SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૧૦ મું ૧૩૩ એટલે પ્રભુ બોલ્યા કે-હે ગૌતમ ! જે અવસાન કાળે પણ પિતાના દુષ્ટ કૃત્યની નિંદા કરે છે, તેને દેવપણુ દૂર નથી. ગોશાળે પણ તેવી રીતે કર્યું હતું. ગૌતમે ફરીથી પૂછયું, “હે સ્વામી !તે અમૃત દેવલોકમાંથી ચવીને ક્યાં ઉત્પન્ન થશે અને ક્યારે સિદ્ધિને પામશે?” પ્રભુ બોલ્યા-“આ જંબુદ્વિીપના ભરતક્ષેત્રમાં પંદ્રદેશમાં શતદ્વાર નામે એક મહાનું નગર છે, તેમાં સંકુચિ નામના રાજાની ભદ્રા નામની રાણીથી ગોશાળાને જીવ મહાપદ્મ નામે પુત્રપણે ઉત્પન્ન થશે. તે મહટે રાજા થશે. પૂર્ણભદ્ર અને માણિભદ્ર નામે બે ઉત્તમ યક્ષે તેનું સેનાપતિપાગુ કરશે. તેથી પ્રજા ભાગ્યના નિધિ સમાન એ રાજાનું દેવસેન એવું બીજ ગુણ પ્રમાણે નામ પાડશે. તે અદ્દભુત તેજસ્વીને ચક્રવત્તીની જેમ એક વેતવણું અને ચાર દાંતવાળ બીજા ઐરાવત જે હસ્તી પ્રાપ્ત થશે. તેની પર આરૂઢ થયેલા તે રાજાને જોઈને હર્ષ પામેલા લેકે વિમલવાહન એવું તેનું ત્રીજું નામ પણ પાડશે. અન્યદા તેને પૂર્વ ભવના અભ્યાસથી મુનિ ઉપરના શ્રેષ્ય કર્મ વડે મુનિઓ પર અત્યંત દુષ્ટ બુદ્ધિ ઉત્પન્ન થશે. કોઈપણ મુનિને જેતાં કે સાંભળતાં જ તે નિંદા, તાડન, બંધન, હલકું અને છેવટે હણવા વિગેરેથી તેમને પીડા કરવા લાગશે. પછી નગરના લોકો અને મંત્રીઓ તેને વિજ્ઞપ્તિ કરશે કે, “રાજાઓએ તે દુષ્ટનો નિગ્રહ અને સાધુજનનું પાલન કરવું જોઈએ. માટે હે સ્વામી ! આ નિ ભિક્ષુક અને તપસ્વી સાધુઓની તે આપ રક્ષા કરે, અને કદિ જે રક્ષા ન કરે તે ભલે પણ તેઓને નિગ્રહ શા માટે કરો છો ? કદાપિ કોઈ નિરપરાધી મુનિ તાડન કરવાથી કોપ કરશે તે તે પિતાના તેજથી તમને તેમજ તમારા દેશને પણ બાળી નાખશે.” આ પ્રમાણેનાં તેમનાં વચનો તે માનશે નહીં. એક વખત તે રથમાં બેસી ઉદ્યાનમાં કીડા કરવાને જશે, ત્યાં ત્રણ જ્ઞાનના ધારક અને જેને તેલેસ્યા સિદ્ધ થયેલી છે એવા સુમંગળ નામે મુનિ કાસગે રહીને આતાપના કરતા તેને જોવામાં આવશે. એટલે સાધુના દર્શન માત્રથી જ વિરૂદ્ધ થયેલ તે રાજા નિ:કારણ કોલ કરીને રથના અગ્ર ભાગથી તે મુનિને પાડી નાખ તે મુનિ પાછા ઊભા થઈને કાર્યોત્સર્ગ કરશે, પાછો તે રાજા તેને ફરીવાર પૃથ્વી પર પાડી નાંખશે, ફરીવાર પાછા મુનિ કાર્યોત્સર્ગ ધારણ કરશે, પછી અવધિજ્ઞાનવડે જોઈને તે રાજાને આ પ્રમાણે કહેશે-અરે મૂઢ ! તું દેવસેન નથી અને વિમલવાહન પણ નથી, પણ તુ તે મંખલિને પુત્ર ગોશાળે છું, તે સંભાર. તે ભવમાં તારા ધર્મગુરૂ છેલ્લા તીર્થકર વીરપ્રભુની અત્યંત આશાતના કરી હતી અને તેમના બે શિષ્યોને મદેન્મત્ત થઈને બાળી નાંખ્યા હતા, પણ તેમણે તે બધું સહન કર્યું હતું, પરંતુ હું સહન કરીશ નહીં. જે હવે ફરીવાર કાંઈપણ કરીશ તે જરૂર હું તને ક્ષણવારમાં દહન કરી નાખીશ.” તેના આવા વચનથી ઘીના સિંચનથી અગ્નિની જેમ અધિક પ્રદિપ્ત થયેલે મહાપ ત્રીજીવાર પણ તે સુમંગળમુનિને પાડી નાખશે. એટલે તે મુનિ સાત આઠ પગલાં તેની સામાં ભરીને તેજલેશ્યાવડે તે મહાપદ્મને રથ, ઘોડા અને સારથી સહિત બાળી નાખશે. પછી તે કર્મની આલોચના કરી ચિરકાળ ત્રત પાળી અંતે એક માસનું અણસણ કરીને મુનિ સર્વાર્થસિદ્ધ વિમાને જશે. ત્યાં તેત્રીશ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ દીક્ષા લઈને મોક્ષ પ્રત્યે પામશે. મહાપ દગ્ધ થઈને સાતમી નરકે જશે. પછી અનુક્રમે સાતે નરકમાં બેવાર ઉત્પન્ન થશે; પછી બધી તિર્યંચ જાતિઓમાં વારંવાર ઉત્પન્ન થશે અને દરેક ભવમાં શસ્ત્રથી અથવા દાહથી પીડિત થઈને મૃત્યુ પામશે. એવી રીતે અનંતકાળ પર્યત દુઃખદાયક ભવભ્રમણ કરીને તે રાજગૃહ નગરની બહાર વેશ્યા થશે; ત્યાં સુખે સુતેલી તે વેશ્યાને કઈ તેના આભૂષણમાં લુબ્ધ થયેલ કામી પુરૂષ મારી નાખશે. ફરીવાર પણ તે નગરની અંદર વેશ્યાપણે ઉત્પન્ન થઈ મૃત્યુ પામશે. પછી વિધ્યગિરિના
SR No.032707
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy