SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૮ મું ૩૦૭, નેમિકુમારની આજ્ઞાથી તે સારથિએ મહાનેમિના બાણમાં વજને સંક્રમિત કર્યું, તેથી મહાનેમિએ તે વાવાળું બાણ નાખીને તે શક્તિને પૃથ્વી પર પાડી નાખી. પછી તે રાજાને રથ અને અસ્રરહિત કરી દીધે, અને બાકીના છ રાજાઓનાં ધનુષ્યને ફરીને છેદી નાખ્યાં. એવામાં રૂકૃમિ બીજા રથમાં આરૂઢ થઈને પાછા નજીક આવ્યું, એટલે માનવંતમાં અગ્રેસર વ્રતપ વિગેરે સાત અને રૂકમિ સુદ્ધાં આઠે રાજાઓ એકઠા થઈ મહાનેમિની સાથે યુદ્ધ કરવા લાગ્યા. રૂકૃમિ જે જે ધનુષ્ય લે તેને મહાનેમિ છેદી નાખવા લાગ્યા; એવી રીતે તેનાં વીશ ધનુષ્ય છેદી નાખ્યાં. પછી તેણે મહાનેમિ ઉપર કબેરી નામેગદા નાખી, તેને મહાનેમિએ અન્યસ્ત્રથી ભસ્મ કરી દીધી. પછી યુદ્ધમાં બીજાની અપેક્ષાને નહીં સહન કરનારા રૂમિએ મહાનેમિની ઉપર લાખ બાણોને વર્ષનારૂં વૈરેચન નામનું બાણ નાખ્યું. મહાનેમિએ માહેંદ્રબાબુથી તેનું નિવારણ કર્યું અને એક બીજા બાણથી રૂફમિના લલાટમાં તાડન કર્યું. તે ઘાથી વિધુર થયેલા રૂફમિને વેણુદારી લઈ ગયે, એટલે તે સાતે રાજાઓ પણ મહાનેમિથી ઉપદ્રવિત થઈને સત્વર નાશી ગયા. સમુદ્રવિજયે દુમરાજાને, તિમિતે ભદ્રકને અને અક્ષોભ્ય પરીક્રમવાળા અક્ષોભ્ય વસુસેનને જીતી લીધું. સાગરે પુરિમિત્ર નામના શત્રુરાજાને યુદ્ધમાં મારી નાખ્યો. હિમવાન્ જેવા સ્થિર હિમવાને વૃષ્ટદ્યુમ્નને ભગ્ન , બળવડે ધરણે જેવા ધરણે અન્વષ્ટક રાજાને અને અભિચંદ્દે ઉદ્ધત શતધન્વા રાજાને મારી નાખે. પૂરણે દ્રપદને, સનેમિએ કંતિભેજને, સત્યનેમિએ મહાપદ્યને અને દઢનેમિએ શ્રીદેવને હરાવી દીધે. આવી રીતે યાદવવી એ ભગ્ન કરેલા શત્રુરાજાએ સેનાપતિના પદ ઉપર સ્થાપિત થયેલા હિરણ્યનાભને શરણે ગયા. અહીં વીર એવી ભીમ અને અર્જુને તેમજ મહા પરાક્રમી રામ (બળભદ્ર)ના પુત્રએ મેઘ જેમ બગલાને નસાડે તેમ ધૃતરાષ્ટ્રના પુત્રોને નસાડી મૂક્યા. પડતાં એવાં અર્જુનનાં બાણથી દિશાઓમાં અંધકાર થઈ ગયો અને તેના ગાંડીવ ધનુષ્યના ઘર નિર્દોષથી બધું વિશ્વ વિધુર થઈ ગયું. ધનુષ્યને આકર્ષણ કરી વેગથી પુષ્કર શર સંધાન કરતા તે વીરનું એક બીજા બાણની યોજનાનું કાંઈ પણ અંતર આકાશમાં રહેલા દેવતાઓ પણ જોઈ કે જાણી શકતા નહોતા. પછી દુર્યોધન, કાશી, ત્રિગર્ત, સબલ, કપિત, મરાજ, ચિત્રસેન, જયદ્રથ, સૌવીર, જયસેન, શરસેન અને સમક એ સર્વ એકઠા મળી ક્ષત્રિય વ્રતને તજી દઈને અર્જુન સાથે યુદ્ધ કરવા આવ્યા. શકુનિ સાથે સહદેવ, દુઃશાસન સાથે ભીમ, ઉલૂકની સાથે નકુલ, શલ્યની સાથે યુધિષ્ઠિર, દુર્મર્ષણ વિગેરે છ રાજાઓની સાથે સત્યકિ સહિત દ્રૌપદીના પાંચ પુત્રો અને બાકીના રાજાઓની સાથે રામના પુત્રો-એમ પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. એકી સાથે બાણને વર્ષાવતા દુર્યોધન વિગેરે રાજાઓનાં બાણોને એકલો અર્જુન કમળનાળની જેમ લીલામાત્રમાં છેદી નાખવા લાગે. અર્જુને દુર્યોધનના સારથિને તથા ઘોડાઓને મારી નાખ્યા, રથ ભાંગી નાખ્યો અને તેનું બખ્તર પૃથ્વી પર પાડી નાખ્યું. જ્યારે શરીરમાત્ર બાકી રહ્યું, ત્યારે દુર્યોધન ઘણો વિલો થઈ ગયું. પછી એક પદળ જેવી સ્થિતિમાં પક્ષીની જેમ વેગથી દેડીને શકુનિના રથ પર ચડી ગયો. અહીં અર્જુને જેમ મેઘ કરાની વૃષ્ટિથી હાથીઓને ઉપદ્રવ કરે તેમ બાણોની વૃષ્ટિથી કાશી પ્રમુખે દશે રાજાઓને ઉપદ્રવ પમાડયો. શલ્ય એક બાણથી યુધિષ્ઠિરના રથની ધ્વજા છેદી નાંખી, યુધિષ્ઠિરે તેનું બાણ સહિત ધનુષ્ય છેદી નાખ્યું. પછી શલ્ય બીજુ ધનુષ્ય લઈને વર્ષાઋતુ જેમ મેઘથી સૂર્યને ઢાંકે તેમ બાણોથી યુધિષ્ઠિરને ઢાંકી દીધા. પછી યુધિષ્ઠિરે અકાળે જગતને પ્રક્ષોભ કરનારી વિદ્યુત જેવી એક દુસહ શક્તિ શલ્યની ઉપર નાખી. શત્રુએ તેને છેદવાને ઘણું બાણે માર્યા તે પણ એ શક્તિ અખલિતપણે
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy