SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૮ મુ ૩૪૧ તું ક્યાં જઈશ ?” દેવે કહ્યું, “મને યુદ્ધમાં જીતીને અશ્વ લ્યો.' કણે કહ્યું કે “ત્યારે તું રથમાં બેસ. કારણ કે હું રથી છું.” દેવે કહ્યું, “મારે રથ કે હાથી વિગેરેની કોઈ જરૂર નથી મારી સાથે યુદ્ધ કરવું હોય તે બાહુયુદ્ધથી યુદ્ધ કરે. કૃષ્ણ કહ્યું, “જા અને લઈ જા, હું હાર્યો, કેમકે કદિ સર્વસ્વ નાશ થાય તે પણ હું નીચ–૧ અધમ યુદ્ધ કરવાને નથી. તે સાંભળી તે દેવ સંતુષ્ટ થયું. પછી તેણે ઈદ્ર કરેલી પ્રશંસા વિગેરેને વૃત્તાંત તેમને જણાવીને કહ્યું કે “હે મહાભાગ ! વરદાન માગે. કૃષ્ણ કહ્યું, ‘હમણાં મારી દ્વારકાપુરી રંગના ઉપસર્ગથી વ્યાપ્ત છે, તે તેની શાંતિને માટે કાંઈક આપ.” પછી દેવતાએ કૃષ્ણને એક ભેરી (નગારું) આપીને કહ્યું કે “આ ભેરી છ માસે છ માસે તમારે નગરીમાં વગાડવી. આને શબ્દ સાંભળવાથી પૂર્વના ઉત્પન્ન થયેલા સર્વ વ્યાધિ અને ઉપસર્ગો ક્ષય થશે અને છ માસ પર્યત નવા વ્યાધિ વિગેરે ઉપસર્ગો થશે નહીં,” આ પ્રમાણે કહી તે દેવ સ્વસ્થાને ગયે. કૃષ્ણ દ્વારકામાં લઈ જઈને તે ભેરી વગાડી, જેથી નગરીમાં થયેલા સર્વ રોગની શાંતિ થઈ ગઈ. એ ભેરીની ખ્યાતિ સાંભળીને કેઈ ધનાઢય માણસ દાહવરથી પીડાતા સત દેશાંતરથી દ્વારકામાં આવ્યો. તેણે આવીને ભેરીના પાલકને કહ્યું “હે ભદ્ર ! મારા, ઉપકારને માટે એક લાખ દ્રવ્ય લઈને આ ભેરીને પલ જેટલે કટકો મને આપ. એટલી મારી પર દયા કર.” ભેરીપાલ દ્રવ્યમાં લુબ્ધ થયે તેથી તેને એક નાનો ખંડ કાપીને તેને આપે, અને ચંદનના ખંડથી તે ભેરીને સાંધી લીધી. તેવી રીતે એ દ્રવ્યલુબ્ધ માણસે બીજાઓને પણ તેના કટકા કાપી કાપીને આપ્યા, જેથી તે ભેરી મૂળથી જ (આખી) ચંદનના કટકાની કથા જેવી થઈ ગઈ. ફરીને એક વખતે તે ઉપદ્રવ થતાં કૃષ્ણ તેને વગડાવી તે તેનો એક મશકની જેટલે નાદ થયે કે જે સભામાં પણ પૂરે સંભળાય નહીં. તેથી “આ શું ?”એમ કૃષ્ણ વિશ્વાસુ માણસોને પૂછયું, એટલે તેઓએ ખાત્રી કરીને કહ્યું કે તેના રક્ષકે આખી ભેરીને સાંધી સાંધીને કંથા જેવી કરી નાખી છે. તે વાત સાંભળીને કૃષ્ણ તેના રક્ષકને મરાવી નાખ્યો, અને પછી અઠ્ઠમ તપ કરી તેના જેવી બીજી ભેરી તે દેવ પાસેથી મેળવી. કેમકે “મહાન્ પુરુષને શું મુશ્કેલ છે ?” પછી રેગની શાંતિને માટે કૃષ્ણ તે ભેરી વગડાવી. ધવંતરિ તથા વૈતરણિ નામના બે વૈદ્યોને પણ લે કોના વ્યાધિની ચિકિત્સા કરવાની આજ્ઞા આપી. તેમાં વિતરણિ વૈદ્ય ભવ્ય જીવ હતું. તે જેને જે ચિકિત્સા કરવા ગ્ય હોય તે બતાવતે અને ઔષધ પણ તેને યોગ્ય આપતો અને ધવંતરિ પાપ ભરેલી ચિકિત્સા કરે તેથી તેને જ્યારે સાધુઓ કહેતા કે, “આ ઔષધ અમારે વિહિતર નથી.” ત્યારે તેઓને તે સામે જવાબ આપતું કે, હું સાધુને ગ્ય આયુર્વેદ ભયે નથી, માટે મારું વચન માનશે નહીં અને તે પ્રમાણે કરશે નહીં. આ પ્રમાણે તે બંને વૈદ્યો દ્વારકામાં વૈદું કરતા હતા. એક વખતે કૃષ્ણ નેમિપ્રભુને પૂછયું કે, “આ બે વૈદ્યોની શી ગતિ થશે ?” ત્યારે પ્રભુ બેલ્યા કે, “ધવંતરિ સાતમી નરકના અપ્રતિષ્ઠાન નામના નરકાવાસમાં જશે, અને જે વૈતરણિ વૈદ્ય છે તે વિંધ્યાચલમાં એક યુવાન યુથપતિ વાનર થશે. તે વનમાં કઈ સાર્થની સાથે સાધુઓ આવશે તેઓમાંથી એક મુનિના ચરણમાં કાંટે વાગશે, જેથી ચાલવાને અશક્ત થશે. તેની સાથે બીજા મુનિએ પણ ત્યાં અટકીને ઊભા રહેશે. એટલે તેઓને તે મુનિ કહેશે કે “તમે મને અહીં મૂકીને જાઓ, નહીં તે સાર્થભ્રષ્ટ થવાથી સર્વ મૃત્યુ પામશે.” પછી તેના ૧. એવા એક ચેર જેવા માણસ સાથે કૃણ જેવા વાસુદેવે બાહુયુદ્ધ કરવું તે અધમ યુદ્ધ જ છે. ૨, કરવા યોગ્ય-ખાવા યોગ્ય.
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy