SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ ૩ જે પછી મહેન્દ્ર સ્નેહથી પૂજેલો પ્રહૂલાદ સર્વ સ્વજનની સાથે તે વધૂવરને લઈને હર્ષથી પોતાની નગરીએ આવ્યા. ત્યાં પ્રલાદે અંજનાસુંદરીને પૃથ્વી પર રહેલા વિમાનની જે એક સાત માળનો સુંદર મહેલ રહેવાને આયે; પરંતુ પવનંજયે તે વાણીથી પણ અંજનાસુંદરીની સંભાળ લીધી નહિ. કારણ કે માની પુરૂષો પોતાના અપમાનને જેમ તેમ ભુલી જતા નથી, અજનાકમારી ચંદ્ર વિનાની રાત્રિની જેમ પવનંજય વિના નેત્રાશ્રવડે અંધકારવાળું મુખ કરી અસ્વસ્થતાના પાત્રભૂત થઈને રહેવા લાગી. વારંવાર પલંગ પર બંને પડખાને પછાડતી એ બાળાની રાત્રિઓ વર્ષના જેવી લાંબી થઈ પડી. અનન્ય મનવાળી અંજનાસુંદરી બે જાનું વચ્ચે મુખકમળ રાખીને પતિનું જ આલેખન કરતી દિવસોને નિર્ગમન કરવા લાગી. સખીઓ તેને વારંવાર મીઠે વચને બોલાવતી, તથાપિ હેમંતઋતુમાં કોયલની જેમ તે પોતાનું મૌનપણું છોડતી નહોતી. એવી રીતે કેટલાક કાળ વ્યતીત થતાં એક વખતે રાક્ષસપતિ રાવણના દૂતે આવી પ્રહૂલાદ રાજાને કહ્યું–“દુર્મતિ વરૂણ રાવણની સાથે નિરંતર વૈર ધરાવ્યા કરે છે અને પ્રણિપાતને સ્વીકારતા નથી. જ્યારે તેની પાસે નમસ્કાર કરવાની યાચના કરી, ત્યારે અહંકારનો મોટો ગિરિ અને અનિષ્ટ વચન બોલનાર એ વરૂણ નેત્રથી પોતાના ભુજદંડને જેતે આ પ્રમાણે બોલ્ય-અરે, એ રાવણ કે શું છે ? અને તેનાથી શું થવાનું છે? હું ઈદ્ર, વૈશવણ, નલકુબેર, સહસ્રાંશુ, મરૂત્ત, યમરાજ કે કૈલાસગિરિ નથી; હું તે વરૂણ છું. કદી દેવતાધિષિત રત્નોથી એ દુર્મતિ રાવણ ગર્વિષ્ઠ થયું હોય તો તે ભલે અહીં આવે તેના ચિરકાળથી એકઠા થયેલા ગર્વને હું ક્ષણવારમાં હરી લઈશ.” આવાં તેનાં વચન સાંભળી રાવણે ક્રોધ પામી તેના ઉપર ચડાઈ કરી; અને સમુદ્રની વેળા કાંઠાના ગિરિને જેમ રૂંધે તેમ તેના નગરને લશ્કરવડે રુંધી દીધુ; એટલે વરૂણ યુદ્ધ કરવા માટે રાતાં નેત્રવાળો થઈ રાજીવ અને પુંડરીક વિગેરે પુત્રોથી પરવાર્યો સત નગરની બહાર નીકળ્યો અને યુદ્ધ કરવા લાગે. તે મોટા સંગ્રામમાં વરૂણના વિરપુત્રો મહા યુદ્ધ કરી ખરષણને બાંધીને તેના નગરમાં લઈ ગયા. પછી રાક્ષસના સૌન્યમાં ભંગાણ પડ્યું, એટલે વરૂણ પણ પિતાના આમાને કૃતાર્થ માનતો પોતાની નગરીમાં પેઠો. પછી રાવણે વિદ્યાધરોના પ્રત્યેક રાજાને બોલાવવાને દૂત મોકલ્યા; જેઓમાં મને તમારે માટે મોકલે છે.” આ પ્રમાણે દૂતનાં વચન સાંભળી પ્રહૂલાદ રાજા રાવણને સહાય કરવા માટે ત્યાં જવા તૈયાર થવા લાગે એટલે પવનંજયે આવીને કહ્યું કે “હે તાત ! તમે અહીં જ રહો, હું જઈને ને રાવણના મનોરથને પૂર્ણ કરીશ, હું તમારો પુત્ર છું.” આ પ્રમાણે કહી આગ્રહથી પિતાની સંમતિ લઈ અને બધા લોકોને બોલાવી પવનંજય ત્યાં જવા ચાલ્યા. પતિની આ યાત્રાના ખબર લોકોના મુખેથી સાંભળીને સતી અંજનાસુંદરી ઉત્કંઠિત થઈ આકાશના શિખરથી દેવી ઉતરી આવે તેમ પ્રાસાદ ઉપરથી નીચે ઉતરી. પિતાના પતિને જેવાને માટે પુતળીની જેમ સ્તંભને ટેકો દઈ અનિમેષ નેત્ર અને અસ્વાધ્યથી પીડિત હૃદયે ઊભી રહી. દ્વારના સ્તંભને આધારે જેનું શરીર રહેલું હતું, બીજના ચંદ્ર જેવી જે કુશ લાગતી હતી, શિથિલ કેશવડે જેનું લલાટ ઢંકાયેલું હતું, નિતંબભાગ ઉપર જેની શિથિલ થયેલી ભુજલતા લટકતી હતી. જેની અધરપલ્લવ તાંબુલના રંગ વગરના ધૂસરા લાગતા હતા, અશ્રુજળથી જેનું મુખ જોવાતું હતું અને જેનાં નેત્રમાંથી અંજન ચાલ્યું ગયું હતું એવી અંજનાને પિતાની સન્મુખ ઊભેલી પવનંજયે ચાલતી વખતે જોઈ. તેને જોતાં જ તેણે વિચાર્યું કે“અહો ! આ દુષ્ટ બુદ્ધિશાળી સ્ત્રીનું નિર્લજજપણું અને નિર્ભયપણું કેવું છે. ! અથવા
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy