SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૭ મું પરાવત : શૈતાઢયગિરિ ઉપર તિઃપુર નગરમાં જવલનશિખ નામે એક વિદ્યાધરને રાજા હતું. તેને શ્રીમતી નામે રાણી હતી, જે રૂપસંપત્તિથી લક્ષ્મી જેવી હતી. તે રાણીને વિશાળ લેનવાળી તારા નામે પુત્રી હતી. એક વખતે તે કન્યા ચકાંક નામના વિદ્યાધર રાજાના પુત્ર સાહસગતિના જોવામાં આવી, એટલે તત્કાળ તે કામપીડિત થયો. તેથી સાહસગતિએ માણસ મેકલી જવલનશિખ પાસે તેની માગણી કરી. તે પ્રમાણે વાનરપતિ સુગ્રીવે પણ માગણી કરી. કેમકે “રત્નના અથી ઘણું હોય છે. સાહસગતિ ને સુગ્રીવ બંને જાતિવાન, રૂપવાન અને પરાક્રમી હતા, તેથી આ કન્યા કોને આપવી ? તેવું તેના પિતાએ કેઈ નિમિત્તજ્ઞાનીને પૂછયું. નિમિત્તીઆએ કહ્યું કે સાહસગતિ અપાયુષ્ય છે અને સુગ્રીવ દીર્ધાયુષ્ય છે. તેથી જવલનશિખે તે કન્યા સુગ્રીવને આપી. તે ખબર જાણી અભિલાષા અને વિયેગને લીધે સાહસગતિ દિવસે દિવસે અંગારાથી દાઝેલ હોય તેમ કઈ ઠેકાણે પણ નિવૃત્તિ પામે નહિ. તારાની સાથે ક્રીડા કરતાં સુગ્રીવને અંગદ અને જ્યાનંદ નામે બે દિગ્ગજ જેવા પરાક્રમી પુત્રે થયા. તારાને અનુરાગી સાહસગતિ મન્મથે મંથન કરેલા આત્માવાળો થયે સતે કામવિકારની તીવ્રતાને સૂચવનારા અનેક પ્રકારના વિચાર કરવા લાગ્યા. છેવટે “બળથી કે છળથી હું તેનું જરૂર હરણ કરીશ.” આ પ્રમાણે ચિંતવીને રૂપનું ન કરે તેવી શેમુષી ના મની વિદ્યાનું તેણે સ્મરણ કર્યું, અને પછી તે ચકાંક રાજાના પુત્રે ક્ષુદ્રહિમાચલની ગુફામાં રહી તે વિદ્યા સાધવાનો આરંભ કર્યો. અહી સૂર્ય જેમ પૂર્વગિરિના તટમાંથી નીકળે તેમ રાવણ દિગ્વિજય કરવાને માટે લંકાપુરીથી બહાર નીકળ્યો. બીજા દ્વીપમાં રહેનારા વિદ્યાધરે અને રાજાઓને વશ કરીને તે પાતાળલંકામાં આવ્યું. ત્યાં રહેલા સૂર્પણખાના પતિ ખરવિદ્યાધરે મૃદુ ભાષણપૂર્વક ભેટ આપીને સેવકની જેમ રાવણની સવિશેષ પૂજા કરી. પછી ઈદ્રરાજાને જીતવાની ઈચ્છાએ ચાલતા રાવણની સાથે તે ખરવિદ્યાધર ચૌદહજાર વિદ્યાધરોથી પર સતે ચાલ્યો. તે વખતે સુગ્રીવ પણ પિતાની સેના લઈને વાયુ પછવાડે અગ્નિની જેમ બળવાન રાક્ષસપતિ રાવણની પછવાડે ચાલ્યો. અસંખ્ય સેનાથી ભૂમિ અને અંતરીક્ષના મધ્ય ભાગને રૂપી દેતે રાવણ સમુદ્રની પેઠે ઉત્ક્રાંત થઈ અખલિતપણે ચાલવા લાગ્યો. આગળ ચાલતાં વિધ્યગિરિ ઉપરથી ઉતરતી ચતુર કામિનીની જેવી સેવા નદી તેના જોવામાં આવી. તે શબ્દ કરતી હંસથી જાણે કટિમેખલા બાંધી હોય તેવી દેખાતી હતી, વિશાળ તટભૂમિવડે તે નિતંબથી શોભિત હોય તેવી જણાતી હતી, અતિ ભંગુર તરંગોથી કેશને ધારણ કરનારી હેય તેવી દશ્યમાન થતી હતી અને વારંવાર ઉછળતાં માછલાંઓના કુરણથી જાણે કટાક્ષ મૂકતી હોય તેવી લાગતી હતી. આવી રેવાનદીના તીર ઉપર યુથથી વિંટાયેલા હસ્તિપતિની જેમ રાવણે સૈન્ય સહિત પડાવ કર્યો. ત્યાં રાવણ રેવા નદીમાં સ્નાન કરી, બે ઉજજવળ વસ્ત્ર પહેરી અને સમાધિવડે દઢ આસન કરીને બેઠે, અને મણિમય પટ્ટ ઉપર રત્નમય અહં તબિંબનું સ્થાપન કરી, રેવાના જળથી તેમને સ્નાન કરાવી તેનાં વિકાસી કમળ વડે પૂજન કરવાને આરંભ કર્યો. એ પ્રમાણે તે પૂજામાં વ્યગ્ર થઈ રહ્યા હતા, તેવામાં સમુદ્રની વેલની જેમ અકસ્માત્ રેવાનદીમાં મોટું પૂર આવ્યું. ગુલમની જેમ વૃક્ષોને મૂળમાંથી ઉખેડતુ તે જળ નદીના ઉંચા કિનારાની ઉપર પણ પ્રસરવા લાગ્યું. જાણે શક્તિપુટ હોય તેમ આકાશ સુધી ઉછળતી તરંગોની પંક્તિઓ કાંઠાને પાડીને તટ ઉપર બાંધેલાં વહાણોને પરસ્પર અથડાવવા લાગી. પાતાળની ગુફા હોય તેવી મોટી કાંઠાની ખીને ઉદરભરિના ઉદરને જેમ ભક્ષ્ય પૂરે તેમ જળના પૂરે પૂરી દીધી. પૂર્ણિમાની ચંદ્ર
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy