SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૧૦ મું તરત જ રાજા અશેકવનમાં ગયે અને તે પુત્રને જોઈ સ્વામીના પ્રસાદની જેમ પ્રીતિવડે બે હાથે ગ્રહણ કરી લીધું. પછી તેને લઈ ઘેર આવીને ચેલ્લણને કહ્યું કે, “અરે! કુલીન અને વિવેકી થઈને તે આવું અકાર્ય કેમ કર્યું? કે જે ચંડાળ પણ કરે નહિ. જે દુશ્ચારિણી, અધમી કે સાક્ષાત્ કર્કશા હોય તે પણ પોતાના ગોલક કે કુંડ જાતિના પુત્રને પણ તજી દેતી નથી.” ચેલણું બલી-“હે નાથ! આ પુત્રરૂપે તમારે વૈરી છે, કારણ કે જે ગર્ભમાં આવતાં જ મને મહા પાપકારી દેહદ ઉત્પન્ન થયો હતો, તેથી જ મેં તેને જન્મ થતાં છોડી દીધું હતું. કેમકે પતિનું કુશળ ઈચ્છનારી સ્ત્રીઓને પુત્ર હોય કે બીજે ગમે તે હોય પણ જે તે પતિને અહિતકારી હોય તો તેથી શું ?” પછી શ્રેણિક રાજાએ કહ્યું કે, જે આ યેષ્ઠ પુત્રને તું છોડી દઈશ તો તારે બીજા પુત્રો પણ જળના પરપોટાની જેમ સ્થિર રહેશે નહીં.' આવી પતિની આજ્ઞાથી જો કે તે ઈચ્છતી નહોતી તો પણ સર્પની જેમ તે બાળકને સ્તનપાન કરાવીને ઉછેરવા લાગી. ચેલણાનો તે પુત્ર કાંતિએ ચંદ્ર જે હતો અને અશોક વનમાં જ પ્રથમ જોવામાં આવ્યો હતો તેથી રાજાએ તેનું “અશોકચંદ્ર નામ પાડયું. જ્યારે તેને વનમાં છોડી દીધે હતો ત્યારે તેની કનિષ્ઠિકા આંગળી કે જે અશોક વૃક્ષના દલ જેવી કે મળી હતી, તે કકડીએ કરડી ખાધી હતી. તેની પીડાથી રૂદન કરતાં તે બાળકની આંગળી કે જે રૂધિર-પરૂથી વ્યાપ્ત હતી, તેને રાજાએ નેહવડે મુખમાં નાંખી એટલે એ બાળક તે બંધ રહ્યો. અનુક્રમે કેટલેક દિવસે તે આંગળીનું ત્રણ તે રૂઝાઈ ગયું, પણ તે આંગળી બુઠી રહી, તેથી તેની સાથે ધૂલિકીડા કરનારા બાળકે તેને કુણકરે કહેવા લાગ્યા. ત્યાર પછી ચેલણું દેવીને હૃદયકમળમાં સૂર્યરૂપ હલ અને વિહલ નામે બીજા બે પુત્રો થયા. ચેલ્લણના આ ત્રણે પુત્રો મેટા થયા એટલે જાણે મૂર્તિમાન પ્રભુત્વ, મંત્ર અને ઉત્સાહ એ ત્રણે શક્તિ હોય તેમ નિત્ય રાજાને અનુસરનારા થયા. તેમની મા પિતાના ષી કણિકને ગેળને લાડુ અને હલ વિહલને ખાંડના લાડુ હમેશાં એકલતી હતી. પૂર્વ કમથી દૂષિત એ કુણિક આ પ્રમાણેને ટાળે શ્રેણિક જ કરે છે એવું હમેશાં મનમાં વિચારતે અનુક્રમે કુણિક મધ્યમ વય(યૌવન)ને પ્રાપ્ત થયે, એટલે સનેહવાળા શ્રેણિકે મેટા ઉત્સવથી તેને પદ્માવતી નામની રાજપુત્રી સાથે પરણું . શ્રેણિક રાજાની ધારિણી નામની રાણીને ગજેના સ્વપ્નથી સૂચિત ગર્ભ રહ્યા. અન્યદા તેને મેઘવૃષ્ટિમાં ભ્રમણ કરવાને દેહદ થયે. રાજાની આજ્ઞાથી અભયકુમારે દેવતાની આરાધના કરીને તે દેહદ પૂર્ણ કર્યો. પૂર્ણ સમયે તેણે મેઘકુમાર નામના પુત્રને જન્મ આપે. પૂર્વે એક બ્રાહ્મણે યજ્ઞ કરવા માંડયો હતો, તેમાં નોકર રહેવા એક દાસને તેણે પૂછયું, દાસે કહ્યું કે, “જે મને બ્રાહ્મણે જમતાં વધેલી રઈ આપે તે હું રહું, અન્યથા રહીશ નહિ.” બ્રાહ્મણે તે વાત સ્વીકારી એટલે તે દાસ યજ્ઞના વાડામાં રહ્યો. પછી શેષ રહેલી રસોઈમાં જે મળે તે બધું પેલે દાસ હમેશાં સાધુ મુનિરાજને વહોરાવવા લાગ્યા. તેના પ્રભાવથી દેવતાનું આયુષ્ય બાંધીને તે દાસ દેવલોકમાં ગયે અને સ્વર્ગમાંથી યવીને તે શ્રેણિક રાજાને નંદીષેણ નામે પુત્ર થયો. પેલા યજ્ઞ કરનાર બ્રાહ્મણનો જીવ અનેક નિઓમાં પરિભ્રમણ કરવા લાગ્યો, એક અરણ્યની અંદર મોટા હરિતચૂથમાં બળમાં દિગ્ગજના કુમાર જે એક ચૂથપતિ હાથી હતો. તે કઈ પણ બીજો યુવાન હાથી આ હાથિઓને સ્વામી (ઈચ્છક) ન થાઓ” ૧ પતિ મૃત્યુ પામ્યા પછી બીજા જારથી થયેલે પુત્ર કુંડ કહેવાય છે અને પતિ વિદ્યમાન છતાં જારથી થયેલ પુત્ર ગેલિક કહેવાય છે. ૨ બુડી આંગળીવાળા
SR No.032707
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy