SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ ૯ મે. સીતાની શુદ્ધિ અને વ્રતગ્રહણ સીતા ભયથી ઉત્ક્રાંત થઈ વનમાં આમતેમ ફરવા લાગ્યાં, અને પૂર્વના દુષ્કર્મથી દુષિત એવા પિતાના આત્માની નિંદા કરવા લાગ્યાં. વારંવાર રૂદન કરતાં અને પગલે પગલે ખલિત થતાં સીતા આગળ ચાલ્યાં. ત્યાં એક મોટું સૈન્ય આવતું તેમણે જોયું; મૃત્યુમાં અને જીવિતવ્યમાં સમાન હદયવાળ સીતા રૌન્યને દીઠા છતાં પણ ભય છોડીને નમસ્કારમંત્રમાં પરાયણ થયાં. તેમને જોઈને ઉલટા સર્વ સૈનિકે “આ દિવ્ય રૂપવાળી કોણ સ્ત્રી ભૂમિ પર રહેલી હશે ?” એવું બોલતા સતા તેનાથી ભય પામી ગયા. સીતાનું રૂદન સાંભળીને તેના સ્વર ઉપરથી તેના મનની ગ્લાનિ જે તે રમૈન્યના રાજાને જાણવામાં આવ્યું કે આ કઈ મહા સતી ગર્ભિણી છે.” પછી તે કૃપાળુ રાજા સીતાની પાસે આવે, એટલે તેને જોઈને શંકા પામેલા સીતાએ પિતાને વેષઉતારી તેની આગળ ધર્યો. રાજા બે-“હે બહેન ! તમે જરા પણ ભય પામે નહીં, આ તમારા આભૂષણો તમારાજ અંગ ઉપર રહો. નિર્દયથી પણ નિર્દય એ તમારે સ્વામી કોણ છે કે જેણે તમારે આવી સ્થિતિમાં ત્યાગ કર્યો? જે હોય તે કહો, કાંઈપણ શંકા રાખશે નહિ. હું તમારા કષ્ટથી કષ્ટવાળો છું.” પછી તે રાજાનો સુમતિ નામે મંત્રી સીતાની પાસે આવીને કહેવા લાગ્યું કે “ ગજવાહન રાજા અને બંધુદેવી રાણીને પુત્ર આ વજજંઘ નામે રાજા છે. તે પુંડરીક નગરનો સ્વામી છે, અને પરમ શ્રાવક, મહા સત્ત્વવાનું અને પરનારીસહોદર છે. તે આ વનમાં હાથીઓ લેવાને માટે આવેલા હતા, તે કાર્યથી કૃતાર્થ થઈને પાછા જતા હતા તેવામાં તમારા દુઃખથી દુખિત થઈને અહીં આવ્યા છે, માટે તમારે જે દુઃખ હેય તે કહે ” તે સાંભળી વિશ્વાસ પામીને સીતાએ રોતાં રોતાં અને તે કૃપાળુ રાજા તથા મંત્રીને રૂદન કરાવતાં પોતાનો સર્વ વૃત્તાંત કહ્યો. રાજાએ નિષ્કપટપણે કહ્યું કે-“તમે મારી ધર્મબહેન છો; કારણ કે એક ધર્મને પ્રાપ્ત થયેલા સર્વે પરસ્પર બંધુઓ થાય છે. મને તમારા ભાઈ ભામંડલ જે ગણીને તમે મારે ઘેર ચાલે. “સ્ત્રીઓને પતિગૃહથી બીજુ સ્થાન બ્રાતૃગૃહજ છે.” રામે લોકાપવાદથી જ તમારે ત્યાગ કરેલ છે, કાંઈ વેરછાથી કર્યો નથી, તેથી હું માનું છું કે હવે તે રામ પશ્ચાત્તાપથી તમારી જેવાજ કષ્ટવાન હશે. એ વિરહાતુર દશરથકુમાર ચક્રવાક પક્ષીની જેમ એકાકી થવાથી આકુળવ્યાકુળ થઈને તમને થોડા સમયમાં શોધવા નીકળશે.” આ પ્રમાણે કહેતાં સીતાએ તેને ત્યાં જવું સ્વીકાર્યું, એટલે તે નિર્વિકારી વાજઘ રાજાએ ત્યાં શિબિકા મંગાવી. તેમાં બેસીને સીતા બીજી મિથિલાપુરીમાં જાય તેમ પુંડરીકપુરમાં ગયાં અને ત્યાં અહર્નિશ ધર્મપરાયણ થઈ વાઘે બતાવેલા એક ઘરમાં નિવાસ કરીને રહ્યાં. - હવે કૃતાંતવદન સેનાની પાછો વળીને અયોધ્યામાં આવ્યું. તેણે રામભદ્ર પાસે જઈને કહ્યું કે “હ સિંહનિનાદ નામના વનમાં સીતાને છોડી આ બં, ત્યાં વારંવાર મચ્છ પામતા અને વારંવાર સચેત થતા સીતાએ માંડમાંડ કાંઇક શૈર્યનું અવલંબન કરીને તમને આ પ્રમાણે સંદેશો કહેવરાવ્યો છે કે નીતિશાસ્ત્રમાં, સ્મૃતિમાં કે કોઈ દેશમાં એ આચાર ૧ આભૂષણે વિગેરે..
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy