SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ સર્ગ ૨ જો જ્યારે અ`ધકારનુ એક છત્ર રાજ્ય થયું, ત્યારે સ્થળ, જળ, ગત્ત (ખાડા) કે વૃક્ષ વિગેરે સ અદૃશ્ય થઇ ગયું. અંધકારથી દૃષ્ટિનો રાધ થતાં ચતુરિ'દ્રિય પ્રાણી જેવા થઇ ગયેલા પોતાના સૈન્યને જોઈ ને નળકુમારે ઉત્સંગમાં સૂતેલી દવદતીને કહ્યું-દેવી ! ક્ષણવાર જાગે. યશસ્વિની ! અધકારથી પીડિત એવા આ સૈન્ય ઉપર તમારા તિલકરૂપ સૂર્યને પ્રકાશિત કરો.’ પછી નવદંતીએ ઊઠીને તિલકને માર્જન કર્યું, એટલે અધકારરૂપ સર્પમાં ગરૂડ જેવું તે તિલક ઘણું પ્રદીપ્ત થઈ ચળકવા લાગ્યું. પછી સવ સૈન્ય નિર્વિઘ્ને ચાલવા લાગ્યુ’. “પ્રકાશ વિના લાકે જીવતાં છતાં મૃતવત્ છે.” આગળ ચાલતાં પદ્મખંડની જેમ ભ્રમરાએ આસપાસથી આસ્વાદન કરાતા એક પ્રતિમાધારી મુનિ નળરાજાના જોવામાં આવ્યા. તેમને જોઇ નળકુમારે પિતાને કહ્યું-“સ્વામિન! આ મહિ ને જુએ, અને તેમને વાંદીને માર્ગનું પ્રાસ'ગિક ફળ પ્રાપ્ત કરશે. આ કાયાત્સગે રહેલા મુનિના શરીર સાથે કાઈ મધારી ગજેન્દ્રે ગડસ્થળની ખુજલી ખણવાની ઇચ્છાએ વૃક્ષની જેમ ઘણુ કરેલું છે. તેના ગડસ્થળના ઘણા ઘસાવાથી આ મુનિના શરીરમાં તેના મનેા સુગંધ પ્રસરેલા છે, તેથી આ ભ્રમરાએ તેમને દશ કરે છે; તથાપિ મુનિ એ પરિષહને સહન કરે છે, સ્થિર પાદવાળા પતની જેમ આ મહાત્માને તે ઉન્મત્ત હાથી પણ ધ્યાનથી ચલિત કરી શક્યો નથી, આવા મુનિ માર્ગમાં કાઇ પુણ્યયેાગે જ આપણા જોવામાં આવેલા છે.” તે સાંભળી નિષધરાજાને શ્રદ્ધા ઉત્પન્ન થઈ, જેથી પુત્ર અને પરિવાર સહિત પ્રાપ્ત થયેલા ઉત્તમ તીની જેમ તે મુનિને સેવવા લાગ્યા. પછી નિષધ રાજા, સ્ત્રી સહિત નળ, કુબર અને બીજાએ તેમને નમી, સ્તવી અને મદના ઉપદ્રવ રહિત કરીને આગળ ચાલ્યા. અનુક્રમે કાશલાનગરીના પરિસરમાં આવ્યા એટલે નળે દવદતીને કહ્યું, દેવી ! જુઓ આ જિનચૈત્યેાથી માડિત અમારી રાજધાની આવી.' તત્કાળ દવદંતી મેઘના દર્શીનથી મયૂરીની જેમ તે ચૈત્યાના દન માટે અતિ ઉત્કૃતિ થઇ. તેણે કહ્યુ કે, “મને ધન્ય છે કે જેણે નળરાજાને પતિપણે પ્રાપ્ત કર્યા છે; હવે તેમની રાજધાનીમાં રહેલા આ જિનચૈત્યોને હું પ્રતિદિન વ`દના કરીશ.’ નિષધરાજાએ જેમાં તારાદિકથી સર્વત્ર મંગળાચાર આર લેલા છે એવી પોતાની નગરીમાં શુભ દિવસે તેમણે પ્રવેશ કર્યા. પછી ત્યાં રહીને નળ અને દવદંતી સ્વેચ્છાએ વિહાર કરવા લાગ્યા. તેઓ કોઇ વાર હંસ હંસીની જેમ જળક્રીડા કરતાં હતાં, કોઇવાર પરસ્પર પ્રચલિત એવી એક એકની ભુજાવડે હૃદયને દબાવીને હીંચકાના સુખને અનુભવતાં હતાં, કાઇવાર ગુંથેલા એવા અતિ સુગધી પુષ્પથી એક બીજાના કેશપાસને વિચિત્ર રીતે પૂરતાં હતાં, કોઈવાર ખ'ધમેાક્ષમાં ચતુર અને ગભીર હૃદયવાળાં તેએ અનાકુળપણે અક્ષદ્યૂત રમતાં હતાં, અને કાઈવ1ર આતોદ્ય અને તંતીવાદ્યને અનુક્રમે વગાડતો નળકુમાર એકાંતમાં દેવદતીને નૃત્ય કરાવતો હતો. આ પ્રમાણે નળ અને દવદંતીએ અહર્નિશ `અવિયુક્ત રહી વનવી ક્રીડાઆ વડે કેટલાક કાળ નિમન કર્યા, અન્યદા નિષધરાજાએ નળને રાજ્ય ઉપર અને કુખરને યુવરાજપદ ઉપર સ્થાપન કરીને વ્રત ગ્રહણ કર્યું, પછી નળરાજા પ્રજાને પ્રજાવત્ (પુત્ર પુત્રીવત્) પાળવા લાગ્યા; અને સદા પ્રજાના સુખે સુખી અને પ્રજાના દુઃખે દુ:ખી રહેવા લાગ્યા. બુદ્ધિ અને પરાક્રમથી સંપન્ન અને શત્રુ રહિત એવા નળરાજાને ભુજપરાક્રમથી વિજય કરવાને કોઇ પણ બીજો ભૂપતિ સમ થયા નહી. એક વખતે નળરાજાએ પોતાના ક્રમાગત સામત વિગેરે ખેલાવીને પૂછ્યું
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy