SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૧૦ મું ૧૨૩ કુલટા સ્ત્રી ઈર્ષ્યાથી તેના છિદ્ર શોધવા લાગી અને પોતાના વિષયમાં ભાગ પડાવનારી માનવા લાગી. એક વખતે બધા ચેર કે ઈ ઠેકાણે ચોરી કરવાને ગયા, તે વખતે છળ મેળવીને પૂર્વ સ્ત્રી કેઈ બાનું કાઢી તેને કોઈ કુવાની પાસે લઈ ગઈ અને બેલી કે, “ભદ્ર! જે આ કુવામાં કાંઈક છે. તે સરલ સ્ત્રી જેવા ગઈ એટલે તેણીએ ધક્કો મારીને તેને અંદર નાખી દીધી. ચોરોએ આવીને પૂછયું કે, “પેલી સ્ત્રી ક્યાં છે?” એટલે તે બોલી, “મને શી માલુમ, તમે તમારી પત્નીને કેમ જાળવતા નથી ?” ચેરેએ જાણી લીધું કે, “જરૂર તે બીચારીને આણે ઈર્ષોથી મારી નાખી છે.” પેલા બ્રાહ્મણે વિચાર્યું કે, “શું આ મારી દુરશીલા ભગિની હશે ? તેવામાં તેણે લોકો પાસેથી સાંભળ્યું કે, “અહીં સર્વજ્ઞ ભગવાન આવેલા છે, એટલે તે અહી આવ્યો, અને પિતાની બેનના દુ:શીલ વિષે પૂછવાની લજજા થવાથી તેણે પ્રથમ મનથી જ પૂછયું, પછી મેં કહ્યું કે “વાણીથી પૂછ.” એટલે તેણે “વાસા, સારા એવા અક્ષરોથી તે સ્ત્રી શું મારી બહેન છે ? એમ પૂછયું. તેને અમો એ gવ એટલો જ ઉત્તર આપીને “તે તેની બેન છે એમ જણાવી દીધું. આ પ્રમાણે રાગ દ્વેષાદિકથી મૂઢ થયેલા પ્રાણીઓ આ સંસારમાં ભવભવ ભમે છે અને વિવિધ દુઃખના પાત્ર થયા કરે છે.” આ પ્રમાણે સર્વ હકીક્ત સાંભળી તે પુરુષે પરમ સંવેગને પામીને પ્રભુ પાસે દીક્ષા લીધી અને પાછે પલ્લીમાં આવ્યા. ત્યાં જઈને તેણે ચારસો નવાણું ચેરને પ્રતિબંધ આપે, તેથી તે બધાએ એ પણ વ્રત ગ્રહણ કર્યું. ગ્ય સમયે મૃગાવતીએ ઉઠી પ્રભુને નમીને કહ્યું કે “ચંડપ્રોત રાજાની આજ્ઞા મેળવીને હું દીક્ષા લઈશ.” પછી ચંડપ્રદ્યોત પાસે આવીને કહ્યું કે-“જે તમારી સંમતિ હોય તે હું દીક્ષા લઉં, કારણ કે હું આ સંસારથી ઉદ્વેગ પામી છું, અને મારો પુત્ર તો તમને પીજ દીધું છે.” તે સાંભળી પ્રભુના પ્રભાવથી પ્રદ્યોતરાજાનું વૈર શાંત થઈ ગયું એટલે તેણે મૃગાવતીના પુત્ર ઉદયનને કૌશાંબી નગરીનો રાજા કર્યો અને મૃગાવતીને દીક્ષા લેવાની આજ્ઞા આપી. પછી મૃગાવતીએ પ્રભુની સમિપે દીક્ષા લીધી. તેની સાથે અંગારવતી વિગેરે પ્રોતરાજાની આઠ સ્ત્રીઓએ પણ દીક્ષા લીધી. પ્રભુએ કેટલીક શિક્ષા આપીને તેમને ચંદના સાધ્વીને સેંપી તેઓએ તે સાધ્વીની સેવા કરીને સર્વ સમાચારી જાણી લીધી. હવે પરમ સમૃદ્ધિવડે નિરૂપમ એવું વણિજકગ્રામ નામે એક વિખ્યાત નગર હતું. તેમાં પિતાની જેમ પ્રજાને પાળનાર જિતશત્રુ નામે પ્રખ્યાત રાજા રાજ્ય કરતો હતો. તે નગરને વિષે પૃથ્વી પર ચંદ્ર આવ્યો હોય તેમ જેના દર્શનથી નેત્રને આનંદ થાય તે ‘આનંદ’ નામે એક ગૃહપતિ રહેતે હતે. ચંદ્રને રોહિણીની જેમ તેને “શિવાનંદ' નામે રૂપલાવણ્યવતી એક પત્ની હતી. તેણે ચાર કરોડ સેનૈયા ભંડારમાં, ચાર કરોડ વ્યાજે અને ચાર કરોડ વ્યાપારમાં રોક્યા હતા, તથા ગાયના ચાર ગોકુળ હતા. તે નગરની ઈશાન દિશામાં આવેલ છેલ્લાક નામના પરામાં તે આનંદના ઘણા બંધઓ અને સ રહેતા હતા. અન્યદા સમયે પૃથ્વી પર વિહાર કરતા કરતા સિદ્ધાર્થનંદન શ્રી વીરપ્રભુ તે નગરના પુતિપલાશ નામના ઉદ્યાનમાં સમવસર્યા. રાજા જિતશત્રુ પ્રભુને આવેલા સાંભળી સંજમથી પરિવાર સાથે તેમને વાંદવા ગયે. આનંદ પણ પગે ચાલી પ્રભુના ચરણ પાસે આવે, અને કર્ણને અમૃતના ગંડુષ જેવી પ્રભુની દેશના સાંભળ્યા પછી મહા મનવાળા આનંદે પ્રભુના ચરણને નમીને બાર પ્રકારના ગૃહસ્થ ધર્મને અંગિકાર કર્યો.
SR No.032707
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy