SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ સગ ૪ થો શ્રી પાર્શ્વનાથ પ્રભુને વિહાર અને નિર્વાણ સવ વિશ્વના અનુગ્રહને માટે વિહાર કરતા એવા શ્રી પાર્શ્વનાથ પ્રભુ એક વખતે સંસારમાં ૫ ડ્ર (તિલક) જેવા પુંડ્ર નામના દેશમાં આવ્યા. તે અરસામાં પૂર્વ દેશમાં તામ્રલિપ્તી નગરીમાં સાગરદત્ત નામે એક કળાશ અને સદ્દબુદ્ધિમાન યુવાન વણિકપુત્ર રહેતું હિતે. તેને જાતિસ્મરણ થયેલું હોવાથી તે સર્વદા સ્ત્રી જાતિને વિષે વિરક્ત હતો, તેથી સ્વરૂપવતી સ્ત્રીને પણ પરણવાને ઇચ્છતે નહીં. તે પૂર્વ જન્મમાં એક બ્રાહ્મણને પુત્ર હતે. તે ભવમાં કઈ બીજા પુરુષ સાથે આસક્ત થયેલી તેની પત્નીએ તેને ઝેર આપી સંજ્ઞા રહિત કરી કોઈ ઠેકાણે છેડી દીધું હતું. ત્યાં એક ગોકુળી સ્ત્રીએ તેને જીવાડે હતે. પછી તે પરિવ્રાજક થઈ ગયે. ત્યાંથી મૃત્યુ પામી આ ભવમાં તે સાગરદત્ત નામનો શ્રેષ્ઠીપુત્ર થયો હતું, પરંતુ પૂર્વ જન્મના સ્મરણથી તે સ્ત્રીઓથી વિમુખ થયો હતો. હવે પિલી લોકધર્મમાં તત્પર એવી ગોકુળી સ્ત્રી મૃત્યુ પામીને અનુક્રમે તેજ નગરીમાં એક રૂપવતી વણિકપુત્રી થઈ. “આ સ્ત્રીમાં આની દષ્ટિ રમશે એવી સંભાવના કરીને બંધુજનેએ સાગરદત્તને માટે તેને પસંદ કરી અને ગૌરવ સહિત તેને પ્રાપ્ત પણ કરી, પરંતુ સાગરદત્તનું મન તેની ઉપર પણ વિશ્રાંત થયું નહી; કારણ કે પૂર્વ ભવના અભ્યાસથી તે સ્ત્રીઓને યમદૂતી જેવી માનતો હતે. બુદ્ધિમાનું વણિકપુત્રીએ વિચાર્યું કે “આને કાંઈક પૂર્વ ભવનું સ્મરણ થયું જણાય છે, અને તે જન્મમાં કોઈ પુ લી સ્ત્રીએ આ પુરુષને હેરાન કર્યો જણાય છે. આ હૃદયમાં વિચાર કરી તેને સમજાવવાને અવસર જાણી તેણે એક પત્રમાં શ્લોક લખીને તેની ઉપર મોકલાવ્યા. તે શ્લોકમાં આ પ્રમાણે ભાવાર્થ હિતે“ દુધથી દાઝેલા પુરુષને દધિને ત્યાગ કરવો ઘટિત નથી, કેમકે અહ૫ જળમાં સંભવતા પોરાઓ શું દુધમાં પણ હોય ?” આ શ્લોક વાંચી તેને ભાવાર્થ હૃદયમાં વિચારીને સાગરદરો પણ એક કલેક લખી મોકલ્યો. તેને આ પ્રમાણે ભાવાર્થ હતો- “ સ્ત્રી કુપાત્રમાં રમે છે, સરિતા નીચા સ્થાનમાં જાય છે, મેઘ પર્વત ઉપર વધે છે અને લક્ષ્મી નિર્ગુણ પુરુષને આશ્રય કરે છે.” વણિફસુતાએ આ લોક વાંચી તેનો ભાવાર્થ જાણી લીધું. પછી તેના બોધને માટે બીજો શ્લોક લખી મોકલ્યો. તેમાં આ પ્રમાણે ભાવાર્થ હતે- “તેમાં પણ શું કોઈ સ્ત્રી દોષ રહિત હોતી નથી ? જે હોય છે તે રાગી સ્ત્રીનો શું જોઈએ ત્યાગ કરે ? રવિ પિતાની ઉપર અનુરક્ત થયેલી સંસ્થાને કદિ પણ છોડતો નથી.” આ કલોક વાંચીને તેના આવા ડહાપણ ભરેલા સંદેશાઓથી રંજીત થયેલો સાગરદત્ત તેની સાથે પરણ્યા અને હર્ષયુક્ત ચિરો પ્રતિદિન ભેગ ભેગવવા લાગ્યો. એક વખતે સાગરદત્તને સાસરો પુત્ર સહિત વ્યાપારને માટે પાટલા પથ નગરે ગયો. અહીં સાગરદત્ત પણ વ્યાપાર કરવા માંડયો. અન્યદા તે મોટું વહાણ ભરીને સમુદ્રને પરતીરે ગયો. સાત વાર તેનું વહાણ સમુદ્રમાં ભાંગી ગયું; તેથી “આ પુણ્યરહિત છે એમ કહી લો કે તેને હસવા લાગ્યા. એટલે તે પાછો આવ્યો. પણ નિર્ધન થઈ ગયા છતાં
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy