SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ સગ ૨ જે તેના સ્વયંવરમાં બોલાવવાથી સર્વ રાજાઓ ત્યાં આવ્યા. તેઓમાં સગર નામે રાજા સવથી અધિક હતા. તે સગરની આજ્ઞાથી મંદોદરી નામની એક પ્રતિહારી અયોધન રાજાના આવાસમાં વારંવાર જતી હતી. એક વખતે દિતિ રાણી સુલતાકુમારીની સાથે ગૃહદ્યાનના કદલીગૃહમાં બેઠી હતી, તેવામાં મદદરી પણ ત્યાં આવી ચડી. તે બંનેનાં વચનો સાંભળવાની ઈચ્છાથી મંદદરી લતાઓમાં સંતાઈ રહી. તે વખતે દિતિએ સુલતાને કહ્યું-વત્સ ! તારા આ સ્વયંવરમાં મારા મનમાં એક સત્ય છે, અને તેનો ઉદ્ધાર કરે તારે આધીન છે; માટે તું સારી રીતે મૂળથી તે વાત સાંભળ-શ્રી ઋષભસ્વામીને ભરત અને બાહુબલી નામે મુખ્ય બે વંશધર પુત્રો હતા, જેઓના પુત્ર સૂર્ય અને સોમ થયા હતા. તેમાં સોમના વંશમાં તૃણબિંદુ નામે મારે ભાઈ થયેલો છે અને તારા પિતા અયોધન રાજા સૂર્યના વંશમાં થયેલા છે. અયોધન રાજાની બેન સત્યયશા તૃણબિંદુ રાજાની સ્ત્રી થયેલ છે, અને તેને મધુપિંગ નામે એક પુત્ર થયેલ છે હે સુંદરી ! તને એ મધુપિંગને આપવાની મારી ઈચ્છા છે, અને તારા પિતા તને સ્વયંવરમાં આવેલા રાજાઓમાંથી કઈ પણ વરને આપવાને ઈચ્છે છે. હવે સ્વયંવરમાં તું કોને વરીશ તે હું જાણી શકતી નથી. તેથી એક મોટું શલ્ય મારા હૃદયમાં સાલે છે; માટે સર્વ રાજાઓની વચમાં તારે મારા ભ્રાતૃજ (ભત્રીજા) મધુપિંગને વર એમ કબુલ કર.” આવી પોતાની માતાની શિક્ષા સુલસાએ સ્વીકારી. આ સર્વ વાત ગુપ્ત રીતે સાંભળીને મંદરીએ સગરરાજા પાસે નિવેદન કરી, . સગરરાજાએ પોતાના પુરોહિત વિશ્વભૂતિને આજ્ઞા કરી, એટલે તત્કાળ તે શીઘ્રકવિએ એક રાજલક્ષણસંહિતા રચી કાઢી. તેમાં તેણે એવું લખ્યું કે જેથી સગર રાજા સર્વ રાજલક્ષણોથી યુક્ત ગણાય અને મધુપિંગ રાજલક્ષણરહિત ઠરે. તે પુસ્તક તેણે પુરાણની જેમ પેટીમાં મૂક્યું. પછી એક વખતે રાજાની આજ્ઞાથી તે પુરોહિતે રાજસભામાં તે પ્રગટ કર્યું. તે વખતે પ્રથમ સગરરાજાએ કહ્યું કે-“આ પુસ્તક વંચાતાં તેમાં બતાવેલા રાજલક્ષણથી જે રહિત જણાય તે સર્વને વધ કરવા યેચ અને ત્યાજ્ય છે. પછી જેમ જેમ પુરેહિતે તે પુસ્તક વાંચવા માંડ્યું તેમ તેમ તેમાં બતાવેલાં લક્ષણ પોતાનામાં નહિ હોવાથી મધુપિંગ લજજા પામવા લાગ્યા. છેવટે મધુપિંગ ત્યાંથી ઉઠી ગયો અને સુલસા સગરરાજાને વરી. તત્કાળ તેમને વિવાહ થયે, અને પછી સર્વે પિતપોતાને સ્થાનકે ગયા. - મધુપિંગ અપમાન થવાથી બળતપ કરીને મૃત્યુ પામ્યો, અને સાઠ હજાર અસુરેનો સ્વામી મહાકાળ નામે અસુર થયે. તેણે અવધિજ્ઞાનવડે સુલસાના સ્વયંવરમાં પિતાનું અપમાન થવાના કારણભૂત સગરરાજાએ કૃત્રિમ બનાવેલું સર્વ ચરિત્ર જાણ્યું તેથી તેણે વિચાર કર્યો કે “સગરરાજાને અને બીજા રાજાઓને મારી નાંખ્યું. પછી તે અસુર તેમનું છિદ્ર જેતે ફરવા લાગ્યા. એકવાર તેણે શક્તિમતી નગરી પાસે શુક્તિમતી નદીમાં પર્વતને જો એટલે બ્રાહ્મણને વેશ લઈને તે પર્વતની પાસે આવ્યું અને કહ્યું કે-“હે મહામતિ! હું શાંડિલ્ય નામે તારા પિતાને મિત્ર છું. પૂર્વે હું અને તારે પિતા ક્ષીરકદંબ બંને ગૌતમ નામના બુદ્ધિમાન ઉપાધ્યાયની પાસે સાથે ભણ્યા હતા. હમણું નારદે અને બીજા લોકોએ તારું અપમાન કર્યું, તે વાર્તા સાંભળીને હું અહીં આ છું. હું મંત્રથી વિશ્વને મોહિત કરીને તારા પક્ષની પૂર્તિ કર્યા કરીશ.” આ પ્રમાણે કહી તે અસુરે પર્વતની સાથે રહી દુર્ગતિમાં પાડવાને માટે ઘણા લોકોને કધર્મમાં મોહિત કરી દીધા. લે કે માં સર્વ ઠેકાણે વ્યાધિ અને ભૂત વિગેરેના દોષે ઉત્પન્ન કરી પર્વતના મતને નિર્દોષ ઠરાવવા માંડ્યા. શાંડિલ્યની આજ્ઞાથી પર્વતે રોગની શાંતિ કરવા માંડી, અને લોકોને ઉપકારી કરી કરીને પિતાના મતમાં સ્થાપન
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy