SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ સ ૮ મા આ અરસામાં ગૌતમસ્વામીએ પ્રભુને પૂછ્યું કે, સ્વામી! જે સ્થિર પદાર્થા છે તે શું કર્દિ પેાતાના સ્વભાવથી ચલિત થતા હશે ? કે જેથી સૂર્ય ચંદ્રના વિમાન ચલિત થઈ ને અહી આવ્યા ?' પ્રભુ એ!યા કે આ અવસર્પિણીમાં દશ આશ્ચર્યા થયા છે, તે આ પ્રમાણે-અરિહ‘તને કેવળજ્ઞાન થયા પછી ઉપસગ, ગર્ભમાંથી હરણુ, સૂર્ય ચંદ્રના વિમાનનું અવતરણ, ચમરેદ્રના ઉત્પાત, અભાવી પરિષદ્, એક સમયે ઉત્કૃષ્ટ અવગાહનાવાળા એકસાને આઠ સિદ્ધ, ધાતકીખંડની અપરકકામાં કૃષ્ણનું ગમન, અસ યમીની પૂજા, શ્રી તીર્થંકર, અને હરિવ’શ કુળની ઉત્પત્તિ. આ દશ આશ્ચયની અંતર્ગત સૂર્ય ચંદ્રના વિમાનનું અવતરણ પણ આશ્ચર્ય ભૂત જ થયેલુ છે.' આ પ્રમાણે કહી ત્યાંથી વિહાર કરીને પ્રભુ શ્રાવસ્તી નગરીએ પધાર્યા. ત્યાં નગરની બહાર કાષ્ટક નામના ઉદ્યાનમાં સમવસર્યા, ૧૨૮ ત્યાં તેોલેશ્યાના બળથી વિરોધના નાશ કરનાર, અષ્ટાંગ નિમિત્તના જ્ઞાનથી લેાકેાના મનની વાર્તાને કહેનાર અને જિન નહિ છતાં જિન નામને ધારણ કરનાર ગાશાળા પ્રથમથી આવલેા હતેા. તે હાલાહલા નામની કાઇ કુંભકારીની દુકાનમાં ઉતર્યા હતા. તેની ‘અર્હ‘ત' તરીકેની ખ્યાતિ સાંભળી મુગ્ધ લેાકેા પ્રતિદિન તેની પાસે આવી ઉપાસના કરતા હતા. એવા વખતમાં ગૌતમસ્વામી પ્રભુની આજ્ઞાથી તું પારણું કરવા માટે નગરમાં ભિક્ષા લેવા ગયા. ત્યાં તેમણે સાંભળ્યુ કે, અડી ગશાળા અ`ત અને સર્વજ્ઞના નામથી વિખ્યાત થઈને આવેલા છે.’ સાંભળતાં જ ગૌતમસ્વામી ખેદ પામી ભિક્ષા લઇને પ્રભુની પાસે આવ્યા. પછી વિધિપૂર્વક પારણુ કરી ચાગ્ય અવસરે ગૌતમસ્વામીએ બધા લોકોની સમક્ષ સ્વચ્છ બુદ્ધિથી પ્રભુને પૂછ્યું કે, ‘હે સ્વામી ! આ નગરીમાં લેાકેા ગાશાળાને સજ્ઞ કહીને મેલાવે છે, તે ઘટે છે કે નહીં ?” પ્રભુ ખેલ્યા કે, “એ મખ અને મંખળીના પુત્ર ગાશાળા છે. એ કપટી અજિન છતાં પોતાના આત્માને જિન માને છે. હે ગૌતમ ! મે જ તેને દીક્ષા આપી છે, શિક્ષા પણ મે' જ આપી છે, અને પછી તે મિથ્યાત્વને પામી ગયે છે; તે સન નથી ’’ પ્રભુનાં આવાં વચન સાંભળી નગરજને નગરીમાં ચારે તરફ ચૌટામાં અને શેરીઓમાં પસ્પર કહેવા લાગ્યા કે, અહા ભાઈ! શ્રી વીરપ્રભુ અર્હંત અહીં' આવેલા છે તે કહે છે કે, આ ગાશાળા તે મખલીનેા પુત્ર છે, અને તે પોતે મિથ્યા સર્વ જ્ઞ માને છે.’ આવા લેાકેા પાસેથી ખબર સાંભળી ગોશાળાને કાળા સર્પની જેમ અત્યંત કેપ ઉત્પન્ન થયે; તેથી પોતાના પરિવારથી પરસેર્ચી છતા કાંઈક વિપરીત કરવાને તૈયાર થઈ ગયા. એ સમયે પ્રભુના શિષ્ય અને સ્થવિરાના અગ્રણી આનંદમુનિ છઠ્ઠનું પારણુ કરવાને માટે નગરીમાં ભિક્ષા લેવાને આવ્યા. જે હાલાહલા કુભકારીને ઘેર ગાશાળા રહેતા હતો ત્યાં થઇને આનંદમુનિ નીકળ્યા, એટલે તેને ગેાશાળે બાલાવ્યા, અને તિરસ્કારપૂર્વક આ પ્રમાણે કહ્યું કે, “અરે આનંદ! તારા ધર્માચાર્ય લેાકેામાં પોતાના સત્કાર કરાવવાની ઈચ્છાથી સભા વચ્ચે મારા અત્યંત તિરસ્કાર કરે છે, અને કહે છે કે ગેાશાળા તો મખ પુત્ર છે, અર્હત તથા સજ્ઞ નથી, પણ હજુ શત્રુને દહન કરવાને સમર્થ એવી મારી તેજાલેશ્યાને જાણતા નથી; પરંતુ હું તેને પિરવાર સહિત ભસ્મ કરી દઈશ. માત્ર તને જ એકલા છેડી દઈશ. તે ઉપર એક દ્રષ્ટાંત સાંભળ— “પૂર્વ ક્ષેમિલાનગરીમાં અવસર, પ્રસર, સવાદ, કારક અને ભલન નામના પાંચ ણિક રહેતા હતા. તેઓ અન્યજ્ઞા કેટલાક કરિયાણાના ગાડાં ભરીને વ્યાપાર કરવા નીકળ્યા.
SR No.032707
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy