતળ અને સુવર્ણના જેટલું અંતર છે. પછી રાજાએ કૌતુકથી તેજ પુરૂષને મોકલી શાલિભદ્રને પોતાની પાસે બોલાવ્યો. ત્યારે ભદ્રાએ રાજા પાસે આવીને કહ્યું કે-“મારો પુત્ર કદિ પણ ઘરની બહાર નીકળતો નથી, માટે આપ મારે ઘેર પધારવાની કૃપા કરો.” શ્રેણિકે કૌતુકથી તેમ કરવાને કબુલ કર્યું. એટલે ક્ષણવાર પછી આવવાનું કહી ભદ્રા ઘેર ગઈ અને તેટલા વખતમાં વિચિત્ર વસ્ત્ર અને માણિજ્યાદિ વડે રાજમાર્ગની શોભા રાજમહેલથી તે પિતાના ઘર સુધી અતિ સુંદર કરાવી. પછી તેણી એ કહેવરાવવાથી દેવતાની જેમ ક્ષણમાં તૈયાર કરેલી માગની શોભાને જે જેતે શ્રેણિક રાજા શાલિભદ્રને ઘેર આવ્યા. જ્યાં સુવર્ણના સ્તંભ ઉપર ઈદ્રનીલમણિના તોરણે ઝુલતા હતા, દ્વારની ભૂમિ ઉપર મોતીનાં સાથીઆની શ્રેણીઓ કરેલી હતી, સ્થાને સ્થાને દિવ્ય વસ્ત્રના ચંદરવા બાંધ્યા હતા અને આખું ઘર સુગંધી દ્રવ્યથી ધૂપિત થયેલું હતું. તે સર્વ જેવાથી થયેલા વિસ્મયવડે વિકસિત નેત્ર કરતા રાજાએ ગૃહમાં પ્રવેશ કર્યો; અને ચોથામાળ સુધી ચડી સુશોભિત સિંહાસનને અલંકૃત કર્યું. પછી ભદ્રાએ સાતમી ભૂમિકા (માળ) ઉપર રહેલા શાલિભદ્ર પાસે જઈને કહ્યું કે, “પુત્ર! શ્રેણિક અહીં આવેલ છે, તો ૨૦.
SR No.032707
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy