SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ સર્ગ ૮ મે એટલે તે ધનુષ્ય ચઢાવીને અગ્નિમુખ બાવડે શિકારી જેમ સિંહને મારે તેમ વીર શત્રુદને મધુને પ્રહાર કરવા માંડ્યો તે બાણના ઘાતથી વિધુર થયેલે મધુ ચિંતવવા લાગે કે “આ વખતે ત્રિશલ મારા હાથમાં આવ્યું નહિ અને મેં શત્રુઘને માર્યો નહિ; વળી મારો આ જન્મ પણ નિષ્ફળ ચાલ્યા ગયે. કેમકે મેં શ્રી જિનેંદ્રની પૂજા કરી નહિ, ચે કરાવ્યાં નહિ, અને દાન પણ આપ્યું નહિ, આવું ચિંતવન કર મધુ ભાવચારિત્ર અંગીકાર કરી, નમસ્કાર મંત્રના સ્મરણમાં તત્પર થઈ મૃત્યુ પામીને સનકુમાર દેવલોકમાં મહદ્ધિક દેવતા થયે. તે સમયે મધુના શરીર ઉપર તેને વિમાનવાસી દેએ પુષ્પવૃષ્ટિ કરી અને “મધુદેવ જય પામો” એવી આઘોષણા કરી. પેલું દેવતારૂપ ત્રિશૂળ અમરેદ્રની પાસે ગયું, અને શત્રુને છળથી મધુને માર્યો તે વાર્તા કહી. પિતાના મિત્રના વધથી ક્રોધ પામેલ ચમરેંદ્ર પોતે શત્રુદનને મારવા માટે ચાલ્યા એટલે વેણુદારી નામના ગરૂડપતિ ઈ ટ્રે પૂછયું કે- તમે ક્યાં જાઓ છે?” ચમરેન્દ્ર કહ્યું કે મારા મિત્રને હણનાર શત્રુન મથુરામાં રહેલ છે તેને મારવા માટે જાઉં છું.” એટલે વેદારી ઈદ્ર બોલ્યા-ધરાવણે ધરણંદ્ર પાસેથી અમોઘવિજયા શક્તિ મેળવી હતી, તે શક્તિને પણ ઉત્કૃષ્ટ પુણ્યવાળાં લક્ષમણ વાસુદેવે જીતી લીધી છે અને તેણે રાવણને પણ મારી નાંખે છે, તે તેની આગળ તેના સેવક મધુ તે કોણ માત્ર છે ? તે લક્ષ્મણની આજ્ઞાથી શત્રુને રણમાં મધુને મારી નાંખે છે.” ચમકરંદ્ર બેલ્યા-તે શક્તિને જે લમણે છતી તે વિશલ્યા કન્યાના પ્રભાવથી જીતેલી છે અને હવે તો તે વિશલ્યા પરણેલી છે, તેથી તેનો પ્રભાવ ચાલ્યા ગયે છે, માટે તેનાથી શું થવાનું છે? તેથી હું અવશ્ય એ મિત્રઘાતકને મારવા જઈશ.” આ પ્રમાણે કહીને ચમરેંદ્ર રોષથી શત્રુદનના દેશમાં ગયા. ત્યાં તેના શુભ રાજ્યમાં તેણે સલા કાને સ્વસ્થ જોયા; એટલે ચમરેંદ્ર વિચાર કર્યો કે પ્રથમ પ્રજામાં ઉપદ્રવ કરીને આ મધુને રિપુને અકળાવી દઉં” એવી બુદ્ધિથી તેણે શત્રુઘની પ્રજામાં વિવિધ પ્રકારનાં વ્યાધિઓ ઉત્પન્ન કર્યા. કુળદેવતાએ આવીને શત્રુદનને આ વ્યાધિએ થવાનું કારણ જણાવ્યું, એટલે તે અયોધ્યામાં રામ લક્ષમણુની પાસે ગયે. એવા સમયમાં દેશભૂષણ અને કુલભૂષણ મુનિ વિહાર કરતાં કરતાં ત્યાં આવ્યા. રામ, લક્ષમણ અને શત્રુને તેમની સમીપે જઈને વંદના કરી. પછી રામે પૂછ્યું—“આ શત્રુદનને મથુરા લેવાનો આગ્રહ કેમ થયા ?” દેશભૂષણ મુનિ બેલ્યા-“શત્રુનને જીવ મથુરામાં અનેકવાર ઉત્પન્ન થયેલો છે. એક વખતે તે શ્રીધર નામે બ્રાહ્મણ થયા હતા. તે રૂપવાન અને સાધુઓને સેવક હતે. અન્યદા તે માર્ગે ચાલ્યા જતો હતો, તેવામાં રાજાની મુખ્ય રાણી લલિતાએ તેને દીઠે, એટલે તેની ઉપર રાગ ઉત્પન્ન થતાં તેણે તેને કામક્રીડાની ઈચ્છાથી પિતાની પાસે બોલાવ્યો. તે સમયે અકસ્માતું રાજા આવી ચડ્યા. તેને જોઈ લલિતા #ભ પામી, એટલે તત્કાળ તેણે “આ ચોર” એ પોકાર કર્યો. રાજાએ તેને પકડી લીધો. રાજાના આદેશથી તેને રાજસેવકો વધસ્થાને લઈ ગયા. તે વખતે તેણે વ્રત લેવાની પ્રતિજ્ઞો કરી, એટલે કલ્યાણ ના મન મુનિએ તેને છોડાવ્યા મુક્ત પછી તરત જ તેણે દીક્ષા લીધી, અને તપસ્યા કરીને દેવલેકમાં ગયા. ત્યાંથી રચવીને મથુરાપુરીમાં ચંદ્રપ્રભ રાજાની રાણી કાંચનપ્રભાની કુક્ષીથી તે અચલ નામે પુત્ર થયે. તે ચંદ્રપ્રભ રાજાને ઘણે પ્રિય થયે. તેને ભાનુપ્રભ વિગેરે બીજા આઠ અગ્રજ સપન્ન બંધુઓ * ઓરમાન માતાથી થયેલા મોટા ભાઈઓ.
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy