SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૭ મું ૧૨૭ હતા. તેઓએ જાણ્યું કે આ રાજાને પ્રિય છે માટે એ જ રાજા થશે, તેથી તેમ ન થવા દેવા માટે તેને મારવાનો તેઓએ આરંભ કર્યો. તે વિચાર મંત્રીના જાણવામાં આવતાં તેણે અચલને ખબર આપ્યા, એટલે અચલ ત્યાંથી નાસી ગયે, વનમાં ભમતાં તેને એક મોટો કાંટો વાગ્યો. તેની પીડાથી તે આક્રંદ કરવા લાગે. હવે શ્રાવસ્તી નગરીનો રહેનારે અને પિતાના કાઢી મૂકવાથી વનસાં આવેલે અંક નામે કઈ પુરૂષ માથે ધણનો ભારો લઈને જતો હતો તેણે તે અચલને દીઠે, એટલે કાષ્ઠનો ભારો નીચે મૂકી તેણે તેના પગમાંથી કાંટે કાઢો. અચલ હર્ષ પામી તેના હાથમાં કાંટે આપી બે- હે ભદ્ર! તમે બહુ સારું કર્યું. હવે જ્યારે તમે સાંભળો કે મથુરાપુરીમાં અચલ રાજા થયેલ છે, ત્યારે તમે ત્યાં આવજે; તમે મારા પરમ ઉપકારી છે. પછી અચલ ત્યાંથી કૌશાંબી નગરીએ ગયે. ત્યાં ઈંદ્રદત્ત રાજાને સિંહગુરૂની પાસે ધનુષ્યનો અભ્યાસ કરતા તેણે દીઠા. પછી તેણે સિંહાચાર્ય અને ઈદ્રદત્તને પિતાનું ધનુષ્યચાર્ય બતાવ્યું તેથી હર્ષ પામેલા ઈદ્રદત્ત તેને કેટલીક પૃથ્વી સાથે પિતાની દત્તા નામની પુત્રી અપ ણ કરી પછી સૈન્યનું બળ પ્રાપ્ત થતાં તે અચલે અંગ વિગેરે કેટલાક દેશો સાધી લીધા. એક વખતે તે ન્ય લઈને મથુરાપુરી આવ્યું. ત્યાં પિતાના સપન્ન બંધુઓની સાથે તેણે યુદ્ધ કર્યું, અને છેવટે ભાનુપ્રભ વિગેરે આઠે બંધુઓને પકડીને બાંધી લીધા. તેમને છોડાવવાને માટે ચંદ્રપ્રભ રાજાએ મંત્રીઓને મોકલ્યા; એટલે અચલે મંત્રીઓની આગળ પિતાનો બધો વૃત્તાંત કહ્યો. મંત્રીઓએ સવર જઈને તે ચંદ્રપ્રભ રાજાને કહ્યો. તે સાંભળી હર્ષ પામેલા ચંદ્રપ્રભે મહોત્સવ પૂર્વક અચલને નગરીમાં પ્રવેશ કરાવ્યો. અનુક્રમે તે સૌથી નાનો છતાં રાજાએ તેને રાજ્ય ઉપર બેસાર્યો, અને ભાનુપ્રભ વિગેરેને કાઢી મૂકવા માંડ્યા, ત્યારે અચલે તેમને માંડમાંડ ૨ખાવ્યા અને પિતાના અદષ્ટ સેવકે ક્ય. એક વખતે નાટયશાળામાં રહેલા અંકને પ્રતિહારથી ધક્કા ખાતે દીઠે, એટલે અચલે પિતાની પાસે બોલાવી મંગાવ્યો, અને તેની જન્મભૂમિ શ્રાવસ્તી નગરી તેને આપી. અતંત મૈત્રીવાળા તે બને સાથે રહીને રાજ્ય કરવા લાગ્યા. છેવટે તેમણે સમુદ્રાચાર્યની પાસે દીક્ષા લીધી, અને કાળગે મૃત્યુ પામીને બને બ્રહ્મદેવલેકમાં દેવતા થયા. ત્યાંથી ત્ર્યવીને હે રામ! અચલનો જીવ આ તમારો અનુબંધુ શત્રુદન થયેલ છે. પૂર્વ જન્મના મહથી તેને મથુરા ઉપર આગ્રહ રહેલો છે; અને અંકનો જીવ ત્યાંથી રવીને કૃતાંતવન નામે આ તમારે સેનાપતિ થયેલ છે. આ પ્રમાણે કહીને મુનિએ ત્યાંથી વિહાર કર્યો અને રામચંદ્ર વિગેરે અયોધ્યામાં આવ્યા. પ્રભાપુરના રાજા શ્રીનંદનની ધારણી નામની સ્ત્રીને અનુક્રમે સાત પુત્રો થયા. તેમના સુરનંદ, શ્રીનંદ, શ્રીતિલક, સર્વસુંદર, જયંત, ચામર અને જયમિત્ર એવા નામ પાડવાં. ત્યારપછી આઠમે પુત્ર એક માસનો થયે, એટલે તેને રાજ્યપર બેસારીને શ્રીનંદને પિતાના સાતે પુત્ર સહિત પ્રીતિકર ગુરૂની પાસે દીક્ષા લીધી. શ્રીનંદન વ્રત પાળીને મોક્ષે ગયા અને સુરઝંદાદિક સાતે પુત્રો તપની શક્તિથી જંઘાચારણ લબ્ધિવાળા થયા. તે મહર્ષિ એક વખતે વિહાર કરતાં કરતાં મથુરાપુરીમાં આવ્યા. તે વખતે વર્ષાઋતુ આવવાથી તેઓ એક પર્વત ઉપરના ગુહાગૃહમાં ચાતુર્માસ રહ્યા. ત્યાં તે મુનિએ છ, અઠ્ઠમ વિગેરે અનેક પ્રકારની તપસ્યા કરવા લાગ્યા, ત્યાંથી ઉડી દૂર દેશમાં જઈને પારણું કરવા લાગ્યા, અને પાછા મથુરા પાસેની ગિરિની ગુહામાં આવીને રહેવા લાગ્યા. તેઓને પ્રભાવથી ચમરે ઉત્પન્ન કરેલે બધે વ્યાધિ સર્વ ભૂમિમાંથી નાશ પામી ગયે.
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy