SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ ૬ ઠ્ઠો લાગ્યા–“અરે કૃતાંત ! તું ખરેખર કૃતાંતજ છે. તે અમારા પુત્રોને એક સાથે નાશ કેમ કર્યો? શું તેઓ બધા એક સાથે તારી સાંકળમાં આવી ગયા? પક્ષીઓને ઘણાં બચ્ચાં થાય છે. પણ તેઓ અનુક્રમે મૃત્યુ પામે છે, કદી પણ એક સાથે મરતા નથી. અથવા શું પરસ્પરના સ્નેહને લીધે તેઓ એક સાથે મરી ગયા ? વા શું અમને બંનેને નિઃસ્નેહ જાણ્યા કે જેથી મૃત્યુએ તેમને અમારી પાસેથી ઠગી લીધા?” આ પ્રમાણે તારસ્વરે રૂદન કરતા તેઓને શ્રેણિક રાજાની સાથે આવેલ અભયકુમાર, તત્ત્વવેત્તા આચાર્યની જેમ, બંધ કરવા લાગે કે-“અરે મહાશ ! જન્મધારી પ્રાણીઓને મૃત્યુ તો પ્રકૃતિ છે અને જીવિત વિકૃતિ છે, તો સ્વભાવસિદ્ધ એવા બનાવમાં તમારા જેવા વિવેકીને ખેદ કરે એગ્ય નથી.” આ પ્રમાણે અભયકુમારે તે દંપતીને સમજાવ્યા. પછી ગ્ય વચન કહી શ્રેણિક રાજા અભયકુમાર સહિત રાજમહેલમાં આવ્યા. મગધપતિ શ્રેણિક, ઈદ્રાણી સાથે ઈદ્રની જેમ, ચેલણદેવીની સાથે નિર્વિને ભોગ ભેગવવા લાગ્યા. પેલે ઔષ્ટ્રીકા વ્રત કરનાર સેનક તાપસ જે વ્યંતર થયો હતો, તે વ્યંતરપણાનું આયુષ્ય પૂર્ણ કરી, ચેલાની કુક્ષિમાં પુત્રરૂપે અવતર્યો. તે ગર્ભના દોષથી ચલણને પતિનું માંસ ખાવાને દેહદ ઉત્પન્ન થયો કે જે રાક્ષસીને પણ થાય નહીં. પતિભક્તિને લીધે ચલણુ તે દેહદ કોઇને પણ કહી શકી નહીં, તેથી દેહદ પૂર્ણ ન થવાને લીધે તે દિવસના ચંદ્રની જેમ ગ્લાનિ પામવા લાગી. આવા દુર્દોહદથી ગર્ભથી વિરક્ત થયેલી ચેલણાએ પાપને પણ અંગીકાર કરીને તે ગર્ભને પાડવા માંડ્યો પણ તે પડ્યા નહીં. જળ વગરની વેલડીની જેમ ચિલણને શરીરે સુકાતી જોઈ રાજાએ પ્રેમબંધુર વાણુથી તેનું કારણ પૂછ્યું“હે પ્રિયે ! શું મેં કાંઈ તમારે પરાભવ કર્યો છે ? વા કેઈએ તમારી આજ્ઞા ખંડિત કરી છે? શું કઈ દુઃસ્વપ્ન જોવામાં આવ્યું છે? વા શું તમારો કોઈ મનોરથ ભગ્ન થયો છે ?” આ પ્રમાણે રાજાએ બહુ આગ્રહથી પૂછયું, એટલે જાણે વિષપાન કરતી હોય તેમ ગદ્દગદ્દ અક્ષરે તેણે તેનું ખરેખરૂં કારણ કહી આપ્યું. પછી હું તમારે દેહદ પૂરીશ” એમ પ્રિયાને આશ્વાસન આપી શ્રેણિકરાજાએ અભયકુમાર પાસે આવો તે વાત કરીને પૂછયું કે, “આ દેહદ શી રીતે પૂરો ?” અભયે શ્રેણિક રાજાના ઉદર ઉપર સસલાનું માંસ બાંધી તેને ચર્મથી આચ્છાદિત કર્યું અને પછી તેને સવળા સુવાર્યા. શ્રેણિકની આજ્ઞાથી ચેલ્લણ રાક્ષસીની જેમ એકાંતે તે માંસ અવ્યગ્રપણે ભક્ષણ કરવા લાગી. જ્યારે તે માંસ તોડી તેડીને ખાતી હતી ત્યારે જાણે નટવિદ્યાને અભ્યાસી હોય તેમ રાજા વારંવાર કૃત્રિમ મૂછ પામતો હતો. તે જોઈ પતિના દુઃખનું ચિંતવન કરતાં ચેલણનું હદય કંપાયમાન થતું અને ગર્ભ સંબંધી વિચાર કરતાં તે ક્ષણવાર ઉલ્લાસ પામતી. આવી રીતે બુદ્ધિના પ્રયોગથી ચેલણાને દેહદ પૂર્ણ થયો, પણ પછી “અરે હું પતિને હણનારી પાપિણી છું' એમ બેલતી બેલતી તે મૂછ પામી ગઈ. રાજાએ ચેલણાને સાવધ કરી પોતાનું અક્ષત શરીર બતાવ્યું. તે દર્શન થતાં સૂર્યદર્શનથી કમલિનીની જેમ તે ઘણો હર્ષ પામી. નવ માસ પૂરા થયા એટલે ચંદનને મલયાચલની ભૂમિ પ્રસરે તેમ તે ચેટકકુમારીએ એક પુત્રને જન્મ આપ્યો. તત્કાળ ચેલ્લાએ દાસીને આજ્ઞા કરી કે, “આ બાળક તેના પિતાનો ઘેરી છે માટે એ પાપીને સર્પના બચ્ચાની જેમ કાંઈક દૂર લઈ જઈને ત્યજી દે.' દાસીએ તેને લઈને અશક વનની ભૂમિમાં જઈ મૂકી દીધો. ત્યાં ઉપપાદ શય્યામાં ઉત્પન્ન થયેલા દેવની જેમ તે પ્રકાશ કરતો છતો શોભવા લાગે. તે બાળકને મૂકીને આવતી દાસીને જોઈને રાજાએ પૂછયું કે, ‘તું ક્યાં ગઈ હતી?” એટલે તેણીએ જેવું હતું તેવું સ્વરૂપ કહી દીધું.
SR No.032707
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy