SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વ ૧૦ મુ ૮૫ આવતા ધાનાને છેડી મૂકયા. શ્વાને આવતાંજ બીજા કુમારા તો તત્કાળ ઉઠીને ભાગી ગયા, પણ બુદ્ધિના ધામરૂપ શ્રેણિકકુમાર એકલા બેસી રહ્યો. તે ખીજા સ્થાળામાંથી શ્વાનાને થોડા થાડા પાયસાન્ત આપવા લાગ્યા, અને જેવા તે શ્વાને તેને ચાટવા લાગ્યા તેવા પાતે પેાતાના ભાણાનુ પાયસાન્ન ખાવા લાગ્યા. એ પ્રમાણે તેણે ધરાઇને ખાધું. તે જોઈ રાજા ઘણા રાજી થયા, અને વિચાર્યુ કે, ‘આ શ્રેણિકકુમાર ગમે તે ઉપાયથી શત્રુ વિગેરેને અટકાવશે અને પોતે પૃથ્વીને ભાગવશે.’ વગર એક વખતે ફરીવાર પરીક્ષા કરવાને માટે રાજાએ બધા કુમારોને ભેળા કરી મેાદકના ભરેલા કર’ડીઆ અને પાણીના ભરેલા ઘડા મુદ્રિત કરીને આપ્યા, અને કહ્યુ` કે, ‘આ કર'ડીઆમાંથી મુદ્રા તાડયા વગર માદક ખાએ અને આ ઘડામાંથી છિદ્ર પાડયા પાણી પીવા.' શ્રેણિક વિના તેમાંથી કાઇ પણ મેાદક ખાવા કે પાણી પીવા સમ થયે નહીં. બળવાન પુરૂષો પણ બુદ્ધિસાધ્ય કાર્યમાં શું કરી શકે.” શ્રેણિકે પેલા કર ડીઆએને વારંવાર ખૂબ હલાવી અંદરના માકનું ચૂર્ણ કરી નાખી, તેની સળીઓના છિદ્રમાંથી ખેરવી ખેરવીને ખાધું અને ઘડાની નીચે રૂપાની છીપ રાખી ઘડામાંથી ગળતા જળખિ'દુથી તે ભરીને પાણી પીધું. “બુદ્ધિમાન્ પુરુષને શું દુઃસાધ્ય છે.” આ પ્રમાણે શ્રેણિકની બુદ્ધિસ'પત્તિની પરીક્ષા કરીને કુશાગ્ર બુદ્ધિવાળા રાજાએ તેનામાં રાજ્યની યાગ્યતાના નિશ્ચય કર્યાં, અન્યદા કુશાગ્રનગરમાં વારંવાર અગ્નિના ઉપદ્રવ થવા લાગ્યા. તેથી રાજા પ્રસેનજિતે આઘાષણા કરાવી કે, આ નગરમાં જેના ઘરમાંથી અગ્નિ લાગશે, તેને રાગી ઉંટની જેમનગરમાંથીજ બહાર કાઢી મૂકવામાં આવશે.” એક દિવસ રસાઈઆના પ્રમાદથી રાજાના મહેલમાંથીજ અગ્નિ ઉત્પન થયા. બ્રાહ્મણની જેમ અગ્નિ કોઈના નથી.” જ્યારે તે અગ્નિ વધવા માંડયા ત્યારે રાજાએ પોતાના કુમારાને આજ્ઞા કરી કે, ‘મારા મહેલમાંથી જે વસ્તુ કુમાર લઇ જાય, તે તેને સ્વાધીન છે.' રાજાની આજ્ઞાથી ખીજા સ કુમારો રૂચિ પ્રમાણે હાથી ઘોડા તથા ખીજી વસ્તુઓ લઈ ગયા અને શ્રેણિકકુમાર માત્ર એક ભ ભાનુ વાદ્ય લઇને નીકળ્યા. તે જોઈ રાજાએ પૂછ્યું કે, ‘તેં માત્ર આ વાદ્યજ કેમ લીધું ?’શ્રેણિક ખેલ્યા-“આ ભભાવાવ રાજાઓનું પ્રથમ જયચિન્હ છે, આના શબ્દથી રાજાઓને દિગવિજયમાં મેહુ મગળ છે, તેથી તેમણે આવા વાદ્યની પ્રથમ રક્ષા કરવી જોઇએ.'' શ્રેણિકકુમારનું આવું મહેચ્છવ જોઈ પ્રસન્ન થયેલા રાજાએ તેનુ' ભભાસાર એવુ' ખીજું નામ પાડયું. રાજા પ્રસેનજિતે પૂર્વે પ્રતિજ્ઞાથી કહ્યું હતું કે, જેના ઘરમાંથી અગ્નિ પ્રગટ થાય, તેણે નગરમાં રહેવું નહીં,' આ વચનને તે ભૂલી ગયા નહાતો. તેથી તેણે વિચાર્યું' કે, ‘જો હું પ્રથમ મારી જાત ઉપર મારી આજ્ઞાના અમલ નહી. કરૂ' તેા ખીજાએ ઉપર શાસન કરવુ શા કામનુ' છે ?’ આવા વિચારથી પરિવાર સહિત તરત જ રાજાએ કુશાગ્રનગરને છેડી દીધુ અને એફ કાશ દૂર જઇ છાવણી નખાવીને ત્યાં રહ્યો. પછી લેાકેા ત્યાં જતાં પરસ્પર પૂછતા કે, ‘તમે કયાં જાઓ છે?’ ત્યારે તે પ્રત્યુત્તર આપતાં કે અમે રાજગૃહ (રાજાના ઘર)માં જઇશું.’ તે ઉપરથી રાજા પ્રસેનજિતે ત્યાં રાજગૃહ નામે નગર વસાવ્યું અને તેને ખાઇ, કિલ્લા, ચૈત્ય, મહેલા અને ચૌટાથી ઘણુ રમણીય બનાવ્યું. ‘બીજા કુમારા પોતાતામાં રાજ્યની યાગ્યતા માને છે, તેથી શ્રેણિકની રાજ્યાગ્યતા તેએ ન જાણે તો ઠીક' એવું ધારી રાજાએ શ્રેણિકના અનાદર કર્યા અને બીજા કુમારીને જુદા જુદા દેશો આપ્યા ત્યારે શ્રેણિકને કાંઇ આપ્યુ. નહીં, કારણ કે તે તો સમજતો હતો
SR No.032707
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy