SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૯ મું કરી શક્યો નહીં એટલે પોતે વિદ્યા સાધવાને ગયો. ત્યારપછીની વાર્તા તમે પોતેજ વસ્તુતઃ જાણે છે. પછી પુષ્પવતીએ અમારી પાસે આવી તે અમારા ભાઈના મૃત્યુના ખબર અમને કહ્યા, અને ધર્માક્ષરવડે તેણીએ અમારા શેકને ટાળી દીધે. પછી કહ્યું કે તે તમારા બંધુને હણનાર બ્રહ્મદત્ત અહીં આવે છે માટે તેજ તમારા બંનેને ભર્તાર થાઓ, કારણકે “મુનિની વાણી અન્યથા થતી જ નથી.” અમોએ તે વાતનો સ્વીકાર કર્યો. એટલે પુષ્પવતીએ તમને આવવાની સંજ્ઞા કરવા માટે રસભવૃત્તિથી ભૂલી જઈને રક્તને બદલે ત ધ્વજા હલાવી, જેથી તમે અમને છોડીને ચાલ્યા ગયા. અમારા વિપરીત ભાગ્યના યોગથી તમે આવ્યા નહીં અને સર્વત્ર આપને શોધવા માટે ભમતાં અમે કઈ પણ સ્થાનકે આપને જોયા નહીં, તેથી નિર્વેદ પામીને અમે અહીં આવીને રહેલા છીએ. હે સ્વામિન! આજે અમારાં પુણ્યથી તમે અહીં આવ્યા છે. પૂર્વે અમે પુષ્પવતીના કહેવાથી તમને વરેલી છીએ, તેથી અમારી ગતિ તમે એક જ છે, માટે અમારું પાણિગ્રહણ કરે.” આવાં તેમનાં પ્રેમચન સાંભળીને બ્રહ્મદત્ત ગાંધર્વ વિવાહથી તેમને પરણ્યો. “સરિતાઓનું પાત્ર જેમ સમુદ્ર છે તેમ સ્ત્રીઓનું પાત્ર ભેગી પુરુષ છે.” ગંગા અને પાર્વતીની સાથે મહાદેવની જેમ તે બંને સ્ત્રીઓ સાથે ક્રિીડા કરતા બ્રહાદરે તે રાત્રી ત્યાં આનંદમાં નિર્ગમન કરી. પછી તે બંનેને કહ્યું કે “જ્યાં સુધી મને રાજ્યનો લાભ ન થાય ત્યાંસુધી તમારે પુષ્પવતીની સાથે રહેવું.” એમ કહી તે સ્ત્રીઓને તેની પાસે જવા આજ્ઞા કરી. તેમણે તેમ કરવાનું કબુલ કર્યું, જેથી તત્કાળ તે લેક અને તે મંદિર વિગેરે સર્વ ગંધવનગરની જેમ અદશ્ય થઈ ગયું. પછી બ્રહાદત્ત તાપસના આશ્રમમાં રાખેલી રસ્તવતીને શોધવા ગયે, પરંતુ ત્યાં તે જોવામાં આવી નહીં, પણ ત્યાં એક સુંદર આકૃતિવાળો પુરુષ હતો, તેને પૂછયું કે “હે મહાભાગ! અહીં ગઈ કાલે દિવ્ય વસ્ત્રને ધરનારી અને રતનભૂષણથી શોભિત એવી કોઈ સ્ત્રી તમારા જેવામાં આવી છે તેણે કહ્યું કે “કાલે “હે. નાથ ! હે નાથ !” એમ પિકાર કરીને રૂદન કરતી એક સ્ત્રી મારા જેવા માં આવી હતી, અમારી સ્ત્રીઓએ તેને ઓળખી એટલે અહીથી લઈ જઈને તેને તેના કાકાને મેંપી છે.” પછી તેણે પૂછ્યું કે “શું તમે તેના પતિ થાઓ છો ?” બ્રહ્મદર હા પાડી. એટલે તે પુરુષ બ્રહ્મદત્તને આગ્રહપૂર્વક રત્નવતીના કાકાને ઘેર લઈ ગયા. રત્નવતીના કાકા એ મોટી સમૃદ્ધિથી બ્રહ્મદત્તને રત્નાવતીનો વિવાહમહત્સવ કર્યો. ધનવાન પુરુષને સર્વ કામ સહેલું છે.' ત્યાં બ્રહ્મદર તેની સાથે વિષયસુખ ભેગવવા લાગ્યો. અન્યદા બ્રહ્મદત્તે પિતાના મિત્ર વરધનુનું ઉત્તરકાર્ય કરવાનો આરંભ કર્યો. તેમાં સાક્ષાત્ તેના ભૂત જેવા બ્રાહ્મણ જમવાને આવ્યા. તે વખતે અકસ્માત્ બ્રાહ્મણનો વેષ લઈને વરધનું પણ ત્યાં આવી પહોંચ્યા, અને બ્રહ્મદત્તને આ પ્રમાણે કહેવા લાગ્યું કે મને ભેજન આપશે તો તે સાક્ષાત્ વરધનુને જ મળશે.’ આવી શ્રવણને અમૃત જેવી તેની વાણી સાંભળીને બ્રહ્મદત્તે તત્કાળ તેની સામું જોયું, એટલે તેને ઓળખે, તેથી જાણે બે શરીરને એક કરી દેતા હોય તેમ તેણે તેને આલિંગન કર્યું, અને હર્ષાબુથી તેને ત્વવરાવતો તે અંતર્ગહમાં લઈ ગયા. પછી કુમારે તેને તેને વૃત્તાંત પૂછ્યું, એટલે તે પિતાનો વૃત્તાંત કહેવા લાગે“હે મિત્ર ! તમે સુઈ ગયા પછી દીર્ઘરાજાના સુભટની જેમ ચાર લોકોએ આવીને મને રૂંધી લીધે વૃક્ષની અંદર રહેલા એક ચારે મને એક બાણ માર્યું, તેથી હું પૃથ્વી પર પડી ગયો, અને લતા એના અંતરમાં ઢંકાઈ ગયે. મને ત્યાં જ નહીં એટલે આવેલા બધા ચેરે ચાલ્યા ગયા. પછી જળમાં મય ની જેમ વૃક્ષોમાં સંતાતે સંતાતા.
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy