SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૭ મું ૩૫ ત્રણ દિવસ શી રીતે જશે?” પ્રહસિત બોલ્યો-મિત્ર! સ્થિર થા, રાત્રિએ આપણે અનુપલક્ષિત થઈને ત્યાં જઈશું અને તે કાંતાને જઈશું. પછી તે રાત્રે પવનંજય પ્રહસિતને સાથે લઈ ત્યાંથી ઉઠીને અંજનાસુંદરી તેના મહેલને સાતમે માળે રહેલી હતી ત્યાં આવ્યું. રાજસ્પશની જેમ ગુપ્ત રહીને પવનંજય મિત્રની સાથે તે અંજનાસુંદરીને સારી રીતે નિરખવા લાગ્યો. તે વખતે વસંતતિલકા નામની તેની સખી અંજનાસુંદરીને કહેતી હતી કે “સખી ! તને ધન્ય છે કે પવનંજય જે પતિ પામી.” તે સાંભળીને મિશ્રકા નામે બીજી સખી બોલી ઉઠી-“અરે સખી ! વિદ્યુપ્રભ જેવા ઉત્તમ વરને મૂકી બીજા વરના શા વખાણ કરે છે ! ” વસંતતિલકાએ કહ્યું-“અરે મુગ્ધા ! તું કાંઈ પણ જાણતી નથી. વિદ્ય» અલ્પ આયુષ્યવાળે છે, તેથી તે આપણું સ્વામિનીને કેમ થાય ?' મિશ્રકા બેલી“સખી ! તુ મંદબુદ્ધિવાળી લાગે છે, અમૃત ઘેડું હોય તે પણ તે શ્રેષ્ઠ છે અને વિષે ઘણું હોય તો પણ તે કશા કામનું નથી.” આ પ્રમાણે તે બંને સખીઓને પરસ્પર આલાપ સાંભળી પવનંજય વિચારવા લાગ્યા કે તે વિદ્ય–ભ અંજનાસુંદરીને પ્રિય જણાય છે, તેથી તે આ બીજીને બેલતાં અટકાવતી નથી.” આ પ્રમાણે ચિંતવી અંધકારમાં જેમ અકસ્માત્ નિશાચર પ્રગટ થાય તેમ પવનંજય ક્રોધથી પગ ખેંચીને પ્રગટ થયો અને બોલ્યા કે “એ વિદ્યુભને વરવાનું અને તેની સાથે વરાવવાનું જેને ઠીક લાગ્યું છે તે બંનેનું મસ્તક છેદી નાંખું.” એમ બેલતે પવનજય રાષથી તે તરફ ચાલ્યું, એટલે તેના બાહુદંડને પકડી રાખી પ્રહસિત બે -“અરે મિત્ર! શું તું નથી જાણતો કે સ્ત્રી અપરાધી હોય તે પણ ગાયની જેમ વધ કરવાને લાયક નથી ? તેમાં પણ આ અંજનાસુંદરી તે નિરપરાધી છે. તે માત્ર લજજાને લીધે તેની સખીને બોલતાં અટકાવતી નથી, તે ઉપરથી તે કાંઈ અપવાદવાળી કરતી નથી. આ પ્રમાણે કહી પ્રહસિતે અત્યાગ્રહપૂર્વક તેને અટકાવ્યું, એટલે પવનંજય ત્યાંથી ઉઠી પોતાના આવાસમાં આવ્યું, અને ત્યાં આખી રાત દુઃખિતહૃદયે જાગૃતપણે જ વ્યતીત કરી. પ્રાતઃકાળે તેણે પોતાના મિત્ર પ્રહસિતને કહ્યું કે-મિત્ર! આ સ્ત્રી પરણવી કશા કામની નથી, કારણું કે એક સેવક પણ જો વિરક્ત હોય તો તે આપત્તિને માટે થાય છે, તે સ્ત્રીની શી વાત કરવી ! માટે ચાલો, આપણે આ કન્યાને તજી દઈને અહીંથી આપણી નગરીએ જઈએ. કેમકે જે પોતાના આત્માને રૂચે નહિ તે સ્વાદિષ્ટ ભજન હોય તે પણ શા કામનું !” આ પ્રમાણે કહીને પવનંજય ચાલવા લાગ્યું, એટલે પ્રહસિત તેને પકડી રાખીને સામ વચને સમજાવવા લાગ્યું કે–પતે કબુલ કરેલા કાર્યનું પણ ઉલ્લંઘન કરવું તે મહાન પુરૂષોને ઘટિત નથી, તો જે કાર્ય અનુલંધ્ય એવા ગુરૂજનોએ કબુલ કરેલું હોય તેનું ઉલ્લંઘન કરવાની તે વાતજ કેમ થાય ! ગુરૂજન મૂલ્યથી વેચી દેવા પ્રાસાદથી આપી દે, તે પણ તે પુરૂષોને પ્રમાણ છે; તેને માટે બીજી ગતિ જ નથી. વળી આ અંજનાસુંદરીમાં તે એક લેશમાત્ર દેષ નથી. વળી સહુદ્દજનનું હૃદય તેવા દોષના આરેપથી દૂષિત થાય તેમ છે, તેમજ તારા અને તેના માતાપિતા મહાત્મા તરીકે પ્રખ્યાત છે; તે છતાં તે ભ્રાતા ! તું સ્વછંદવૃત્તિએ અહીંથી ચાલ્યા જવાનો વિચાર કરતાં કેમ લજજા પામતે નથી? તારે શું તેઓને લજિજત કરવા છે ?” આ પ્રમાણે પ્રહસિતના કહેવાથી પવનજય જરા વિચાર કરીને હૃદયમાં શલ્ય છતાં પણ ત્યાં રહ્યા. પછી નિર્ણય કરેલે દિવસે પવનંજય અને અંજનાસુંદરીનો પાણિગ્રહણના મહોત્સવ થયે. તે તેઓના માતપિતાના નેત્રરૂપ કુમુદને ચંદ્ર જે આહલાદકારી લાગે. ૧. કેઈન ઓળખે તેવી રીતે. ૨. ગુપ્ત રાજપુરૂષ.
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy