SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ ૮ મે તેની અંદર શિવાનંદા સિવાય બીજી સ્ત્રીઓનો અને નિધિમાં, વ્યાજમાં અને વ્યાપારમાં રહેલા બાર કોટી સેનૈયા ઉપરાંત બીજા દ્રવ્યનો ત્યાગ કર્યો. ગાયના ચાર ધણ વિના બીજ ધણનો અને પાંચસે હળ ઉપરાંત બીજા હળને તેમજ ૧૦૦ ક્ષેત્ર ઉપરાંત ક્ષેત્રને પણ ત્યાગ કર્યો. પાંચસો ગાડાં ઉપરાંત બીજા ગાડાંઓને વ્યાપાર નિમિત્ત ત્યાગ કર્યો, અને દિશાઓમાં પ્રવાસ કરવા માટે ચાર વહાણ ઉપરાંત બીજા વહાણોને ત્યાગ કર્યો. ગંધકાષાયી (રક્ત) વસ્ત્ર વિના અંગ લુંછવાના વસ્ત્રને ત્યાગ કર્યો, અને આ (લીલી) મધુષ્ટિ (જેઠીમધ) સિવાય બીજા દંતધાવન (દાતણ)ને ત્યાગ કર્યો. ક્ષીરામલક વિના બીજાંફળોને તજી દીધાં અને સહસ્ત્રપાક તથા શતપાક તેલ વિના બીજા અત્યંગને ત્યાગ કર્યો. એક જાતની સુગંધી ગંધાઢય ઉદ્વર્તન સિવાય બીજા ઉદ્ધત્તન તજી દીધાં અને આઠ ઔષ્ટ્રીક પાણીના કુંભ કરતાં વધારે પાણીથી નહાવું ત્યજી દીધું. ક્ષેમયુગળ સિવાય બીજાં વસ્ત્રને ત્યજી દીધાં અને શ્રીખંડ, અગર તથા કેશર વિના બીજ વિલેપનને છોડી દીધાં. માલતીની માળા સિવાય બીજી માળા અને કમળ સિવાય બીજાં પુષ્પને ત્યાગ કર્યો. કણિકા* તથા નામાંક્તિ મુદ્રિકા સિવાય બીજા આભૂષણોને ત્યાગ કર્યો અને તુરૂષ્કપ તથા અગરૂ સિવાય બીજા ધૂપને ત્યાગ કર્યો. ઘેબર તથા ખાંડના ખાજા સિવાય બીજી સુખડી ત્યજી દીધી અને કાઝપેયા વિના બીજા પિય ભોજનનો ત્યાગ કર્યો. કમળશાળી વિના બીજા ભાતને તજી દીધા અને અડદ, મગ તથા કલાય વિના બીજા કઠોળની દાળને વસરાવી દીધી. શરદ્દ ઋતુના ગાયના ઘી વિના બીજુ ઘી તજી દીધું અને સ્વસ્તિક, મંડુકી તથા વાસુકીટ વિના બીજા શાક છોડી દીધાં. આંબલી વિના બીજા અશ્લ પદાર્થને અને આકાશના પાણી સિવાય બીજા પાણીને વસરાવી દીધાં તેમ જ પંચમુગધી તાંબુળ વિના બીજા મુખવાસને તજી દીધાં. આ પ્રમાણે નિયમ લઈ હર્ષ પામતે આનંદ ઘેર આવ્યો અને પિતે ગ્રહણ કરેલા ગૃહસ્થ ધર્મની સવિસ્તર હકીકત શિવાનંદાને કહી. તે સાંભળી ગૃહિધર્મની અથી શિવાનંદા પિતાના કલ્યાણને માટે તત્કાળ વાહનમાં બેસી પ્રભુના ચરણ સમીપે આવી. પ્રભુને નમી શિવાનંદાએ પણ સમાહિત મને તેમની આગળ ગૃહિધર્મ અંગીકાર કર્યો. પછી ભગવંતની વાણીરૂપ સુધાના પાનથી હર્ષિત થઈ છતી શિવાનંદા પ્રકાશિત વિમાન જેવા વાહનપર બેસીને પિતાને ઘેર આવી. પછી ગૌતમસ્વામીએ પ્રણામ કરીને સર્વને પૂછયું કે, “હે સ્વામી ! આ મહાત્મા આનંદ યતિધર્મને ગ્રહણ કરશે ?” ત્રિકાલદશ પ્રભુ બોલ્યા કે, આનંદ શ્રાવક ચિરકાળ શ્રાવક ધમને પાળશે અને મરણ પામીને સૌધર્મ દેવલોકના અરૂણપ્રભા વિમાનમાં ચાર પલ્યોપમના આયુષ્યવાળા દેવતા થશે.” ગંગાના કિનારા પર રહેતા હંસની શ્રેણિ જેવા સુંદર રીત્યધ્વજોથી વિરાજમાન ચંપા નામે એક મોટી નગરી છે, તેમાં સર્પના શરીર જેવી ભુજાવાળો અને લક્ષમીના કુલગ્રહરૂપ જિતશત્રુ નામે રાજા છે. તે નગરમાં કામદેવ નામે એક બુદ્ધિમાન કુલપતિ રહે છે. તે માર્ગમાં આવેલા મહાન વૃક્ષની જેમ અનેક લોકોને આશ્રયભૂત છે. સ્થિર રહેલી લકમી જેવી અને ભદ્ર આકૃતિવાળી ભદ્રા નામે તેને સધર્મિણી (પત્ની) છે. તેને છ કરોડ સોનૈયા ૧. એક જાતના ક્ષીર જેવા મધુર આમળા. ૨. બહુ નાના કે બહુ મોટા નહીં–ઉચિત પ્રમાણવાળા ઘડા તે ઔષ્ટીક કંભ. ૩ ટીકાકાર બે સુતરૂ વસ્ત્ર કહે છે. ૪ કાનમાં પહેરવામાં કંડહે ૫ સેારસ. ૬ મગ વિગેરે યુક્ત ઘીમાં તળેલી તંદુળની પિયા. ૭ એક જાતનું ચણ જેવું ધાન્ય, વટાણું કે મસુર ૮ આ ત્રણે જાતના શાકના ચોક્કસ નામ સમજાતા નથી, ટબામાં પથ્થવો, અગથીઓ ને ડેડી કહે છે.
SR No.032707
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy