SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ વ ૮ સુ' ૩૩૩ વિષે સ જન અનુરાગી છે, પણ રાજીમતીના સ કરતાં વિશેષ અનુરાગ થવાનુ` શુ` કારણ તે કહેા.' એટલે પ્રભુએ ધન અને ધનવતીના ભવથી માંડીને આઠ ભવનેા તેની સાથેનો પેાતાનો સંબધ કહી સંભળાવ્યેા. પછી વરદત્ત રાજાએ ઊભા થઇ નમસ્કાર કરી અંજલિ જોડીને પ્રભુને વિજ્ઞપ્તિ કરી કે હે નાથ ! સ્વાતિનક્ષત્રમાં મેઘથી પુષ્કર (છીપા)માં મુક્તાફળ ઉત્પન્ન થાય છે તેમ તમારાથી પ્રાપ્ત કરેલા શ્રાવકધમ પણ પ્રાણીને મહા ફળદાયક થાય છે, પરંતુ તમે ગુરૂ પ્રાપ્ત થયા છે. તેથી તેટલાથી હું સાષ પામતા નથી; કારણ કે કલ્પવૃક્ષ પ્રાપ્ત થતાં માત્ર તેના પત્રની ઇચ્છા કાણુ કરે ? માટે હુ તે તમારો પ્રથમ શિષ્ય થવાને ઈચ્છુ છુ', તેથી હે દયાનિધિ ! મારા પર દયા કરીને મને સ'સારતારિણી દીક્ષા આપો.’ આ પ્રમાણે કહેતા એ રાજાને પ્રભુએ તત્કાળ દીક્ષા આપી, એટલે તેની પછવાડે બે હજાર ક્ષત્રિએ દીક્ષા લીધી. તે પૂર્વે ધનના ભવમાં જે ધનદેવ અને ધનદત્ત નામે એ બંધુ હતા તે અને અપરાજિતના ભવમાં વિમળાધ નામે મત્રી હતા તે ત્રણે સ્વામીની સાથે ભવભ્રમણ કરી આ ભવમાં રાજાએ થયા હતા અને સમવસરણમાં આવેલા હતા, તેઓને રાજીમતીના પ્રસ’ગથી પેાતાના પૂર્વ ભવ સાંભળવામાં આવતાં તત્કાળ જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયુ,જેથી અપૂર્વ વૈરાગ્ય સપત્તિને પ્રાપ્ત કરીને તેમણે શ્રી અરિષ્ટનેમિની પાસે તે જ વખતે વ્રત ગ્રહણ કર્યું. પછી જગદ્દગુરૂ નેમિનાથે તે સહિત વરદત્ત વિગેરે અગ્યાર ગણધરોને વિધિથી સ્થાપન કર્યા, અને તેમને ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય એ પ્રમાણે ત્રિપદી કહી, તે ત્રિપદીને અનુસારે તેમણે તરત જ દ્વાદશાંગીની રચના કરી. ઘણી કન્યાએથી પરવરેલી યક્ષિણી નામની રાજપુત્રીએ તે વખતે દીક્ષા લીધી, એટલે તેને પ્રભુએ પ્રવતિનીપદે સ્થાપન કરી. દશ દશા, ઉગ્રસેન, વાસુદેવ, ખળરામ અને પ્રદ્યુમ્ન વિગેરે કુમારાએ શ્રાવકપણું ગ્રહણ કર્યું, અને શિવા, રાહિણી, દેવકી તથા રૂમિણી વિગેરેએ તેમજ બીજી સ્ત્રીઓએ પણ પ્રભુની પાસે શ્રાવકપણું ગ્રહણ કર્યું, જેથી તે શ્રાવિકાએ થઇ. આ પ્રમાણે તેજ સમવસરણમાં પૃથ્વીને પવિત્ર કરનાર ચતુવિધ ધર્મની જેમ ચતુર્વિધ સંઘ સ્થાપિત થયા. પ્રથમ પૌરૂષી પૂર્ણ થતાં પ્રભુએ દેશના સમાપ્ત કરી, એટલે બીજી પૌરૂષીમાં વરદત્ત ગણધરે દેશના આપી. પછી ઇંદ્ર વિગેરે દેવતાઓ અને કૃષ્ણ પ્રમુખ રાજાએ પ્રભુને નમીને પાતપાતાને સ્થાનકે ગયા. શ્રી નેમિનાથના તીર્થમાં ત્રણ મુખવાળા, શ્યામવણી, મનુષ્યના વાહનવાળા, ત્રણ દક્ષિણ ભુજામાં ખીોરૂ, પરશુ અને ચક્રને ધરનારા અને ત્રણ વામ ભુજામાં નકુળ, ત્રિશૂલ અને શક્તિને ધરનારો ગામેધ નામે યક્ષ શાસનદેવતા થયા, અને સુવર્ણ સમાન કાંતિવાળી, સિંહના વાહનપર બેસનારી, એ દક્ષિણ ભુજામાં આંબાની લાંબુ અને પાશને ધરનારી અને એ વામ ભુજામાં પુત્ર અને અ'કુશને ધરનારી કુષ્માંડી અથવા અખિકા નામે પ્રભુની શાસનદેવી થઈ. તે અને શાસનદેવતા નિર'તર જેમની સાન્નિધ્યમાં રહેતા હતા એવા પ્રભુ વર્ષા અને શરદઋતુને ઉલ્લ‘ઘન કરીને ભદ્ર ગજેંદ્રની જેમ ગતિ કરતા સતા લેાકેાના કલ્યાણને માટે ત્યાંથી અન્યત્ર વિહાર કરવા પ્રવર્તા. 防腐保BWLWBW&WWWWWW洊防防腐防腐 ॥ इत्याचार्य श्री हेमचंद्र विरचिते त्रिषष्टिशलाका पुरुषचरिते महाकाव्येऽष्टमे पर्वणि अरिष्टनेमिकौमारक्रीडा —ટીા—વજોત્પત્તિવળનો નામ નવમઃ સર્વઃ ॥ 防肝防烧WW限防风防
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy