SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ સ ૮ મા તે તો ધર્મ ધ્યાનથી મૃત્યુ પામીને દેવગતિમાં ઉત્પન્ન થયેલા છે. તેનું શરીર ઉપસગ અને પરિષહા સહન કરવામાં સમર્થ જાણી મારૂ શરીર છેાડી દઇને હું તેમાં પેડા છુ, મારૂ નામ તો ઉદાય નામે મુનિ છે. તેથી મને જાણ્યા વગર આ મ‘ખલિના પુત્ર ગૌશાળા મારા શિષ્ય છે' એવુ કેમ કહે છે ? તું કાંઈ મારા ગુરૂ નથી.” પ્રભુ બોલ્યા કે-“ગાશાળા ! જેમ કોઇ અલ્પ બુદ્ધિવાળા ચાર પેાલીસથી પકડાય ત્યારે કાઈ ખાડાનું કે દુ વનનુ ઢાંકણુ નહી' મળવાથી તે ઉન, શણુ, રૂ કે ઘાસથી પેાતાના શરીરને ઢાંકી પેાતાની જાતને ગુપ્ત થયેલી માને, તેમ તું પણ ‘હું ગોશાળા નથી' એવું ખેાલી તારી જાતને ઢાંકવા માગે છે, પણ તું શા માટે અસત્ય ખેલે છે ? તુ તેજ છે, ખીજે નથી.” પ્રભુનાં આવાં વચન સાંભળી ગાશાળા ક્રોધ કરીને ખેલ્યા કે–“અરે કાશ્યપ ! આજે તું ભ્રષ્ટ થઈ જઈશ, નષ્ટ થઈ જઈશ, નાશ પામી જઇશ.” આવાં તેનાં વચન સાંભળી પ્રભુના શિષ્ય સર્વાનુભુતિમુનિ પ્રભુ ઉપરના અત્યંત રાગથી તે સહન કરી શકળ્યા નહિ, તેથી તે ગાશાળા પ્રત્યે ખાલી ઉઠયા કે, “અરે ગોશાળા ! આ ગુરૂએ તને દીક્ષા આપી છે અને તેમણે જ શિક્ષા પણ આપી છે, તે છતાં તું કેમ તેના નિદ્ભવ કરે છે ? તુ જ ગોશાળા છું.” તે સાંભળતાં જ કાપાયમાન થઇને ગેાશાળે દિવિષસપ દૃષ્ટિરૂપ જવાળા મૂકે તેમ તે સર્વાનુભૂતિ મુનિ ઉપર તેજોલેશ્યા મૂકી. મહાશય સર્વાનુભૂતિ ગેાશાળાની તેજોલેશ્યાથી દ્રુગ્ધ થઇ શુભ ધ્યાને મરણ પામીને સહસ્રાર દેવલાકમાં દેવતા થયા. પેાતાની લેગ્યાની શક્તિથી ગવ પામેલા ગાશાળા પછી વાર વાર ભગવ ́તની નિર્ભત્સ ના કરવા લાગ્યા; એટલે બીજા સુનક્ષત્ર નામે ભક્તિમાન શિષ્યે પ્રભુની નિંદા કરનાર તે ગોશાળાને સર્વાનુભૂતિની જેમ ઘણાં શિક્ષાનાં વચના કહ્યાં. તેથી ગેાશાળે તેમની ઉપર પણ તેોલેશ્યા મૂકી, એટલે તેમનું શરીર પણ ખળવા લાગ્યું. તત્કાળ તે મુનિએ પ્રભુને પ્રદક્ષિણા કરીને ફરીવાર વ્રત લઈ, આલાચનાપ્રતિક્રમણ કરી, બધા મુનિઓને ખમાવ્યા, અને મૃત્યુ પામીને અશ્રુત કલ્પમાં દેવતા થયા. ગાશાળા પાતાને વિજયી માનતો છતો પ્રભુને કઠોર વચનેાવડે આાશ કરવા લાગ્યા. તથાપિ એકાંત દયાળુ પ્રભુ ખેલ્યા કે–‘અરે ગેાશાળા ! મેં તને દીક્ષા અને શિક્ષા આપીને શ્રુતનુ ભાજન કર્યા, તથાપિ તું મારાજ અવર્ણવાદ ખાલે છે તો તારી બુદ્ધિ કેમ ફરી ગઈ છે !’ પ્રભુનાં આવાં વચનથી અતિ કોપ પામેલા ગાશાળાએ કાંઇક નજીક આવીને પ્રભુની ઉપર પણ તેજોલેશ્યા મૂકી; પર`તુ તે તેજોલેશ્યા પર્વત ઉપર મહાવાયુની જેમ પ્રભુની ઉપર અસમર્થ થઈ અને તેણે ભક્તિથી પ્રભુને પ્રદક્ષિણા કરી. તે તેજોલેશ્યાથી કાંઠા ઉપરના ઘાસમાં ઉત્પન્ન થયેલા દાવાનળથી નદીનું જળ જેમ તપે તેમ માત્ર પ્રભુના અંગમાં સંતાપ ઉત્પન્ન થયા; પછી આ દુષ્ટે મને અકાર્ય કરવાને પ્રેરી’ એવા ક્રેધથી તે તેજોલેશ્યાએ પાછી ફરીને છળથી ગોશાળાનાજ શરીરમાં પ્રવેશ કર્યા. તેનાથી અંદર દહન થતા છતાં પણ ગેાશાળે ધી થઈને ઉદ્ધૃતપણે પ્રભુને આ પ્રમાણે કહ્યું કે, “અરે કાશ્યપ ! મારી તેજોલેશ્યાથી અત્યારે તુ* ખચી ગયા છે, તેા પણ તેનાથી થયેલા ચિત્તજવરથી પીડિત થઈને આજથી છ માસને અંતે તુ' છદ્મસ્થપણામાંજ મરણ પામીશ.” પ્રભુ મેલ્યા “અરે ગોશાળા ! તારો એ આગ્રહ વૃથા છે, કારણ કે હુ તો હજુ બીજા સેાળ વર્ષ સુધી કેવળીપણે જ વિહાર કરીશ, પણ તું આજથી સાતમે દિવસે તારી જ તેોલેશ્યાથી થયેલા પિત્તજવરથી પીડિત થઇને મૃત્યુ પામીશ, તેમાં જરા પણ સ`શય નથી.” પછી તેજોલેશ્યાથી જેનું શરીર ગ્લાનિ પામી ગયુ' છે એવા ગાશાળા વિલાપ કરતો કરતો ત્યાંજ વાયુથી શાળવૃક્ષની જેમ પૃથ્વી પર પડી ગયા. તે વખતે ગુરૂની અવજ્ઞાથી કાપ પામેલા ગૌતમ વિગેરે મુનિ મમ વેધી વચનાથી ગાશાળાને ઉંચે સ્વરે કહેવા લાગ્યા કે– અરે મૂખ જે કોઈ પોતાના ધર્માચાર્ય થી પ્રતિ
SR No.032707
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy