SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ સર્ચ ૧૦ મા પાંચ મુષ્ટિવડે મસ્તક ઉપરના કેશને ખે...ચી કાઢયા. વિસ્મયથી વિકસિત નેત્રે ઇ'દ્રના જોતાં જોતાંમાં તેણે ગણધરની પાસે આવીને તિલિંગ ગ્રહણ કર્યું. પછી અપૂર્વ ઉત્સાહ અને સાહસવાળા તે દશાણુ ભદ્ર મુનિએ પ્રભુને પ્રદક્ષિણાપૂર્વક વંદના કરી. તે વખતે ઇન્દ્રે તેમની પાસે આવીને કહ્યું કે ‘અહે। મહાત્મન્ ! તમારૂ આ કોઈ મહાન પરાક્રમ છે કે જેથી તમે મને પણ જીતી લીધા છે, તેા પછી બીજાની શી વાત કરવી ?’ આ પ્રમાણે કહી ઈંદ્ર તેમને નમસ્કાર કરી પેાતાને સ્થાનકે ગયા. દશા ભદ્ર મુનિ સારી રીતે વ્રતનું પ્રતિપાલન કરવા લાગ્યા, અને શ્રી વીરપ્રભુએ ભવ્યજનના ઉપકારને માટે ત્યાંથી ખીજા નગર વિગેરે સ્થાનમાં વિહાર કર્યા. રાજગૃહ નગરની નજીક શાળિ નામે ગ્રામમાં કોઇ ધન્યા નામની સ્ત્રી આવીને રહી હતી. તેનેા બધે વંશ ઉચ્છેક થઇ ગયા હતા. માત્ર સંગમક નામના એક પુત્ર રહ્યો હતો, તેને તે સાથે લાવી હતી. કેમકે ગમે તેવા દુ:ખમાં પણ પેાતાના ઉદરથી થયેલું સંતાન છેડી દેવુ અશકય છે.’” તે સ`ગમક ત્યાં રહ્યો તો નગરજનેાના વાછરડા ચારતો હતા. “ગરીબ છેકરાને આવી મૃદુ આજીવિકા ઘટિત છે.” એક વખતે કોઈ પર્વોત્સવના દિવસ આવ્યા, તે સમયે ઘેર ઘેર પાયસાનના ભેજન થતાં સગમકના જોવામાં આવ્યાં, તેથી તે મુગ્ધ બાળકે ઘેર જઈ પેાતાની ટ્વીન માતા પાસે પાયસાનની માગણી કરી, તે બેલી ‘પુત્ર ! હું દરી છું, મારી પાસે પ:ચસાન્ન કયાંથી હોય ?' જ્યારે અજ્ઞતાથી બાળકે વારંવાર તેવી માગણી કર્યા કરી ત્યારે ધન્યા પેતાના પૂર્વ શૈભવને સ ંભારતી તાર સ્વરે રૂદન કરવા લાગી. તેના રૂદન દુ:ખથી જેમનુ હૃદય વીધાયુ છે એવી તેની પાડોશાએ તેની પાસે આવી તેના દુઃખનું કારણ પૂછ્યું, એટલે ધન્યાએ ગદ્ગદ્ સ્વરે તેમને પોતાના દુ:ખનું કારણુ કહ્યું. પછી તે બધીએ મળીને તેને દુધ વિગેરે લાવી આપ્યુ, એટલે તેણીએ ક્ષીર રાંધી, અને એક થાળમાં કાઢી પેાતાના પુત્રને આપીને પોતે કોઇ ગૃહકાય માં પડી. એ સમયે કોઈ માસક્ષપણધારી મુનિ પારણાને માટે અને સ`ગમકને ભવસાગરથી તારવાને માટે ત્યાં આવી ચડયા. તેમને જોતાં જ સગમક વિચાર કરવા લાગ્યા કે, ‘આ સચેતન ચિંતામણિ રત્ન, જગમ કલ્પવૃક્ષ અને અપશુ કામધેનુ રૂપ મુનિમહારાજ મારા ભાગ્યથી આ વખતે આવી ચડયા તે ખડુજ સારૂં થયું, નહીં તો મારા જેવા ગરીબને આવા ઉત્તમ પાત્રને યાગ કથાંથી થાય ? મારા કોઈ ભાગ્યના યેાગે આજે ચિત્ત, વિત્ત અને પાત્ર એ ત્રિવેણીના સંગમ થયા છે' આ પ્રમાણે વિચાર કરી તેણે થાળમાં રહેલી બધી ક્ષીર મુનિને વહેારાવી દીધી. દયાળુ મુનિએ તેના અનુગ્રહને માટે ગ્રહણુ પણ કરી. મુનિ ઘરની બહાર નીકળ્યા એટલે ધન્યા ત્યાં આવી, અને થાળમાં ક્ષીર ન દેખાવાથી પાતે આપેલી ક્ષીર પુત્ર ખાઈ ગયા હશે' એવુ ધારી તેણે ફરીથી બીજી આપી. તે ક્ષીર સંગમકે અતૃપ્તપણે કંઠ સુધી ખાધી, જેથી તેના અજીર્ણ વડે તેજ રાત્રે પેલા મુનિને સ`ભારત સંગમક મરણ પામ્યા. મુનિદાનના પ્રભાવથી સંગમકને! જીવ રાજગૃહી નગરીમાં ગાભદ્ર શેઠની ભદ્રા નામની સ્ત્રીના ઉદરમાં અવતર્યા. ભદ્રાએ સ્વપ્નમાં પાકેલું શાળીક્ષેત્ર જોયું. તેણીએ તે વાર્તા પતિને કહી, એટલે પતિએ ‘પુત્ર થશે’ એમ કહ્યું, પછી ‘હુ' દાનધમ વિગેરે સુકૃત્યા કરૂ' એવે ભદ્રાને દોહદ થયા. ભદ્ર બુદ્ધિવાળા ગાભદ્ર શેઠે તે દાદ પૂર્ણ કર્યો. સમય પૂર્ણ થતાં વિગિરિની ભૂમિ જેમ રત્નને જન્મ આપે તેમ ભદ્રાએ દિશાઓના મુખને ઉદ્યોત કરનારા પુત્રરત્નને જન્મ આપ્યા. જોયેલા સ્વપ્નને અનુસારે માતાપિતાએ શુભ દિવસે તેનુ શાળિભદ્ર
SR No.032707
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy