SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ સ ૨ જો કેમકે ‘ આ કાર્ય માત્ર શિક્ષાને માટેજ હતું, ક્રોધથી હતું નહિ.' પછી ગિરિના તળમાંથી નીકળીને પ્રતાપ રહિત થયેલા રાવણ પશ્ચાત્તાપ કરતા વાળી મુનિ પાસે આવ્યા, અને નમસ્કાર કરી અજલિ જોડીને આ પ્રમાણે ખેલ્યા- જે પાનાની શિતને જાણતા નથી, જે અન્યાયના કરનારા છે અને જે લાભથી જીતાયેલા છે તે સવમાં હું ધુરંધર છું. હે મહાત્મા ! હું નિલજજ થઈને વારવાર તમારા અપરાધ કરૂ છું, અને તમે શક્તિવાન છતાં કૃપાળુ થઈ ને તે સહન કરો છે; હે પ્રભુ ! હવે હું માનું છું કે તમે પૂર્વે મારી ઉપર કૃપા કરીને જ પૃથ્વીને છાડી દીધી છે, કાં અસમર્થ પણ છેડી દીધી નથી, તથાપિ તે વખતે મારા જાણવામાં એમ આવ્યું નહિ. હે નાથ ! જેમ હસ્તીના શિશુ પર્વતને ફેરવવા માટે પ્રયત્ન કરે તેમ મે' અજ્ઞાનથી મારી શક્તિને તાળવા માંડી હતી. આજે મારા જાણવામાં આવ્યું કે પત અને રાફડામાં તથા ગરૂડ અને ચાસ પક્ષીમાં જેટલા તફાવત છે તેટલા તફાવત તમારા અને મારા વચ્ચે છે. હે સ્વામી ! મૃત્યુની અણી ઉપર રહેલા એવા મને તમે પ્રાણ આપ્યા છે, મારા જેવા અપકારી ઉપર પણ તમારી આવી ઉપકારબુદ્ધિ છે, માટે તમને નમસ્કાર છે.” આ પ્રમાણે દૃઢ ભક્તિએ વાળીમુનિને કહી, ખમાવી અને ત્રણ પ્રદક્ષિણા કરીને રાવણે તેમને નમસ્કાર કર્યા. આવા તે મુનિના માહાત્મ્યથી હર્ષ પામેલા દેવતાઓએ ‘સાધુ સાધુ’ એવા શબ્દો કહીને વાળીમુનિની ઉપર આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરી. પછી ફરીવાર વાળીનેિને પ્રણામ કરી તે પતિના મુગટ જેવા ભરતરાજાના કરાવેલા ચૈત્યની બહાર ચંદ્રહાસ ખગ વિગેરે શસ્રો મૂકી પાતે અંતઃપુર સહિત અંદર જઈ ઋષભાદિક અર્હ‘તની અષ્ટપ્રકારી પૂજા કરી. પછી એ મહાસાહસિક રાવણે ભક્તિથી પાતાની નસાને ખેંચી તેની તંત્રી કરીને ભુજવીણા વગાડવા માંડી. દશાનન ગ્રામ રાગથી રમ્ય એવી વીણા વગાડતા હતા અને તેના અંત:પુરની સ્ત્રીએ સપ્ત સ્વરથી મનોહર ગીત ગાતી હતી, તેવામાં પન્નગપતિ ધરણેન્દ્ર તે ચૈત્યની યાત્રા માટે ત્યાં આવ્યા. તેણે પૂજા કરીને પ્રભુને વંદના કરી. તે વખતે અતિ તના ગુણમય એવા કરણ અને ધ્રુવક વિગેરે ગીતાનું વીણાવડે ગાયન કરતા રાવણને જોઈ ધરકે કહ્યું- હે રાવણ ! અહંતના ગુણાની સ્તુતિમય આ ગાયન બહુજ સુંદર છે, તે પણ તારા ભાવ સહિત હોવાથી તારી ઉપર હું સંતુષ્ટ થયેા છે. અહ ́તના ગુણાની સ્તુતિનું મુખ્ય ફળ તા મોક્ષ છે, તથાપિ તારી સંસારવાસના હજુ જીણુ થઇ નથી તેથી તને હું શું આપું ? તે માગી લે.’રાવણ ખેલ્યા-‘હું નાગે...દ્ર ! દેવના પણ દેવ, અ`ત પ્રભુના ગુણસ્તવનથી તમે તુષ્ટ થયા, તે તમને ઉચિત છે; કારણ કે તે તમારા હૃદયમાં રહેલી સ્વામીભક્તિનુ ચિન્હ છે. પરંતુ જેમ વરદાન આપવાથી તમારી સ્વામિભક્તિના ઉત્કર્ષ થાય છે, તેમ વરદાન લેવાથી મારી સ્વામિભક્તિ હીન થાય છે.’ નાગેન્દ્રે ફરીવાર કહ્યું હું માનદ રાવણુ ! તને શાખાશ છે ! તારી આવી નિ:સ્પૃહતાથી હું વિશેષ સંતુષ્ટ થયે છું.’ આ પ્રમાણે કહી ધરણેદ્ર અમેઘવિજયા શાક્તિ અને રૂપવિકારિણી વિદ્યા રાવણને આપી પોતાને સ્થાને ગયા. પછી રાવણ ત્યાં રહેલા સ તીર્થંકરાને વાંઢી નિત્યાલાક નગરે ગયા. ત્યાં રત્નાવળીને પરણીને પાછે લંકામાં આવ્યા. તે સમયે વાળીમુનિને કેવળજ્ઞાન ઉત્પન્ન થયુ. સુરઅસુરે એ આવીને કેવળજ્ઞાનના મહાત્સવ કર્યા, અનુક્રમે ભવાપગ્રાહી ક`ના` ક્ષય કરીને અન તચતુષ્ટયર જેનાં સિદ્ધ થયા છે એવા વાળી મુનિ પરમપદને પ્રાપ્ત થયા. હું ૧૮ ૧ નામ, ગાત્ર, વેદની અને આયુ એ ચાર અઘાતિક સંસારના અંત થતાં સુધી રહે છે, તેથી તે ભવાપગ્રાહી કહેવાય છે. ૨ અનંતજ્ઞાન, અનંતદર્શીન, અનંતવીય અને અનંત સુખ.
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy