SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૨ સર્ગ ૯ માં અમૃતવેલ, સૂકર જાતિના વાલ અને તે સિવાય બીજા સત્રમાં કહેલા અનંતકાય પદાર્થો કે જે મિથ્યાષ્ટિઓથી અજ્ઞાત છે, તે દયાળુ પુરૂષોએ પ્રયત્નથી વર્જવા. . શાસ્ત્રમાં નિષેધ કરેલાં ફળના ભક્ષણમાં અથવા વિષફળના આ ભક્ષણમાં આ જીવની પ્રવૃત્તિ ન થાઓ એવા હેતુથી ડાહ્યા પુરુષે પોતે અથવા બીજાએ જાણેલું જ ફળ ખાવું જોઈએ, અજાણ્યું ફળ તજી દેવું જોઈએ. રાત્રી સમયે નિરંકુશપણે ફરતા પ્રેત, પિશાચ વિગેરે ક્ષુદ્ર દેથી અન્ન ઉચ્છિષ્ટ કરાય છે. તેથી રાત્રિસમયે કદિ પણ ભેજન કરવું નહીં. વળી રાત્રી સમયે ઘોર અંધકારે કરીને મનુષ્યની દૃષ્ટિ પણ રૂંધાયેલી હોવાથી ભેજનમાં પડતાં જતુઓ તેનાથી જોઈ શકાતાં નથી, તેથી તેવા રાત્રીને સમયે કેણુ ભજન કરે ? કદાચ ભેજનમાં કીડી આવી ગઈ હોય તે તે બુદ્ધિનો નાશ કરે છે, જે ખાવામાં આવી હોય તે તે જળદરનો વ્યાધિ કરે છે, માખી આવી હોય તે તે વમન કરાવે છે, ઢેઢઘરેલી આવી હોય તે તે કુષ્ટ રેગને કરે છે, કાંટે અથવા કાષ્ઠને કકડો ખાવામાં આવ્યું હોય તે તે ગળાની વ્યથાને કરે છે, ભોજનની અંદર વીંછી પડી ગયેલ હોય તે તે તાળવું વિધે છે, તથા ભેજનમાં આવેલ વાળ ગળામાં લાગી ગયો હોય તો તે સ્વરભંગને માટે થાય છે, આ વિગેરે અનેક દેશે સર્વ મનુષ્ય રાત્રિભેજનને વિષે જોયા છે. રાત્રીએ સૂમ જંતુઓ દેખવામાં આવતાં નથી, તેથી પ્રાસુક પદાર્થ પણ રાત્રે ખાવા નહીં, કારણ કે તે વખતે ભોજનમાં અવશ્ય અનેક જતુઓની ઉત્પત્તિ સંભવે છે. જેમાં જીવનો સમૂહ ઉત્પન્ન થાય છે એવા ભજનને રાત્રીએ જમનારા મૂઢ પુરૂષે રાક્ષસેથી પણ અધિક દુષ્ટ કેમ ન કહેવાય ? જે મનુષ્ય દિવસે અને રાત્રીએ પણ ખાધાજ કરે છે, તે શૃંગ અને પુચ્છ વિનાને સાક્ષાત પશુ જ છે. રાત્રીભાજનના દોષને જાણનાર જે મનુષ્ય દિવસના પ્રારંભની અને અંતની બબે ઘડીને ત્યાગ કરીને ભોજન કરે છે, તે પુણ્યનું ભાજન છે. રાત્રી જનને નિયમ કર્યા વિના ભલે કઈ માણસ માત્ર દિવસે જ જમનારે હોય તો પણ તે તેના ચોખા ફળને પામતે નથી, કારણ કે કેઈને રૂપીઆ આપતાં બેલી ર્યા વિના તેનું વ્યાજ મળી શકતું નથી. જે જડ મનુષ્ય દિવસને ત્યાગ કરીને રાત્રીએજ ભોજન કરે છે, તેઓ રનને ત્યાગ કરીને કાચને જ સ્વીકાર કરે છે. મનુષ્ય રાત્રીજન કરવાથી પરસેવે ઘુવડ, કાગડા, બિલાડા, ગીધ, શંબર, મૃગ, ભુંડ, સર્પ, વીછી અને ગેધા (ઘ) અથવા ગૃહગંધા (ગરોળી) પણે ઉત્પન્ન થાય છે જે ધન્ય પુરૂ સર્વદા રાત્રી જનની નિવૃત્તિ કરે છે, તે પિતાના આયુષ્યને અર્ધો ભાગ અવશ્ય ઉપવાસી થાય છે. રાત્રીભોજનનો ત્યાગ કરવામાં જે (જેટલા) ગુણો રહેલા છે, તે સદ્દગતિને જ ઉત્પન્ન કરનારા છે, સર્વે ગુણોને ગણવાને કેણુ સમર્થ થાય તેમ છે ? કાચા ગેરસ ( દુધ, દહીં ને છાશ )માં દ્વિદળાદિક મળવાથી તેમાં ઉત્પન્ન થતાં સૂક્ષમ જંતુઓ કેવળીએ જોયાં છે, તેથી તેનો પણ ત્યાગ કરે. વળી દયા ધર્મમાં તત્પર એવા મનુષ્ય જંતુથી મિશ્રિત એવાં ફળ, પુષ્પ અને પત્ર વિગેરેનો ત્યાગ કરે, તથા જીવમિશ્રિત અથાણુને કે જેમાં દીર્ઘકાળ રહેવાથી ઘણું ત્રસ જતુઓ ઉત્પન થયાં હોય તેને પણ ત્યાગ કરે. આ રીતે સર્વ ધર્મમાં દયાધર્મજ મુખ્ય છે એમ જાણીને ભક્ષ્ય પદાર્થોને વિષે પણ વિવેક બુદ્ધિવાળો શ્રાવક અનુક્રમે સંસારથી મુક્ત થાય છે.” આવી પ્રભુની દેશના સાંભળીને વરદત્ત રાજા સંસારથી પરમ વૈરાગ્ય પામી વ્રત લેવાને ઉત્સુક થયો. પછી કૃષ્ણ ભગવંતને નમસ્કાર કરીને પૂછ્યું કે “હે ભગવન્! તમારે
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy