SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧ ૭ મુ ૧૪૪ ખબર ચાજ્ઞવલ્કયના જાણવામાં આવી, એટલે મિત્રની વંચનાને નહિ સહન કરનાર યાજ્ઞવલ્કયે પોતાના મિત્ર નચદત્તના પુત્રોને ખખર આપ્યા. તે સાંભળી વસુદો રાત્રે જઇને શ્રીકાંતને મારી નાંખ્યા, અને શ્રીકાંતે પણ ખગવડે વસુદત્તને મારી નાંખ્યા. તે બન્ને ત્યાંથી મૃત્યુ પામીને વિધ્યાટવીમાં મૃગલા થયા. ગુણવતી કુંવારી જ મૃત્યુ પામીને તેજ વનમાં મૃગલી થઈ. ત્યાં પણ તેણીને માટે યુદ્ધ કરીને તે બન્ને મૃત્યુ પામ્યા. એવી રીતે પરસ્પર વૈરથી તેઓએ ચિરકાળ ભવભ્રમણ કર્યું. હવે અહી ધનદત્ત પોતાના ભાઇના વધથી પીડિત થઈ ધ રહિતપણે ભટકવા લાગ્યા. એક વખતે રાત્રે ક્ષુધાતુર થયેલા તેણે કોઈ સાધુને જોયા, એટલે તેમની પાસે તેણે ભેજન માગ્યું. તેમાંથી એક મુનિ એલ્યા-હે ભાઈ ! મુનિએ દિવસે પણ ભાતપાણીના સંગ્રહ રાખતા નથી તે રાત્રે તા કાંથી જ હાય ! વળી હું ભદ્રે ! તારે પણ રાત્રે ભાજન કે પાન કરવું ચાગ્ય નથી, કેમકે આવા અંધકારમાં અન્નદિકમાં રહેલા જીવાને કણ જાણી શકે ?' આ પ્રમાણે મુનિએ આપેલા બેાધથી તેના હૃદયમાં જાણે અમૃત સિંચન થયું હોય તેમ લાગ્યુ. પછી તે શ્રાવક થઈ મૃત્યુ પામીને સૌધમ દેવલાકમાં દેવતા થયા. ત્યાંથી ચવીને તે મહાપુર નગરમાં ધારિણી અને મેરૂ શેઠના પદ્મચિ નામે પરમ શ્રાવક પુત્ર થયા. એક વખતે પદ્મચિ અશ્વારૂઢ થઈ દૈવયેાગે ગોકુલમાં જતે હતા ત્યાં મા માં એક વૃદ્ધ વૃષભને પડીને મરણ પામતા તેણે જોયા, એટલે તે કૃપાળુ શેઠે અશ્વ ઉપરથી ઉતરી તેની નજીક આવીને તેના કાનમાં પચપરમેષ્ઠી નમસ્કાર મત્ર સંભળાવ્યા. તેના પ્રભાવથી મૃત્યુ પામીને તે તેજ નગરમાં છનચ્છાય રાજાની શ્રીદત્તા રાણીના ઉદરથી વૃષભધ્વજ નામે પુત્ર થયા. તે કુમાર સ્વેચ્છાએ ફરતા ફરતા એક વખતે વૃદ્ધ વૃષભની મૃત્યુભૂમિ પાસે આવ્યા, ત્યાં પૂર્વ જન્મના સ્થાનના દર્શનથી તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેથી ત્યાં તેણે એક ચૈત્ય કરાવ્યું, અને ચૈત્યની એક તરફની ભીંત ઉપર તેણે મસ્થિતિપર આવેલા વૃદ્ધ વૃષભનુ ચિત્ર આલેખ્યુ. તેમજ તેની પાસે તેના કાનમાં નમસ્કાર મંત્ર આપતા તે પુરૂષને અને તેની પાસે પલાણ સહિત તેના અશ્વને આલેખ્યા. પછી ચૈત્યના રક્ષકાને આજ્ઞા કરી કે જે કોઈ આ ચિત્રને પરમાર્થ રૂપે જાણી લે તે પુરૂષના મને તત્કાળ ખખર આપવા.’ આ પ્રમાણે કહી કુમાર વૃષભધ્વજ પોતાના મદિરે ગયા. એક વખતે પેલા પદ્મચિ શેઠ તે ચૈત્યમાં વંદન કરવાને માટે આવ્યા. ત્યાં અહુ તને વંદના કરીને તેણે તે ભીંતપર કરેલાં ચિત્ર જોયાં, તેથી વિસ્મય પામીને ખેલ્યા કે આ ચિત્રનુ' વૃત્તાંત તે। બધું મને જ લાગુ પડે છે.' રક્ષકોએ જઇને તત્કાળ રાજકુમાર વૃષભધ્વજને તે ખબર આપ્યા, એટલે તરતજ તે ત્યાં આવ્યા, અને તેણે પદ્મરૂચિને પૂછ્યું કે‘શુ' તમે આ ચિત્રના વૃત્તાંત જાણા છે ?' તેણે કહ્યું-‘આ મરણ પામતા વૃષભને નમસ્કાર મંત્ર આપતા એવા મને કોઈ જાણીતા પુરૂષે અહી' આલેખ્યા છે.' તે સાંભળી વૃષભધ્વજ તેને નમસ્કાર કરીને એલ્યા—“હે ભદ્ર ! જે આ વૃદ્ધ વૃષભ હતા તે નમસ્કાર મંત્રના પ્રભાવથી આ હું રાજપુત્ર થયેલા છું. જો તમે કૃપાળુએ તે સમયે મને નમસ્કાર મંત્ર ન આપ્ય હોત તો હું તિર્યંચ ચાનિમાં અથવા કોઈ અધમ ચાનિમાં ગયા હોત. તમે સથા મારા ગુરૂ, સ્વામી અને દેવ છે, માટે તમાએ આપેલું આ વિશાળ રાજ્ય તમેજ ભેગવા,’’ એ પ્રમાણે કહીને વૃષભધ્વજ શ્રાવકન્નતને પાળતા સતા પદ્મરૂચિની સાથે અભેદપણે રહેવા લાગ્યા. પછી ચિરકાળ પ''ત સમ્યક્ પ્રકારે શ્રાવકપણું પાળી મૃત્યુ પામીને તે બંને ઇશાનકલ્પમાં મ િક દેવતા થયા. પદ્મચિ ત્યાંથી રચવીને મેરૂગિરિની પશ્ચિમ બાજુએ વૈતાઢથ
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy