SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૮ સ ૭ મા આવીને ઘો ઉપર જેમ વ પડે તેમ શલ્ય ઉપર પડી, જેથી તત્કાળ શલ્યનો વધ થયા. પછી ઘણા રાજાઓ નાશી ગયા. ભીમે પણ ક્રાધ કરી દુર્યોધનના ભાઈ દુ:શાસનને દ્યુતમાં કપટથી કરેલા વિજયનું સ્મરણ કરાવીને લૌલામાત્રમાં મારી નાખ્યા. ગાંધારે માયાવી યુદ્ધોથી અને અસ્ત્રનાં યુદ્ધોથી અતિ યુદ્ધ કરાવેલા સહદેવે ક્રોધ પામી તે ગાંધાર ઉપર જીવિતનો અ ંત કરે તેવું ખાણુ માયું, તે ખાણ શનિ પર પડયું નહી, તેવામાં તો દુર્ગંધને વિધાના આચાર છેાડીને અધરથીજ તીક્ષ્ણ આવડે તેને છેદી નાખ્યું. તે જોઇ સહદેવે કહ્યુ, “અરે દુધન ! દ્યુતક્રીડાની જેમ રણમાં પણ તું છળ કરે છે. અથવા ‘અશક્ત પુરૂષાનુ છળ એજ બળ હોય છે.’ પણ હવે તમે બંને કપટી એક સાથે આવ્યા તે ઠીક થયું, હું તમને બન્નેને સાથે જ હણી નાખીશ, તમારા બન્નેના વિયાગ ન થાઓ.” આ પ્રમાણે કહી સહદેવે શરઋતુમાં સુડાએથી વનની જેમ તીક્ષ્ણ માણેાથી દુર્વાધનને ઢાંકી દીધા. દુર્ગાધને પણ સહદેવ ખાણાથી સહદેવને ઉપદ્રવિત કર્યા, અને રણભૂમિરૂપ મહાવૃક્ષના મૂળભૂત તેના ધનુષ્યને છેદી નાખ્યું. પછી તેણે સહદેવને મારવાને માટે યમના જેવુ એક મંત્રાધિષ્ઠિત અમાધ ખાણ નાખ્યું. તે જોઇ અને ગરૂડાસ મૂકીને દુર્ગંધનની જીતવાની આશા સહિત તેનું વચમાંથીજ નિવારણ કરી દીધું. પછી શકુનિએ ધનુષ્ય અફળાવી પ તને મેઘની જેમ ખાવૃષ્ટિથી સહદેવને ઢાંકી દીધા. સહદેવે પણ શકુનિના રથ, ઘેાડા અને સારથિને મારી નાખી તેનું મસ્તક પણ વૃક્ષના ફળની જેમ છૂંદી નાખ્યું. કિરણા વડે સૂર્યની જેમ નકુલે અસ્ત્રોથી ઉલૂક રાજાને રથ વગરનો કરી ઘણા હેરાન કર્યા. પછી તે દુમ `ણના રથમાં ગયા. દ્રૌપદીના સકિ યુક્ત પાંચ પુત્રોએ દુષણ વિગેરે છએ વીશને વિદ્રવિત કર્યા એટલે તેએ દુર્વાધનને શરણે ગયા. દુર્ગાધન, કાશી વિગેરે રાજાની સાથે મળીને અર્જુનની સામે યુદ્ધ કરવા આવ્યા. દેવતાઓથી ઇંદ્રની જેમ રામના પુત્રોથી વીંટાયેલા અર્જુને વિચિત્ર બાણાથી શત્રુની સેનાને ઘણી નાશ પમાડી. પછી બીજા શત્રુઓને અંધ કરી દઇને જાણે દુર્ગંધનના બીજા પ્રાણ હોય તેવા જયદ્રથને અર્જુ ને ખાણુથી મારી નાખ્યા. તે જોઈ અધરને ડંસતા કર્ણ અર્જુનને મારવાને માટે કાન સુધી કાળપૃષ્ઠ ધનુષ્ય ખેંચી વીરપૃચ્છા કરતા દોડી આવ્યેા. દેવતાઓએ કુતૂહળથી જોયેલા કણે અને અર્જુને પાસાની જેમ ખાણાથી ઘણીવાર સુધી ક્રીડા કરી. પછી અર્જુ ને અનેકવાર રથ ભાંગી અસ્ર ક્ષીણ થતાં માત્ર ખડ્ગને ધારણ કરી રહેલા વીરકુ જર કર્યું ને લાગ જોઇને મારી નાખ્યા. તત્કાળ ભીમે સિંહનાદ કર્યા, અર્જુને શંખ ફૂંકયો અને જીત મેળવનારા સ પાંડવના સૈનિકાએ વિજયી ગર્જના કરી. તે જોઈ માની દુર્ગંધન ક્રોધાંધ થઈ ગજેંદ્રની સેના લઈ ભીમસેનને મારવા દોડયો. ભીમે રથ સાથે રથ, અશ્વ સાથે અશ્વ અને હાથી સાથે હાથીને અકળાવીને દુર્ગંધનના સૈન્યને નિઃશેષ કરી દીધું. આવી રીતે તેમની સાથે યુદ્ધ કરતાં માદકનુ ભાજન કરતાં બ્રાહ્મણાની જેમ ભીમસેનની યુદ્ધશ્રદ્ધા પૂરી થઈ નહી”, એટલામાં તો પોતાના વીરાને આશ્વાસન દેતા વીર દુર્યોધન હાથીની સામે જેમ હાથી આવે તેમ ભીમસેનની સામે આવ્યો. મેઘની જેમ ગર્જના કરતા અને કેશરીની જેમ કોધ કરતા તે બન્ને વીર વિવિધ આયુધોથી ઘણીવાર સુધી યુદ્ધ કરવા લાગ્યા. છેવટે ભીમે દ્યૂતક્રીડાનુ વેર સભારીને મોટી ગદા ઉપાડી તેના પ્રહારવડે ઘેાડા, રથ અને સારથિ સહિત દુર્ગંધનને ચૂર્ણ કરી નાખ્યો. એ પ્રમાણે દુર્યોધન મરાયો એટલે તેના અનાથ સૌનિકા હિરણ્યનાભ સેનાપતિને શરણે ગયા. અહી વામ અને દક્ષિણ ખાજુએ રહેલા બધા યાદવા અને પાંડવા કૃષ્ણના સેનાપતિ
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy