SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૮ મું ૨૧૭ તેણે કલ્પલતાની જેમ દિવ્ય અલંકાર અને નેપથ્ય ધારણ કર્યા હતાં, સર્વ ઋતુઓના પુષ્પના આભારણથી તે સાક્ષાત્ વનલક્ષ્મી જેવી દેખાતી હતી, જન્મથી વિધાતાની સૃષ્ટિમાં તે રૂપલક્ષમીની સવ સ્વ હતી, એકલી છતાં પરિવારવાળી હતી અને ચિત્રપટમાં આલેખેલા પુરૂષના રૂપને તન્મય થઈને જતી હતી. વસુદેવ જ્યારે તેની આગળ જઈને ઊભા રહ્યા, ત્યારે જાણે બીજું ચિત્રપટનું રૂપ હેય તેવા તે દશાને જેઈ ઈષ્ટાગમનના જ્ઞાનથી તે પ્રાતઃકાળના કમળની જેમ વિકાસ પામી ગઈ. વસુદેવને જોઈને હર્ષવડે ઉછવાસ પામેલી કનકવતી ક્ષણમાં વસુદેવને અને ક્ષણમાં ચિત્રને વારંવાર અશાંત નેત્રે જોવા લાગી. પછી કમળની જેમ નેત્રોથી વસુદેવનું અર્ચન કરતી તે રાજબાળા તત્કાળ સિંહાસન ઉપરથી ઊભી થઈ અને અંજલિ જેડીને બેલી –હે સુંદર ! મારા પુણ્યથી તમે અહીં આવ્યા છો, હું તમારી દાસી છે. આ પ્રમાણે કહીને તે વસુદેવને નમવા તત્પર થઈ, એટલે તેને નમતી અટકાવીને વસુદેવે કહ્યું “મહાશયે ! હું કોઈને ભૂત્ય છું અને તમે સ્વામિની છો તેથી મને નમે નહીં, જે તમારે નમવા યોગ્ય હોય તેને પ્રણામ કરવાને તમે યોગ્ય છે. વળી જેનું કુળ જાણ્યું નથી તેવા મારા જેવા ભૂત્યને વિષે તમે આવું અનુચિત કરો નહીં.' કનકાવતી બેલી ‘તમારૂં કુળાદિક સર્વ મેં જાણી લીધું છે અને તમે જ મારા પતિ છે. દેવતાએ કહેલા અને આ ચિત્રપટમાં રહેલા તે તમે જ છો.’ વસુદેવ બોલ્યા-“ભદ્રે ! હું તમારે પતિ નથી, પણ દેવતાએ જે તમારે પતિ કહેલ તે પુરૂષનો હું સેવક છું. તે પુરૂષ કેણ છે તે સાંભળો. ઈદ્રના ઉત્તર દિશાના સ્વામી (લોકપાળ) અને તમારા મુખકમળમાં ભ્રમરરૂપ જગવિખ્યાત કુબેર તમારા સ્વામી છે, અને હું તેનો સેવક તેમજ દૂત છું. તેની આજ્ઞાથી તમને પ્રાર્થ છું કે તમે તે મહાપુરૂષના અનેક દેવીઓએ સેવાતા મુખ્ય પટ્ટરાણી થાઓ.” પછી ધનદના નામ ગ્રહણ પૂર્વક તેને નમસ્કાર કરીને કનકવતી બોલી-“અરે ! તે ઈદ્રના સામાનિક દેવ કયાં અને કીટકપ્રાય હું માનુષી ક્યાં ! તેણે મારી પાસે જે તમને દૂતપણું કરાવ્યું છે તે અનુચિત અને ક્રીડામાત્ર છે, કેમકે પૂર્વે કોઈ પણ માનુષી સ્ત્રીને દેવતા સાથે એ સંબંધ થયો નથી, વસુદેવ બોલ્યા- “હે ભદ્રે ! જે તમે દેવતાના આદેશને અન્યથા કરશે તે દવ દંતીની જેમ મોટા અનર્થને પામશે.” કનકાવતી બેલી-“ધનદ (કુબેર) એટલા અક્ષરે સાંભળવાથી મારા પૂર્વ જન્મના સંબંધને લીધે કઈ રીતે તેની ઉપર મારું મન ઉત્કંઠા ધરે છે, પણ આ દુર્ગધી ઔદારિક શરીરના દુર્ગધને અમૃતજી દેવતાઓ સહન કરી શકતા નથી, એવા શ્રી અહંત પ્રભુનાં વચન છે. તેથી હતપણના મિષથી ગુપ્ત રહેલા તમે જ મારા પતિ છે, માટે તે ઉત્તર દિશાના પતિ કુબેર પાસે જઈને તમે આ મારાં વચન કહેજે કે-“હું માનુષી છું, તે તમારાં દર્શનને પણ યોગ્ય નથી, હું કે જે સાત ધાતુમય શરીરવાળી છું, તેને તમે પ્રતિમારૂપે પૂજ્ય છો.” આવાં કનકવતીનાં વચન સાંભળીને વસુદેવ કેઈન જુવે તેમ અદશ્યપણે જે માગે આવ્યા હતા તેજ માર્ગે પાછા કુબેરની પાસે આવ્યા. પછી વસુદેવ તે વૃત્તાંત કહેવાને આરંભ કરતા હતા, તેવામાં કુબેરેજ કહ્યું કે તે “બધું વૃત્તાંત મારા જાણવામાં આવી ગયું છે.” પછી કુબેરે પિતાના સામાનિક દેવતાઓની આગળ વસુદેવનાં વખાણ કર્યા કે “આ મહાપુરૂષનું કેઈ નિર્વિકારી ચરિત્ર છે. આ પ્રમાણે પ્રશંસા કરીને સંતુષ્ટ થયેલા કુબેરે સુરેંદ્રપ્રિય નામના દિવ્ય ગધથી વાસિત એવાં બે દેવદષ્ય વસ્ત્ર, સરપ્રભ નામે શિરોરત્ન (મકટ), જળગભ નામે બે કુંડળ, શશિમયૂખ નામે બે કેયૂર (બાજુબંધ), અશારદા નામે નક્ષત્રમાળા, સુદર્શન નામે ૧ આ સર્વ નામ ગુણનિષ્પન્ન જાણવાં. ૨ સત્તાવીશ ખેતીને બનાવેલો હાર. ૨૮
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy