SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ સ ૧ લા હું અનુક્રમે એક ગામમાં આભ્યા. તે ગામના નાયક પાસેથી તમારા ખખર મેળવીને ચાલતા ચાલતા હું અહીં આવ્યા. દૈવયોગે મેઘને મયૂરની જેમ મેં તમને અહી' જોયા.” પછી બ્રહ્મદો કહ્યું કે ' હે મિત્ર ! નપુ`સકની જેમ પુરૂષાર્થ કર્યા વિના અમને આમ કયાં સુધી મારે ભટકતા રહેવુ... ?” એ સમયે કામદેવના સામ્રાજ્યભૂત અને મધુની જેમ યુવકજનને મના કરનાર વસતાત્સવ પ્રગટ થયો. એવામાં એક દિવસ જાણે કાળનો અનુજ ખંધુ હોય તેવા રાજાના એક ઉન્મત્ત હાથી ખીલેા ભાંગી સાંકળ તોડીને સ જનોને ત્રાસ પમાડતા છુટા થઇ ગયો. તે હાથીએ નિત'ના ભારથી સ્ખલિત ગતિએ ચાલતી એક કન્યાને કમલિનીની જેમ ખેચીને પેાતાની સુંઢમાં પકડી લીધી, તેથી શરણાથી એવી તે કન્યા ટ્વીન નેત્રે પાકાર કરવા લાગી. તે સાંભળી સત્ર દુઃખબીજના અક્ષર જેવા હાહાકાર થઇ રહ્યો. તે વખતે ‘અરે માતંગ ! તું ખરેખર માતંગ (ચંડાળ ) છે, નહી. તેા આ સ્ત્રીને પકડતાં કેમ લજજા પામતા નથી ?’ આ પ્રમાણે કહેતા બ્રહ્મદત્ત તેની પાસે ગયો, એટલે હાથી તે કન્યાને છેાડી બ્રહ્મદત્ત સામે દોડયો. બ્રહ્મદત્ત એકદમ ઉછળીને તેના દાંતરૂપ નીસરણી ઉપર પગ મૂકી લીલામાત્રમાં તેની ઉપર ચઢી ગયો, અને આસન વાળીને બેઠા. પછી વાકચથી, પગથી, અંકુશથી અને વિજ્ઞાનથી કુમારે તે હાથીને ચેાગી જેમ યોગવડે મનને વશ કરે તેમ વશ કરી દીધા, લાકોએ ‘ઠીક કર્યું, ઠીક કર્યું....” એમ ખેલતાં જયનો નાદ કર્યા, પછી કુમારે હાથીણિની જેમ તે હાથીને તેના ખીલા પાસે લઈ જઈને બાંધી દીધા તે વખતે ત્યાં રાજા આવ્યો. તે કુમારને જોઈ ઘણા વિસ્મય પામ્યો. કેમકે તેની આકૃતિ અને પરાક્રમ કાને વિસ્મય કરે તેવું નહાતુ ! પછી રાજા લ્યો કે ‘ આ પુરુષ કાણુ છે ? શું ગુપ્ત રીતે સૂર્ય કે ઇંદ્ર તો આવ્યા નથી ?” આ પ્રમાણે વિચાર કરે છે તેવામાં રત્નવતીના પ્રકાએ તેમની પાસે જઈને બધી હકીકત કહી સ`ભળાવી, એટલે પેાતાના આત્માને પવિત્ર માનનાર રાજાએ ચંદ્રને દક્ષ પ્રજાપતિએ આપી તેમ ઉત્સવપૂર્વક પોતાની કન્યાએ દત્તને આપી. બ્રહ્મદત્ત તેમને પરણીને ત્યાં સુખે રહેવા લાગ્યો. બ્રહ્મ એક વખત એક વૃદ્ધ સ્ત્રીએ કુમાર પાસે આવી માથે વસ્ત્રનો છેડા ફેરવીને કહ્યું કે “ હે વત્સ ! આ નગરીમાં લક્ષ્મીવડે બીન કુબેર ભંડારી જેવા વૈશ્રવણ નામે એક ધનાઢય શ્રેષ્ઠી રહે છે, તેને સમુદ્રને લક્ષ્મીની જેમ શ્રીમતી નામે એક પુત્રી છે. રાહુ પાસેથી ચંદ્ર. કળાની જેમ તમે જ્યારથી તે રાજકન્યાને ઉન્મત્ત હાથી પાસેથી છેાડાવી છે ત્યારથી એ આાળા તમારા અભિલાષ કરતી તલખ્યા કરે છે, માટે તે રાજકન્યાને જેમ હાથી પાસેથી બચાવી છે તેમ તે ખળાને કામદેવથી પણ બચાવેા, અને જેવી રીતે તેનું હૃદય ગ્રહ્યું છે, તેવી રીતે તેના પાણિનું પણ ગ્રહણ કરો.” પછી કુમાર વિવિધ વિવાહમંગળથી તેને પરણ્યો, અને મત્રીપુત્ર વરધનુ પણ સુબુદ્ધિ મત્રીની કન્યા નંદાને પરણ્યો. ત્યાં રહેતા તે અને વીર શક્તિથી પૃથ્વી પર પ્રખ્યાત થયા. કેટલાક દિવસ પછી તેઓ વારાણસી નગરીમાં આવ્યા. બ્રહ્મદત્તને આવેલા સાંભળી વારાણસીનો રાજા કટક બ્રહ્માની જેમ ગૌરવતાથી સામે આવીને તેમને પોતાને ઘેર લઇ ગયો અને પેાતાની કટકવતી નામની કન્યા તેમજ મૂત્તિ માન્ જયલક્ષ્મી જેવી ચતુરંગ સેના બ્રહ્મદત્તને આપી, તેમને ત્યાં આવેલા જાણી ચ‘પાનગરીનો રાજા કદત્ત, ધનુ મ`ત્રી અને ખીજા ભગદત્ત વિગેરે રાજાએ પણ ત્યાં આવ્યા. પછી ભરતચક્રીએ જેમ સુષેણુને સેનાપતિ કર્યો હતો તેમ વરધનુને સેનાપતિ કરી બ્રહ્મદત્તકુમારે દીર્ઘરાજાને દીર્ઘ પંથે ( y
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy