SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ સ ૩ જો વિચિત્ર મણિથી જડેલાં એ કડાં, સ્મરદારૂણ નામે વિચિત્ર રત્નમય કટિસૂત્ર, દિવ્ય પુષ્પમાળા આ અને દિવ્ય વિલેપનો તેજ વખતે વસુદેવને આપ્યાં, તે સવ` આભૂષણા વિગેરે અંગપર ધરવાથી વસુદેવ કુબેર જેવા દેખાવા લાગ્યા. આ પ્રમાણે કુબેરે પણ સત્કાર કરેલા વસુદેવને જોઈ તેના સાળા વિગેરે જે વિદ્યાધરા સાથે આવેલા હતા તે સર્વ અત્યંત ખુશી થયા. હરિશ્ચન્દ્ર રાજા પણ કૌતુકથી તેજ વખતે ત્યાં આવી કુબેરને પ્રણામ કરી 'જિલ જોડીને ખોલ્યા હે દેવ ! આજે તમે આ ભારતવર્ષ ઉપર મોટા અનુગ્રહ કર્યો છે કે જેથી મનુષ્યનો સ્વયંવર જોવાની ઇચ્છાએ અહી સ્વયમેવ પધાર્યા છે.’ આ પ્રમાણે કહીને રાજાએ સ્વયંવરમંડપ તત્કાળ તૈયાર કરાવ્યેા. તેમાં વિવિધ આસનવડે મનેાહર મચા ગાઠવવામાં આવ્યા. પછી ઉત્તર દિશાના પતિ કુબેર સ્વચ'વર જોવાને ચાલ્યા. વિમાનની છાયાવડે પૃથ્વીના સંતાપને હરતા હતા, ઉદ્દઢ છત્રની શ્રેણિવડે ચ'દ્રની પર ́પરાને દર્શાવતા, હતા વિદ્યુતનાં ઉદ્યમ કિરણને નચાવતાં હોય તેવાં અને દેવાંગનાના કરપØવાથી લલિત થયેલાં ચામાથી વી‘જાતો હતો, અને વાલિખિલૢ જેમ સૂર્ય ની સ્તુતિ કરે તેમ ખ'દિજનો તેની સ્તુતિ કરતા હતા. આ પ્રમાણે આડંબરયુક્ત કુબેરે તે સ્વયંવરમ’ડપમાં પ્રવેશ કર્યા. તેમાં જ્યોત્સ્નાલિપ્ત આકાશની જેમ શ્વેત અને દિવ્ય વસ્ત્રના ઉલેચ માંધ્યા હતા, કામદેવે સજ્જ કરેલા ધનુષ્યની જેવાં તારણા લટકી રહ્યાં હતાં, ચારે તરફ રત્નમય દણુથી અક્તિ હાવાને લીધે જાણે અનેક સૂર્યર્થાથી આશ્રિત હોય તેવા તે દેખાતો હતો. દ્વારભૂમિપર રહેલી રત્નમય અષ્ટમ'ગળીથી શે।ભતા હતા, આકાશમાં ઉડતી બગલીએના ભ્રમને કરતી શ્વેત ધ્વજાએથી તે વિરાજિત હતા, વિવિધ રત્નમય તેની પૃથ્વી હતી, ટુંકામાં સુધર્માંસભાના અનુજ બધુ હાય તેવા તે સ્વય`વરમ`ડપ દેખાતે હતા, અને તેમાં ત્યાં આવેલા રાજવીરાના દૃષ્ટિવિનાદને માટે નાટકોનો આરંભ થયેલા હતા. એવા સુશાભિત મંડપમાં એક ઉત્તમ મંચની ઉપરના આકાશમાં અધર રહેલા સિ'હાસનની ઉપર કુબેર પેાતાની દેવાંગના સહિત બેઠા. તેની નજીક જાણે તેના યુવરાજ હોય નહી' તેમ વસુદેવ કુમાર પ્રસન્નતા વડે સુ ંદર મુખવાળા થઈને બેઠા. બીજા પણ ઉત્કૃષ્ટ ઋદ્ધિવાળા રાજાએ અને વિદ્યાધરા લક્ષ્મીથી એકબીજાની સ્પર્ધા કરતા હેાય તેમ અનુક્રમે આવીને ખીજા મચા ઉપર બેઠા. પછી કુબેરે પેાતાના નામથી અંકિત અર્જુન જાતિના સુવર્ણ ની એક મુદ્રિકા વસુદેવને આપી, તે તેણે કનિષ્ઠિકા અંગુલિમાં ધારણ કરી. તે મુદ્રિકાના પ્રભાવથી ત્યાં રહેલા સ જનાએ વસુદેવને કુબેરની બીજી મૂર્તિ હેાય તેવા દીઠા. તે સમયે સ્વય’વરમંડ૫માં અદ્વૈત આઘેષણા પ્રગટ થઇ કે અહા ! ભગવાન કુબેર દેવ એ મૃત્તિ કરીને આવ્યા જણાય છે.' એ સમયે રાજપુત્રી કનકવતી રાજસની જેમ મંદ ગતિએ ચાલતી ચાલતી સ્વયંવરમ`ડપમાં આવી. તેણે શ્વેત વસ્ત્ર ધારણ કરેલાં હાવાથી તે ચદ્રત્યેાના સહિત રાત્રીના જેવી દેખાતી હતી, કાનમાં રહેલાં મેાતીના બે કુંડળાથી એ ચંદ્રવાળી મેાગરની ભૂમિ હાય તેવી જણાતી હતી, અલતાથી રક્ત એવા એબ્ડવડે પાકેલાં બિંબ ખિખિકા જેવી લાગતી હતી, હારવડે સુશોભિત સ્તનને લીધે ઝરણાંવાળી પવ તભૂમિ જેવી ફળવાળી દેખાતી હતી, અને તેના હાથમાં કામદેવના હિંડોળા જેવી પુષ્પમાળા રહેલી હતી. તેના આવવાથી માંગલ્યદીપિકાવડે ગર્ભગૃહની જેમ સ્વયંવરમ`ડપ શોભાયમાન થયા. પછી ચંદ્રની લેખા ૧ કાઈ ઋષિ અથવા સૂર્યં સેવક-સુભક્ત વિશેષ, ૨ સૌથી નાની,
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy