SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ સગ ૬ । કે પરિણામે આ રાજ્ય શ્રેણિકનું જ છે. પરંતુ આ પ્રમાણે પોતાનું અપમાન થવાથી અભિમાની શ્રેણિક વનમાંથી હાથીના બચ્ચાંની જેમ નગર બહાર નીકળ્યા. અનુક્રમે ફરતો ફરતો વેણાતાપુરે આવ્યા. વેણાતટ નગરમાં પ્રવેશ કરીને શ્રેણિકકુમાર ભદ્ર નામના કોઇ શ્રેષ્ઠિની દુકાને જાણે મૂર્ત્તિ માન્ લાભાય કર્યાં હોય તેમ બેઠા. એ સમયે તે નગરમાં કોઇ મોટો ઉત્સવ ચાલતો હતો, તેથી લેાકેા નવીન દિન્ય વસ્ત્રાલંકાર અને અંગરાગ ધરીને ફરતા હતા. તે પ્રસંગને લીધે તે શેઠની દુકાને ઘણા ઘરાકેા જુદી જુદી વસ્તુઓ ખરીદવા માટે આવવાથી શેઠ આકુળ વ્યાકુળ થઈ ગયા, પણ શ્રેણિક તેઓને જે વસ્તુઓ માગે તેના એકદમ પડીકા ખાંધી બાંધીને ચાલાકીથી આપવા લાગ્યા. શ્રેણિકકુમારના પ્રયાસથી શેઠે તે દિવસે ઘણું દ્રવ્ય ઉપાન કર્યું. “પુણ્યવાન્ પુરૂષોને વિદેશમાં પણ લક્ષ્મી સાથે આવે છે.” પછી શ્રેષ્ઠિએ શ્રેણિકને પૂછ્યું, ‘આજે તમે કયા પુણ્યવાન્ ગૃહસ્થના અતિથિ થયા છે ? ' શ્રણિક ખેલ્યા-‘તમારા અતિથિ થયા છું. શ્રેષ્ઠિએ ચિત્તમાં વિચાર્યું કે, ‘આજ રાત્રે સ્વપ્નમાં મેં નંદા પુત્રીને ચેાગ્ય એક વર જોયેા હતો, તે સાક્ષાત્ આજ હશે.’ પછી શેઠે કહ્યું કે, “હું ધન્ય થયા કે મારે ઘેર તમારા જેવા અતિથિ થયા. આજે તો અકસ્માત આળસુને ઘેર ગંગાજી આવ્યા.’ પછી શેઠ દુકાન બંધ કરી શ્રેણિકને સાથે લઇને પોતાને ઘેર આવ્યા અને શ્રેણિકકુમારને સ્નાન કરાવી, ઉત્તમ વસ્ત્રો પહેરાવી ઘણા આદરથી પાતાવી સાથે જમાડયા. આ પ્રમાણે તે શ્રેષ્ઠિને ઘેર રહેતાં એક દિવસ શેઠે શ્રેણિક પાસે માગણી કરી કે, મારી આ નદા નામની પુત્રીને તમે ગ્રહણ કરો.? શ્રેણિકે કહ્યું; ‘મારૂં કુળ જાણ્યા વગર તમે પુત્રી કેમ આપે છે! ” શ્રેષ્ઠિએ કહ્યુ, ‘તમારા ગુણાથી મે' તમારૂં કુળ જાણી લીધું છે.’ પછી શેઠના અતિ આગ્રહથી લક્ષ્મીને વિષ્ણુ પરણે તેમ શ્રેણિક નંદાને પરણ્યા. શ્રેષ્ઠિના ગૃહમાં ધવળમંગળ પ્રવર્ત્યા. તે વલ્લભાની સાથે વિવિધ ભાગ ભાગવતા શ્રેણિક નિકુંજમાં ગજેદ્રની જેમ કેટલાક કાળ ત્યાં રહ્યો. અહી' રાજા પ્રસેનજિત્ને અકસ્માત્ રોગની પીડા થઇ આવી, તેથી તેણે ઘણા ખેદપૂર્ણાંક તત્કાળ શ્રેણિકને શેાધી લાવવા માટે ઘણી સાંઢા માકલી. તે સાંઢાવાળા માણસે ફરતા ફરતા વેણાતટે આવી શ્રેણિકને મળ્યા. તેમની પાસેથી પિતાને થયેલી પીડાની વાર્તા સાંભળી, નંદાને સ્નેહથી સમજાવી, શેઠની રજા લઇને શ્રેણિક એકલા ત્યાંથી ચાલ્યા. નીકળતી વખતે તેણે “જેમાં ઉજ્જવળ ભીંતા છે એવા રાજગૃહ નગરના હું ગેાપાળ છું.” એવા નિમંત્રણ મંત્ર જેવા તેને અક્ષરા અપણુ કર્યા. પછી પિતાને રોગથી પીડિત જાણી શ્રેણિક સાંઢ ઉપર ચડી ઉતાવળા રાજગૃહ નગર તરફ ચાલ્યા અને ત્યાં પહોંચ્યા. તેને આવેલે જોઇ પ્રસેનજિત રાજા ઘણા હ` પામ્યા. તત્કાળ હર્ષના અશ્રુજળ સાથે સુવર્ણ કળશના નિર્મળ જળથી તેને રાજ્ય ઉપર અભિષેક કર્યાં. પછી પ્રસેનજિત્ રાજા પાર્શ્વ પ્રભુને અને પ'ચ નમસ્કાર મંત્રને સંભારતા છતા ચાર શરણુ અ’ગીકાર કરી મૃત્યુ પામીને દેવલાકે ગયા. શ્રેણિકે બધી પૃથ્વીના ભાર ધારણ કર્યાં. અહી નંદાએ ઘણા દુહ ગર્ભ ધારણ કર્યાં. તેણીને એકદા એવા દોહદ ઉત્પન્ન થયા કે, “હું હાથી ઉપર ચઢી મોટી સમૃદ્ધિથી પ્રાણીઓને ઉપકાર કરી અભય આપનારી થા.” તેના પિતાએ તે વાત રાજાને જણાવી, તેના દોહદ પૂરા કર્યાં. ગર્ભ સમય પૂર્ણુ ૧ ગા=પૃથ્વી. ગાપાળ=રાજા.
SR No.032707
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy