SearchBrowseAboutContactDonate
Page Preview
Page 458
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વ ૯ મુ ૨૧૫ તેણે ઉદ્યમ છેાડી દીધા નહીં. એક વખતે આમતેમ ભમતાં કુવામાંથી જળ કાઢતા કોઈ એક છોકરા તેના જોવામાં આવ્યો. તે છેાકરાથી સાત વાર પાણી આવ્યું નહીં, પણ આઠમી વાર પાણી આવ્યુ, તે જોઇ સાગરદત્તે વિચાર્યું” કે “ માણસને ઉદ્યમ અવશ્ય ફળદાયક છે. જેઓ અનેક વિગ્ન આવે તેમાં પણ અસ્ખલિત ઉત્સાહવાળા થઈને પ્રારંભેલુ કાર્ય છેાડતા નથી, તેને દૈવ પણ વિન્ન કરતાં શંકા પામે છે.” આ પ્રમાણે વિચારી શુકનગ્રંથિ આંધી વહાણ લઈને સિંહલદ્વીપ તરફ ચાલ્યો, પરંતુ પવનને યોગે તે રત્નદ્વીપે આવ્યો. પછી ત્યાં પેાતાના સર્વાં માલ વેચીને તેણે રત્નાના સમૂહ ખરીદ કર્યો. તેનાથી વહાણ ભરીને તે પેાતાની નગરી તરફ ચાલ્યો. તે રત્ના જોઈ ને લુબ્ધ થયેલા ખલાસીઓએ તેને રાત્રે સમુદ્રમાં નાખી દીધા. દૈવયોગે પ્રથમ ભાંગેલા કોઈ વહાણનું પાટીયુ તેને હાથ આવવાથી તે વડે તે સમુદ્રને ઉતરી ગયો. ત્યાં કીનારા ઉપર પાટલાપાથ નગર હતું. તે નગરમાં પ્રવેશ કરતાં ત્યાં રહેલા તેના સસરાએ તેને જોયો, એટલે તે તેને પેાતાના આવાસમાં લઈ ગયો. પછી સ્નાન ભાજન કરીને વિશ્રાંત થયેલા સાગરદત્તે મૂળથી માંડીને ખલાસીઓ સંબંધી વૃત્તાંત પેાતાના સસરાને કહ્યો. સસરાએ કહ્યું કે હું જામાતા ! તમે અહીંજ રહેા, એ દુર્બુદ્ધિવાળા ખલાસીએ તમારા બધુજનની શંકાથી તામ્રલિપ્તી નગ રીએ નહી' જાય, પણ ઘણું કરીને તે અહીંજ આવશે.' સાગરદત્તો ત્યાં રહેવાનું કબુલ કર્યું. પછી તેના સસરાએ એ વૃત્તાંત ત્યાંના રાજાને જણાવ્યા. “ દીર્ઘદશી પુરુષોના એવા ** ન્યાય છે.’’ કેટલેક દિવસે પેલુ' વહાણુ તેજ બંદરે આવ્યું, એટલે સાગરદત્ત પાસેથી જેમણે બધાં ચિહ્નો જાણ્યાં હતાં એવા રાજ્યના આરક્ષક પુરુષોએ તે વહાણને એળખી લીધુ.. પછી તેમણે તેના સ` ખલાસીઓને ખેલાવીને પૃથક્ પૃથક્ પૂછ્યું કે ‘ આ વહાણુના માલિક કોણ છે ? તેમાં શું શું કરીયાણાં છે ? અને તે કેટલાં છે ?' તેવી રીતે ઉલટપાલટ પૂછવાથી તેએ સ ક્ષેાભ પામીને જુદુ જુદુ ખેલવા લ.ગ્યા, તેથી તેમને ગેા કરનાર તરીકે જાણી લઈ ને આરક્ષકોએ તત્કાળ સાગરઢત્તને ત્યાં એલાવ્યા. સાગરદત્તને જોતાંજ તેઓ ભય પામીને ખેલ્યા કે “ હે પ્રભુ ? અમેા કર્માંચ'ડાળાએ તે મહાદુષ્કર્મ કર્યું. હતું. તથાપિ તમારા પ્રબળ પુણ્યથી તમે અક્ષત રહ્યા છે. અમે તમારી વધ્યકોટિને પ્રાપ્ત થયા છીએ, માટે આપ સ્વામીને જે ચગ્ય લાગે તે કરો.' કૃપાળુ અને શુદ્ધ બુદ્ધિવાળા સાગરદત્તો રાજપુરુષોથી તેમને છેાડાવ્યા, અને કાંઈક પાથેય આપીને તેમને વિદાય કર્યા. તેના આવા કૃપાળુપણાથી ‘ આ પુણ્યવાન છે ' એમ વિચારનારા ત્યાંના રાજાને મહામતિ સાગરદત્ત ઘણા માનીતા થયો અને તે વહાણનાં કરિયાં વેચાવડે તેણે ઘણુ દ્રશ્ય ઉપાર્જન કર્યુ પછી પુષ્કળ દાન આપતો તે ધર્મની ઈચ્છાએ ધર્માંતી કાને પૂછ્યો લાગ્યા કે • જે દેવના દેવ હાય તેને રત્નમય કરવાની મારી ઇચ્છા છે” માટે તે મને જણાવે. દેવતત્ત્વ સુધી નહીં પહોંચેલા તે ધમ તીર્થ કાએ તેને જે ઉત્તર આપ્યા તેમાંનુ એકે વાકય તેને યાગ્ય લાગ્યુ નહીં; એટલે તેમાંથી કોઇ આપ્ત પુરુષે કહ્યું કે ‘ અમારા જેવા મુગ્ધને એ વાત શુ' પૂછે છે ? તમારે પૂછ્યું' હોય તા એક રત્નને અનુસરીને તપસ્યા કરવામાં તત્પર થાએ, એટલે તેને અધિષ્ઠાયિક દેવતા આવીને તમને જે ખરા દેવાધિદેવ હશે તેને જણાવશે.’ પછી સાગરદત્તે તે પ્રમાણે કરીને અષ્ટમ તપ કર્યું, એટલે રત્નના અધિષ્ઠાચિક દેવતાએ આવી તેને તીથંકરની પવિત્ર પ્રતિમા બતાવીને કહ્યું કે “ હે ભદ્રે ! ૧ ધર્માંચા –અનેક મતના આગેવાના.
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy