SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ર સગ ૧૦ મે ચરણમાંથી કંટક કાઢવાને અસમર્થ અને જેમનાં હદય દીન થયેલાં છે એવા તે મુનિને એક છાયાદાર સ્પંડિલ (જમીન) ઉપર મૂકી ખેદયુક્ત ચિત્તે સાથે સાથે જશે. એવામાં પેલો યુથપતિ વાનર અનેક વાનરો સાથે ત્યાં આવશે. એટલે તે મુનિને જોઈને આગ ચાલનારા વાનરો કિલકિલારવ કરી મૂકશે. તે નાદશી રોષ પામીને યુથપતિ વાનર આગળ આવશે. ત્યાં તે મુનિને જોઈને તે વિચાર કરશે કે “આવા મુનિને પૂર્વે મેં કઈવાર જોયેલા છે.” એમ ઉહાપોહ કરતાં તેને જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થશે, તેથી તે પિતાના પૂર્વ ભવના વૈદ્યપણાને સંભારશે. પછી પ્રાપ્ત થયેલા વૈદ્યકજ્ઞાનથી પર્વત ઉપરથી તે વાનર વિશલ્યા અને રોહિણી નામે બે ઔષધિઓ લાવશે. તેમાંથી વિશલ્યા ઔષધિને દાંત વતી પીસીને મુનિના ચરણ ઉપર મૂકશે, તેથી તેમનો ચરણ શલ્યરહિત થશે, પછી હિણી ઔષધિ મૂકવાથી તત્કાળ રૂઝાઈ જશે. પછી “હું પૂર્વે દ્વારકામાં વૈતરણ નામે વૈદ્ય હતે” એવા અક્ષર લખીને તે મુનિને બતાવશે. એટલે મુનિ તેનું ચરિત્ર સંભારીને તેને ધર્મ કહેશે, તેથી તે કપિ ત્રણ દિવસનું અનશન કરી સહસ્ત્રાર નામના આઠમા દેવલોકમાં જશે. ત્યાં ઉપજતાં જ અવધિજ્ઞાનવડે તે પોતાના કાસગી વાનરશરીરને જોશે, અને તેની પાસે બેસીને નવકારમંત્ર સંભળાવતા મનિને દેખશે; એટલે મુનિ ઉપર અતિ ભક્તિવાળે તે દેવતા ત્યાં આવી તે મુનિને નમીને કહેશે કે, “હે સ્વામિન ! તમારા પ્રસાદથી મને આવી દેવસંબંધી મહાઋદ્ધિ પ્રાપ્ત થઈ છે.” પછી તે મુનિને સાર્થની સાથે ગયેલા બીજા મુનિઓની સાથે મેળવી દેશે. એટલે તે મુનિ તે કપિની કથા બીજા સાધુઓને કહેશે.” ભગવંતે કહેલ આ પ્રમાણેનું કથન સાંભળી ધર્મપર શ્રદ્ધા રાખતા હરિ પ્રભુને નમીને સ્વસ્થાને ગયા. પ્રભુએ પણ ત્યાંથી અન્યત્ર વિહાર કર્યો. અન્યદા વર્ષાઋતુના આરંભમાં મેઘની જેમ જગતને તૃપ્ત કરનારા શ્રી નેમિનાથ પ્રભુ દ્વારકા સમીપે આવીને સમવસર્યા. કૃષ્ણ ભગવંત પાસે આવી સેવા કરતા સતા પ્રભુને પૂછયું, “હે નાથ ! તમે અને બીજા સાધુએ વર્ષાઋતુમાં કેમ વિહાર કરતા નથી? પ્રભુ બોલ્યા- “વર્ષાઋતુમાં બધી પૃથ્વી વિવિધ જંતુઓથી વ્યાપ્ત થાય છે, તેથી જીવને અભય આપનારા સાધુઓ તે સમયમાં વિહાર કરતા નથી.” કૃષ્ણ કહ્યું કે, “ ત્યારે હું પણ પરિવાર સહિત વારંવાર ગમનાગમન કરીશ તે તેથી ઘણું જેનો ક્ષય થશે, માટે હું ૫) વર્ષાકાળમાં રાજમંદિરની બહાર નીકળીશ નહીં.” આ અભિગ્રહ જઈ પિતાના રાજમંદિરમાં પ્રવેશ કર્યો, અને દ્વારપાળને આજ્ઞા કરી કે, “વર્ષાઋતુના ચાર માસ પર્યત કોઈને પણ રાજમહેલમાં પ્રવેશ કરવા દેવો નહીં.” દ્વારકા નગરીમાં વીર નામે એક સાળવી વિષ્ણુને અતિ ભક્ત હતું તે કૃષ્ણનાં દર્શન અને તેમની પૂજા કરીને જ ભજન કરતે, નહીં તે જમતે નહીં. કૃષ્ણના પૂર્વોક્ત હુકમથી દ્વારપાળે વર્ષાકાળમાં તેને કૃષ્ણ મંદિરમાં પ્રવેશ કરવા દીધું નહીં, તેથી તે દ્વારેજ બેસી રહીને કૃષ્ણને ઉદ્દેશીને પ્રતિદિન પૂજા કરતે, પરંતુ કૃષ્ણનાં દર્શન ન થવાથી તે ભજન કરતે નહીં. એ પ્રમાણે જ્યારે વર્ષાકાળ વીતી ગયા અને કૃષ્ણ રાજમહેલની બહાર નીકળ્યા, તે વખતે સર્વ રાજાઓ અને એ વીરો સાળવી દ્વાર પાસે આવીને ઊભા હતા. તેમાં વીરા સાળવીને અત્યંત કૃશ થઈ ગયેલ જોઈને વાસુદેવે પૂછયું કે-“તું કેમ કૃશ થઈ ગયે છું ?” એટલે દ્વારપાળોએ તેનું કૃશ થવાનું કારણ જે યથાર્થ હતું તે કહી જણાવ્યું. પછી કૃષ્ણ કૃપા કરીને તેને હમેશાં પિતાના મહેલમાં અખલિતપણે આવવા દેવાને હુકમ આપે. 'Sઇન9 GUs
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy