SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વ ૮ મુ પ કૃતાર્થ થઈશ ?’” આવાં તેનાં વચન સાંભળી નળ હસતો હસતો ખેલ્યો-“અરે અધમ ક્ષત્રિય ! તને દવદંતી વરી નહી. તેથી તું ફેાગઢ શા માટે દુભાય છે? હું આ દવદંતીને વર્યાં છું. તેથી તે તારે પરસ્ત્રી થઈ, તે છતાં તું તેની અાગ્ય ઇચ્છા કરે છે, તો હવે તુ જીવતો રહેવાનો નથી.’ આ પ્રમાણે કહીને અગ્નિ જેવા અસહ્ય તેજવાળા તેમજ ક્રેાધથી અધરને ધ્રુજાવતે નળ ખડ્ગનું આકર્ષણ કરીને તેને નચાવવા લાગ્યા. પછી નળ અને કૃષ્ણરાજ અન્નનું સૈન્ય મમ ભેદી આયુધા લઈ લઇને સદ્ય તૈયાર થઇ ગયું. એ વખતે દવદતી વિચારવા લાગી કે, “અરે! મને ધિક્કાર છે કે મારે માટે જ આ પ્રલયકાળ પ્રાપ્ત થયા. અરે ! શું હું ક્ષીણુ પુણ્યવાળી છુ...! હે માતા શાસનદેવી! જો હું ખરેખર અરિહંતની ભક્ત હોઉં તો આ બન્ને સૈન્યનુ ક્ષેમ થો અને નળરાજાનો વિજય થશે. ” એમ કહી તેણીએ પાણીની ઝારી લઈ તેના જળવડે ત્રણ અંજલિ તે અનની શાંતિને માટે બન્ને સૈન્યની ઉપર છાંટી, તેમાંના કેટલાક છાંટા કૃષ્ણરાજના મસ્તકપર પડયા કે તરાજ તે મુઝાઇ ગયેલા અંગારાની જેવા નિસ્તેજ થઇ ગયા. શાસનદેવીના પ્રભાવથી વૃક્ષ ઉપરથી જેમ પાકું પાન ખરી પડે તેમ કૃષ્ણરાજના હાથમાંથી ખગ પડી ગયું. તે વખતે નિવિષ થયેલા કૃષ્ણ સર્પની જેમ હતપ્રભાવ થયેલા કૃષ્ણરાજે વિચાર્યું... કે, ‘આ નળરાજા કાંઇ સામાન્ય પુરૂષ નથી. તેની સાથે મેં જે ભાષણ કર્યું છે; તે વગર વિચારે કર્યું છે, માટે એ નળરાજા પ્રણામ કરવાને યોગ્ય છે.’ આ પ્રમાણે વિચાર કરીને કૃષ્ણરાજે આવેલા દૂતની જેમ નળની પાસે જઈને તેને પ્રણામ કર્યા. પછી લલાટપર અંજલિ જોડી વિનીત થઈ ને બેલ્યા-હે સ્વામિન્ ! મે... આ અવિચારી કામ કર્યું' છે, માટે મારો મૂખના એ અપરાધ ક્ષમા કરો.’પ્રણત થયેલા કૃષ્ણરાજને સારી રીતે મેલાવીને નળે વિદાય કર્યા. ભીમરથ રાજા પોતાના જમાઈના આવાં ગુણા જોઈને પેાતાની પુત્રીને પુણ્યશાળી માનવા લાગ્યા. પછી આવેલા સર્વ રાજાઓને સત્કારપૂર્વક વિદાય કરીને તેણે નળ અને દવદંતીનો વિવાહે।ત્સવ કર્યાં. નળરાજાના વિવાહોત્સવમાં ભીમરાજાએ હસ્તમેાચન વખતે પેાતાના વૈભવ પ્રમાણે હાથી ઘેાડા વિગેરે ઘણી સમૃદ્ધિ આપી. પછી કાંકણુ લીધેલા તે નવીન વરવધૂએ ગાત્રની વૃદ્ધ સ્ત્રીઓનાં મગળ ગીતની સાથે ગૃહચૈત્યમાં આવીને દેવવ'ન કર્યું', અને રાજા ભીમરથે તથા નિષધે મોટા ઉત્સવથી તેમનુ' કકણમોચન કરાયુ. પછી ભક્તિવાળા ભીમે પુત્ર સહિત નિષધ રાજાને સત્કાર કરીને વિદાય કર્યા અને પોતે જરા દૂર સુધી વળાટાવા ગયા. લેાકેામાં એવી મર્યાદા છે.’પતિની પછવાડે જતી દવદતીને માતાએ શીખામણ આપતાં કહ્યું, હે પુત્રી ! આપત્તિ આવે તોપણ દેહની છાયાની જેમ પતિનો ત્યાગ કરીશ નહિ.' પછી માતાપિતાની રજા લઈ દવદ ંતી રથમાં બેઠી એટલે નળે તેને પેાતાના ખેાળામાં બેસાડી. પછી કાશલદેશના રાજા નિષધે કોશલાનગરી તરફ પ્રયાણ કર્યું. તે વખતે તેના ગજે દ્રોના ઘાટા મવડે બધી પૃથ્વી કસ્તૂરીની જેમ સિ`ચાવા લાગી. ઘેાડાની ખરીથી છેાલાતી પૃથ્વી માંસીના તાળની જેમ શબ્દ કરવા લાગી, રથાના પૈડાંએની રેખાઓવડે સ માગેર્ગ ચિત્રાઈ ગયા. પરસ્પર ઘાટા પાયદળના ગમનથી સર્વ પૃથ્વી ઢંકાઇ ગઇ, ઊટીએ માના વૃક્ષાને પત્ર રહિત કરી દીધા, સૈન્યે કરેલા જળપાનથી જળાશયામાં કાદવજ અવશેષ રહ્યો, અને સૈન્ય ચાલતાં ઉડેલી રજથી આકાશમાં પણ બીજી પૃથ્વી થઈ ગઈ. આ પ્રમાણે ચાલતાં નિષધરાજાને મામાંજ રવિ અસ્ત પામી ગયા, એટલે જળથી રાફડાની જેમ અંધકારથી બધું બ્રહ્માંડ પૂરાઇ ગયુ.. એમ છતાં પણ પેાતાની નગરીના દનમાં ઉત્ક ંઠિત એવા નિષધરાજા આગળ ચાલતાં અટકથા નહીં; કેમકે “પેાતાને નગરે પહેાંચવાની ઉત્કંઠા કાને પ્રબળ હોતી નથી ?'' ૨૯
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy