SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ ૭ મુ ૧૪૫ ગિરિ ઉપર નદાવત્ત નામના નગરમાં નંદીશ્વર નામે રાજા અને કનકાભા નામે રાણીના નયનાદ નામે પુત્ર થયા. ત્યાં રાજ્ય ભાગવી દીક્ષા લઈને માહેદ્ર નામના ચાથા દેવલાકમાં દેવતા થયા. ત્યાંથી રચવી પૂવિદેહમાં ક્ષેમાપુરીના રાજા વિપુલવાહનની પદ્માવતી રાણીથી શ્રીચકુમાર થયા. તે રાજ્ય ભગવી સમાધિગુપ્ત મુનિ પાસે દીક્ષા લઈ કાળ કરીને બ્રહ્મ નામના પાંચમા દેવલાકમાં ઇંદ્ર થયા. ત્યાંથી ચ્યવીને તેને જીવ આ મહાબલવાન બલભદ્ર રામચ'દ્ર થયેલ છે, અને વૃષભધ્વજનો જીવ અનુક્રમે આ સુગ્રીવ થયેલ છે. પેલા શ્રીકાંતના જીવ ભવભ્રમણ કરી મૃણાલક નગરમાં શંભુ રાજા અને હેમવતી રાણીના વજ્રક' નામે પુત્ર થયા. વસુદત્ત ભવમાં ભમી તે શત્રુ રાજાના પુરોહિત વિજય અને તેની સ્રી રત્નચુડાના શ્રીભૂતિ નામે પુત્ર થયા. પેલી ગુણવતી ભવભ્રમણ કરી તે શ્રીભૂતિની સરસ્વતી નામની સ્ત્રીથી વેગવતી નામે પુત્રી થઈ. તે યૌવનવતી થતાં એક વખતે એક સુદન નામના પ્રતિમાધારી મુનિને લોકો વંદન કરતા હતા તે જોઈ તેણે હાસ્યથી કહ્યું કેહું લેાકા ! આ સાધુને મે' પૂર્વે સ્ત્રીની સાથે ક્રીડા કરતાં જોયા છે, તે સ્ત્રીને તેણે હમણા બીજે ઠેકાણે માકલી દીધી છે; માટે તેવા સાધુને તમે કેમ વંદના કરેા છે !” તે સાંભળીને તત્કાળ સ લેાકેા વિષમ પરિણામી થઇ જઇ તે કલંકની ઉદ્ભાષણા કરતા સતા તે મુનિને ઉપદ્રવ કરવા લાગ્યા. એટલે ‘જ્યાં સુધી આ કલ`ક મારા ઉપરથી ઉતરશે નહિ ત્યાં સુધી હું કાઉસગ્ગ પાળીશ નહિ.' એવા તે મુનિએ અભિગ્રહ કર્યા. પછી શાસનદેવતાના રાષથી વેગવતીનું મુખ તત્કાળ વ્યાધિગ્રસ્ત થઈ ગયું, અને સાધુ ઉપર તેણે મૂકેલા કલંકનું વૃત્તાંત સાંભળી તેના પિતાએ વેગવતીના ઘણા તિરસ્કાર કર્યા. પિતાના રાષથી અને રાગથી ભય પામીને વેગવતીએ સુદન મુનિ પાસે આવી સર્વ લોકોની સમક્ષ ઊંચે સ્વરે આ પ્રમાણે કહ્યું કે–“હે સ્વામી ! તમે સથા નિર્દોષ છે, મેં તમારી ઉપર આ ખાટા દોષ આરાપણુ કરેલા છે, માટે ક્ષમાનિધિ ! મારો એ અપરાધ ક્ષમા કરો.’ તે વચન સાંભળી લેાકેા પાછા ફરીથી તે મુનિને પૂજવા લાગ્યા. ત્યારથી તે વેગવતી પરમ શ્રદ્ધાળુ શ્રાવિકા થઇ. તેને રૂપવતી જોઇને શ‘ભુરાજાએ તેની માગણી કરી. શ્રીભૂતિએ પ્રત્યુત્તર દીધા કે-મારી કન્યા હું કાઈ મિથ્યાદષ્ટિને આપીશ નહિ.' તે સાંભળી શંભુરાજાએ શ્રીભૂતિને મારી નાખીને વેગવતીની સાથે બળાત્કારે ભાગ કર્યાં. તે સમયે વેગવતીએ શાપ આપ્યા કે ‘હુ· ભવાંતરે તારા વધને માટે થઇશ.' પછી શંભુરાજાએ તેને છેડી દીધી, એટલે હરકાંતા આર્યાની પાસે દીક્ષા લઈ આયુષ્ય પૂર્ણ કરીને તે વેગવતી બ્રહ્મદેવલાકમાં ગઇ. ત્યાંથી ચ્યવીને તે જનકરાજાની પુત્રી સીતા થઇ, અને પૂના શાપના વશથી શત્રુરાજાના જીવ રાક્ષસપતિ રાવણના મૃત્યુને માટે તે થઇ પડી. પૂર્વે સુદર્શન મુનિપર ખોટો દોષ આરોપણ કરવાથી આ ભવમાં તેના ઉપર લોકોએ ખાટુ કલંક મૂકયું. શંભુરાજાના જીવ ભવભ્રમણ કરી કુશધ્વજ નામના બ્રાહ્મણની સાવિત્રી નામની સ્ત્રીથી પ્રભાસ નામે પુત્રપણે ઉત્પન્ન થયા. અન્યદા તેણે વિજયસેન નામના મુનિની પાસે દીક્ષા લીધી, અને પરિષણે સહન કરતા સતા તેણે માટું તપ આચયું. એક સમયે કનકપ્રભ નામના ઈંદ્રની જેવી મોટી સમૃદ્ધિવાળા વિદ્યાધરાના રાજાને સમેતશિખર ચાત્રા કરવા જતાં પ્રભાસ મુનિએ દીઠા, એટલે તેણે ‘ આ તપના ફળવડે હું આ વિદ્યાધરના રાજા જેવી સમૃદ્ધિવાળા થાઉ' એવું નિયાણું ખાંધ્યું. ત્યાંથી મૃત્યુ પામીને તે ત્રીજા દેવલાકમા ઉત્પન્ન થયા. હે વિભીષણ ! ત્યાંથી ચ્યવીને તે તમારા માટે ભાઇ રાવણ થયા. તે વખતે કનકપ્રભની સમૃદ્ધિ જોઈને નિયાણું ખાંધવાથી તે સ` ખેચરાના અધિપતિ થયા. ધનદત્ત અને વસુદત્તના ૧૯
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy