SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ સગ ૮ મા સંશય છે. તે સાંભળ-વાંસના મૂળ જેવી તૃણુગોપાલિકાની આકૃતિ જાણવી.' આ પ્રમાણે ઉત્તર સાંભળી તે પુત્રાલ હ પામ્યા છતા પોતાને સ્થાનકે ગયા. અન્યદા ગાશાળે સાવધાન થઇ પાતાના અવસાન સમયને જાણી પેાતાના શિષ્યાને આદરપૂર્વક બોલાવી આ પ્રમાણે કહ્યું કે—“હે શિષ્યા ! મારા મરણ પામ્યા પછી મારા મૃત શરીરને સુગધી જળથી સ્નાન કરાવી, સુગ ંધી વિલેપન કરો, પછી તેની ઉપર ઉત્કૃષ્ટ વસ્ર વી ટાળજો, પછી દિવ્ય આભૂષણાથી શણગારી તેને સહસ્ર પુરૂષોએ વાદ્ય એવી શિખિકામાં એસાડી ઉત્સવ સહિત બહાર કાઢો, અને તે વખતે ‘આ ગાશાળક ચાલતી અવસર્પિણીના ચાવીશમા તીર્થંકર માક્ષે ગયેલ છે' એવી ઉંચે સ્વરે આખા નગરમાં આઘાષણા કરાવજો,’’ તેઓએ તેમ કરવાને સ્વીકાર્યુ. પછી સાતમે દિવસે ગેાશાળાનુ` હૃદય ખરેખરૂ' શુદ્ધ થયું', તેથી તેણે અત્યંત પશ્ચાત્તાપ કરવા માંડયો. “અહા ! હુ કેવાપાપી ! કેવા દુતિ ! મે* મારા ધર્મગુરૂ શ્રી વીર અર્હંત પ્રભુની મન વચન કાયાથી અત્યંત આશાતના કરી. મે સર્વ ઠેકાણે મારા આત્માને મિથ્યા સજ્ઞ કહેવરાવ્યા અને સત્ય જેવા જણાતા મિથ્યા ઉપદેશવડે સર્વ લેાકેાને છેતયાં; અરે મને ધિક્કાર છે, મેં ગુરૂના બે ઉત્તમ શિષ્યાને તેજોલેશ્યાવડે ખાળી નાખ્યા; વળી છેવટે મારા આત્માનું દહન કરવા માટે મે' પ્રભુની ઉપર પણ તેોલેશ્યા મૂકી. મને ધિક્કાર છે ! અરે ! ઘેાડા દિવસને માટે ઘણા કાળ સુધી નરકાવાસમાં નિવાસ થાય તેવુ અકાય મે· આચયુ. વળી કેવળ મે મારા આત્માનેજ નરકના અતિથિ કર્યા નથી પણુ અસત્ મા ના ઉપદેશથી આ બધા લોકોના આત્માને પણ નરકના અતિથિ કર્યા છે. ભવતુ ! હવે આટલેથીજ સયુ, હવે તો લેાકા પાછા સન્માર્ગે ચાલેા.” આવા વિચાર કરી તેણે પોતાના સર્વ શિષ્યાને ખેલાવીને કહ્યું કે, “હે શિષ્યા ! સાંભળેા, હું અંત નથી તેમ કેવળી પણ નથી, હું તેા મખલિના પુત્ર અને શ્રી વીરપ્રભુના શિષ્ય ગોશાળા છુ. આશ્રયને જ ભક્ષણ કરનાર અગ્નિની જેમ હું ગુરૂના પ્રત્યેનીક થયા છુ.. મેં આટલા કાળ સુધી દંભથી મારા આત્માને અને લેાકાને ઠગ્યા છે. મારી પાતાની તેજોલેશ્યાથીજ દહન થયા છતા હું છદ્મસ્થપણે જ મૃત્યુ પામીશ. માટે મારા મરણ પામ્યા પછી મારા મૃત શરીરના ચરણને રજજુથી ખાંધી મને આખા નગરમાં ઘસડજો, મરેલા શ્વાનની જેમ મને ખેંચતાં મારા મુખ ઉપર થુંકો અને આખી નગરીમાં ચૌટા, ત્રિક, ચાક અને શેરીએ શેરીએ એવી આઘેષણા કરજો કે, લેાકેાને 'ભથી ઠગનાર, મુનિના ઘાત કરનાર, જિન નહી તેવા (છદ્મસ્થ), દોષનુંજ નિધાન, ગુરૂના દ્રોહી અને ગુરૂના જ વિનાશ ઇચ્છનાર મલિના પુત્ર આ ગેાશાળા છે, તે જિન નથી, જિનેશ્વર તેા ભગવાન, સજ્ઞ, કરૂણાનિધિ, હિતેાપદેષ્ટા શ્રી વીરપ્રભુ છે. આ ગોશાળા વૃથા માની છે.” આ પ્રમાણે કરવાના સોગન આપી ગેાશાળા અત્યંત વ્યથાથી પીડાતા છતો મૃત્યુ પામ્યા. એટલે તેના શિષ્ય એ લજ્જાથી તે કુલાલ (કુંભાર) ની શાળાના દ્વાર બંધ કરી સાગનથી મુક્ત થવાને માટે અદર શ્રાવસ્તિ ચીત્રી ગેાશાળાના શબને તેમાંથી તેણે કહેલી આઘાષણા કરવા પૂર્વક ઘસડયુ.... પછી તે શિષ્યાએ ગાશાળાના કલેવરને મકાનની બહાર કાઢયુ' એટલે તેના ઉપાસકાએ માટી સમૃદ્ધિથી તેને અગ્નિસ સ્કાર મહેાત્સવ કર્યા, શ્રી વીરપ્રભુ ત્યાંથી વિહાર કરી મેઢક ગામે આવ્યા. ત્યાં કાક નામના ચૈત્યમાં સમેાસર્યા. ત્યાં ગૌતમે પ્રભુને પૂછયુ કે, સ્વામી ! ગાશાળા કઇ ગતિને પામ્યા ?” પ્રભુ ખેલ્યા કે–‘અચ્યુત દેવલાકમાં ગયા.' ગૌતમે ફરીવાર પૂછ્યું કે-‘મહારાજ ! એવા ઉન્માગી અને અકાર્ય કરનાર કુરાત્મા ગાશાળા દેવતા કેમ થયા ? એમાં મને માટુ' આશ્ચર્ય થાય છે.’
SR No.032707
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy